SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-कार्तिक ૧૬ જ્ઞાનપંચમી આ. ભ. ઘદ્રસાગરસૂરિ મ.સા. શાસ્ત્રકાર મહર્ષિ સમજાવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની તિથિ કોઈ નક્કી નથી, પણ એક ગુણને લઈને જ્ઞાનપંચમી નક્કી થઈ છે. જ્ઞાનપંચમી પાછળ દીર્ઘ દૃષ્ટિનો મહાસાગર પડ્યો છે. એને શાસ્ત્રદષ્ટિથી જોવું પડશે. આ જીવ આઠ કર્મની જાળથી સંસારમાં ભટકી રહ્યો છે. આત્મા પર કર્મનાં પડ લાગેલાં છે. તેથી આત્માનું હીર અર્થાત્ શુદ્ધ સ્વરૂપે દેખાતું નથી. આત્માનું સ્વરૂપ જ્ઞાનથી જણાય છે. આત્માનો ગુણ જ્ઞાન છે. જેમ જેમ જ્ઞાન આવતું જાય તેમ તેમ આત્મા શુદ્ધ બનતો જાય છે. સ્વ અને પારને પ્રકાશિત કરનાર જ્ઞાન છે. શ્રુતજ્ઞાન બોલતું છે, ત્યારે કેવળજ્ઞાન મંડ્યું છે. કેવળજ્ઞાનને બતાવનાર શ્રુતજ્ઞાન છે. સિદ્ધને ઓળખાવનાર અરિહંત છે. અરિહંતો પણ સિદ્ધને જ નમસ્કાર કરે છે. સંસારને પાર કરનાર જ્ઞાન છે. શ્રુતજ્ઞાને આત્માને ઓળખાવે છે. જીવો અજ્ઞાનથી કર્મબંધન કરે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ઊંઘતી વખતે સંગીત બંધ કરાવવાનું સેવક ભૂલી ગયો, તો વાસુદેવે તેના કાનમાં સીસું રેડાવ્યું. આ હતી અજ્ઞાન અવસ્થા. જેમ જ્ઞાન આવતું ગયું, તેમ વિષયકષાય પાતળા થતા ગયા. જ્યારે પ્રભના કાનમાં ખીલા ઠોકાય છે, ત્યારે પ્રભુ વિચારે છે : “અજ્ઞાન અવસ્થામાં કરેલું કર્મ જ્ઞાનથી ભોગવવાનું છે.” અંધારામાં વાળેલી ગાંઠ પ્રકાશમાં છોડવાની છે. રોગ, શોક, દુઃખ બધું કર્મથી આવે છે. જ્ઞાનથી બધાનો વિચાર કરવાનો છે. ધી ગમે તેટલું જીભ ખાય, પણ તે ચીકણી બનતી નથી, તેવી રીતે જગતમાં રહેવા છતાં ચીકાશથી ચીકણા થઈને જીવવાનું નથી, પણ અલિપ્ત રહેવાનું છે. આ બધું જ્ઞાનથી સમજાય છે. આ સમજણ માટે જ્ઞાનપંચમી છે. ચાર ચાર માસ વરસાદ વરસ્યો, વાતાવરણ ભેજથી છવાઈ ગયું. ત્યારે પુસ્તકોને ખૂબ જ ભેજ લાગેલ હોય. શરદ પછીનું આકાશ શુદ્ધ હોય છે, તડકો ચોખ્ખો હોવાથી ચોપડીઓનો ભેજ ચાલ્યો જાય, પુસ્તકોના ભંડારો દર વર્ષે ચોખ્ખા થવા જોઈએ. પુસ્તકોનું (શ્રુતજ્ઞાનનું) રક્ષણ પ્રાણથી પણ કરવું જોઈએ. જ્ઞાનની પૂજા ત્રણ પ્રકારે કરવાની છે : ૧. જ્ઞાનનાં સાધનને પુસ્તકો-ગ્રંથો)ને પૂજવાના-સ્વચ્છ રાખવાના. ૨. જ્ઞાનના સાધકને પૂજવાનો ૩. જે સાધ્ય છે, તે ઉપકરણોની પૂજા કરવાની, ચંડકૌશિકને જ્ઞાન આવતાં આઠમા દેવલોક પહોંચ્યો. જ્ઞાનની આશાતના કદી કરવી નહીં. જ્ઞાનથી આત્માને શોભાવવાનો છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં અસંખ્ય કર્મનો ક્ષય કરી નાખે છે. જ્ઞાનનો પ્રચાર ને પ્રસાર આવશ્યક છે. જ્ઞાનસભર જ્ઞાનીને વંદન-પૂજન-સન્માન થવું જોઈએ. જ્ઞાનને જીવનમાં ઉતારવાનું છે, ને જીવવાનું છે. જ્ઞાનથી માનવની કક્ષા ઉત્તરોત્તર વધતી જાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય બનવા માટે જ્ઞાન ઉપાર્જન કરવું પડે છે. ઘાટી અને ગવર્નર બન્ને માણસો છે. એક અજ્ઞાનથી ક્ષદ્ર કામ કરે છે. બીજા જ્ઞાનથી ઉચ્ચ સ્થાન શોભાવે છે. મોક્ષ માર્ગે લઈ જનાર ભોમિયો તે જ્ઞાન જ છે. સંસારમાં દૃષ્ટા ને દોરવણી આપનાર જ્ઞાન છે. જ્ઞાન તે માનવજીવનની શોભા અને સૌભાગ્ય છે. માણસ જ્ઞાનથી શોભે છે. જ્ઞાનપંચમીને દિવસે જ્ઞાનની-પુસ્તકોની ફક્ત પૂજા કરવી તે પૂરતું નથી, પરંતુ જ્ઞાનનો યોગ વધુ થાય તે માટે પઠનપાઠન અવશ્ય કરવું. લોકોને સમજાય તેવું જ્ઞાન-સાહિત્ય ફેલાય તેવો પ્રયત્ન કરવો. જ્ઞાનને પચાવનાર જ્ઞાની મહાત્માઓની સેવાભક્તિ કરવાની. તેઓ જ્ઞાનને વધુ જાણે ને સ્વ તથા પરના શ્રેયાર્થે તેનો સદુપયોગ કરે તે માટે દરેક પ્રકારની સગવડતા કરી આપવાનો ઉદ્દેશ જ્ઞાનપંચમીનો છે. તે દિવસે નાનામોટાને દરેકને જ્ઞાન પ્રતિઆધ્યાત્મિક જ્ઞાન પ્રતિ જિજ્ઞાસા થાય, આત્મિક જ્ઞાન મેળવવાની અભિલાષા થાય તેવું વાતાવરણ ઉપસ્થિત કરવાની ફરજ છે. આ બધા જ્ઞાનપંચમીને ઉજાળવાના ઉપાયો છે. (સાભાર “પ્રેરણા' માંથી) For Private and Personal Use Only
SR No.525272
Book TitleShrutsagar Ank 2012 11 022
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy