________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રુતસાગર-માર્ચ, ૨૦૧૨
અજાણીતીર્થમંડળ-સરસ્વતીદેવી છંદ)
આ નવીન વિ. જૈન
કૃતિ વણ્ય વિષય:
પ્રસ્તુત કૃતિમાં મા શારદાના સ્વરૂપનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. સરસ્વતી કુન્દ, ઇન્દુ, તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે. કુન્દ પુણ્ય સૌરભ પ્રસારે છે. તો સાચા સારસ્વતનું જીવનપુષ્પ જ્ઞાનની સૌરભથી મઘમધે છે. ચંદ્ર શીતલતા બક્ષે છે તો સારસ્વતના જીવનવૃક્ષની શીળી છાયામાં સંતપ્ત જીવોને સાચી શાંતિ સાંપડે છે. વૃક્ષના પાન પર પડેલું તુષારબિંદુ મોતીની શોભા ધારણ કરીને વૃક્ષનું સૌંદર્ય વધારે છે તો માં શારદાના સાચા ઉપાસકના અસ્તિત્વમાત્રથી સંસાર વૃક્ષની શોભા વધે છે. કૃતિ પરિચય:
કર્તા કવિને માતાએ રાત્રી દરમ્યાન સ્વપ્નમાં વાચા આપી તે જાણી કવિ ખુબ જ આનંદિત થઇને આળસ મુકી અને પ્રભાતમાં માં નું ધ્યાન ધરે છે અને ત્યારે વિદ્વાનના મનમાં સાચી શ્રદ્ધા ઉપજે છે અને કવિના મુખમાંથી પંક્તિ સરી પડે છે ‘તવ મેં માન્યો ચિંતા ચૂકી, પાએ લાગું હું આલસ મૂકી' ત્યાર બાદ આગળની પંક્તિઓમાં મા ના અંગોપાંગનું અને શોળ શણગારનું સુંદર વર્ણન કરે છે.
ગાથા ૧૬ મા અજાણીતીર્થમાં શ્રી મહાવીર જિનાલયની ભમતીમાં પાછલી દેહરીમાં સરસ્વતીની ઉભી મૂર્તિ છે તેનો ઉલ્લેખ કર્યો છે. મા સરસ્વતીની કૃપાથી શ્રી હેમચન્દ્રાચાર્ય, મુનિ લાવણ્યસમય, વૃદ્ધવાદિસૂરિ, કુમારપાલ રાજા, બપ્પભટ્ટસૂરિ, માઘ કવિ, ધનપાલ પંડિત, રાજા ભોજ, અભયદેવસૂરિ, મલયગિરિ, વર્ધમાનસૂરિ અને જિનેશ્વરસૂરિ વગેરે જેવા મહાન વિદ્વાનો થઈ ગયા. જેની આરાધના, સાધના ઉપાસના દેવોએ પણ કરી છે. સૂતા એવા કવિઓને પણ જગાડીને મંત્રાલરો બતાવ્યા છે. માં ની લીલાને કોઈ જાણી શક્યું નથી તેણે મૂરખને પણ વિદ્વાન કર્યા છે. માં સરસ્વતીના વિવિધ નામાંથી તેના સ્વરૂપનું વર્ણન કર્યું છે. લક્ષ્મી-સરસ્વતીના સંવાદ રૂપે વર્ણવતાં કવિ લખે છે 'તુઝ વિણ નાંણો (પૈસા-ધન) પિણ નવિ ચાલેં, લખિમીને શિર તુંહી જ માલે’ લક્ષ્મીના મસ્તક પર પણ તે રાજ છે. ભક્તોને લક્ષ્મી માટે દેશદેશાંતરમાં, અડસઠ તીર્થમાં ભમવાની જરૂરત નથી, માતા સેવકની સંભાળ કરીને મનોવાંછિત પૂર્ણ કરે છે.
અંતમાં કવિ કહે છે ઘણું શું કહું જેના નાસ્થી છલ, ચેતર, ભૈરવ, ડાયણ, યક્ષ તથા યોગિણી પણ દૂર રહે છે. વિષમ રોગો પણ જેના નામ માત્રથી શાંત થાય છે અને વાંકી વેલા (આફતના સમયે) સેવકને સહાય કરે છે. માનો કોઈ પાર પામી શક્યું નથી.
કવિ (વિદ્વાન) પરિચય:- આ કૃતિની રચના પંડિત શ્રી વિનયકુશલ ગણિના શિષ્ય કવિ શ્રી શાંતિકુશલ ગણિએ કરી છે. પ્રસ્તુત કૃતિમાં કર્તાનો વિશેષ પરિચય ઉપલબ્ધ નથી પરંતુ અન્ય કૃતિઓમાં અંજનાસતી રાસ ગાથા-૬૦૬ (રચના સં.૧ ) તેમના દ્વારા રચિત ગોડી પાર્શ્વનાથ સ્તવન ગાથા-૩૨ ૨ચના. સં. ૧૬૬૭ અને ઝાંઝરિયા મુનિની સઝાય ગાથા-૧૦૨ રચના. સં. ૧૯૭૭ સનસ્કુમાર સક્ઝાય, ગાથા-૧૮, સં.૧૯૯૭ મળે છે.
જૈન ગુર્જર કવિઓ ભાગ-૩ પૃષ્ઠ-૧૩૪ માં વિદ્વાનની પરંપરા આ પ્રમાણે મળે છે. તપગચ્છનાયક શ્રી વિજયેસનસૂરિ શિષ્ય આ શ્રી વિજયદેવસૂરિના શિષ્ય પંડિત વિનયકુશલ ગણિના શિષ્ય શ્રી શાંતિકુશલ ગણિ. રચના કાલ:
પ્રસ્તુત કૃતિમાં વર્ષનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ વિદ્વાનની ઉપરોક્ત અન્ય કૃતિઓના વર્ષોનાં આધારે પ્રસ્તુત કૃતિનું અનુમાનિત રચના વર્ષ વિ.સં.૧૯૯૭ની આસપાસ મૂકી શકાય છે.
વિશેષતા- આ કૃતિ મૂલ અજારીમંડન મા સરસ્વતીના વર્ણનરૂપ ઐતિહાસિક કૃતિ હોય તેવું જણાય છે માટે જ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.
For Private and Personal Use Only