SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તપ્રત : એક પરિચય વિ.સં.૨૦૧૮-ફાગણ સંવત ૧પમીથી ૧૭મી સદી દરમ્યાનની જોવા મળે છે. અમુક પ્રતોનાં પ્રથમ તથા અંતિમ પૃષ્ઠો ઉપર પણ ખૂબ જ સુંદર રંગીન રેખાચિત્રો દોરાયેલાં જોવા મળે છે, જેને ‘ચિત્રપૃષ્ઠિકા'ના નામથી ઓળખવામાં આવે છે. ઘણી પ્રતોમાં પાર્થરેખાઓ પણ ખૂબ જ કલાત્મક રીતે બનાવવામાં આવતી હતી. સચિત્ર પ્રત: ચિત્રિત પ્રતોની પણ પોતાની અલગ જ વિસ્તૃત કથા છે. પ્રતોમાં મંગલસ્થાનીય એકાદ-બેથી માંડીને મોટા પ્રમાણમાં સુવર્ણ સહી તથા અન્ય વિવિધ રંગોથી બનાવેલ સામાન્યથી માંડી ખૂબ જ સુંદર અને સુરેખ ચિત્રો દોરાયેલા મળે છે. આલેખનની ચારે બાજુની ખાલી જગામાં વિવિધ પ્રકારની સુંદર વેલ-લતા-મંજરી તથા અન્ય કલાત્મક ચિત્રો પણ દોરાયેલ જોવા મળે છે. જૈન ચિત્રશૈલી, કોટા, મેવાડી, જયપુરી, બુંદી વગેરે અનેક ચિત્રશૈલીઓમાં ચિત્રિત પ્રતો મળે છે, ચિત્રશૈલી અને એમાં વપરાયેલ રંગો વગેરેના આધારે પણ પ્રતની પ્રાચીનતા નક્કી થઈ શકે છે. લેખન કાર્ય : સાધુઓ અને શ્રાવકો ભક્તિભાવથી વ્યાપક પ્રમાણમાં ઉત્તમ ગ્રંથલેખનનું કાર્ય કરતા હતા. ઘણા શ્રાવકો લહિયાઓ પાસે પણ ગ્રંથો લખાવતા હતા. કાયસ્થ, બ્રાહ્મણ, નાગ૨, મહાત્મા, ભોજક વગેરે જાતિના લોકેએ લહિયા તરીકે પ્રતો લખવાનું કાર્ય કર્યું છે. પ્રત લખનારને લહિયા કહેવાય છે. તેમને પ્રતમાં લખેલા અક્ષરો અંઘજે ગણીને મહેનતાણું ચૂકવવામાં આવતું હતું. લેખન સામગ્રી : પત્ર, કંબિકા, દોરો, ગાંઠ (ગ્રંથિ), લિપ્યાસન તાડપત્ર, કાગળ, કાપડ, ભોજપત્ર, અગરપત્ર વગેરે લિપિના આસન), છુંદણ, સાંકળ, સહી (મશી, મેસ, કાજળ), કલમ, ઓલિયા (કાગળ પર ઓળી-લીટી ઉપસાવવા માટે સરખાં અંતરે ખાસ ઢબથી બાંધેલા દોરાવાળું ફાંટિયું), ધૂંટી, જૂજવળ, પ્રાકાર વગેરે લેખન સામગ્રીનો ઉપયોગ થતો હતો. ગ્રંથ સંરક્ષણ : જૈન પ્રતલેખન અને સજાવટ પર એટલું ધ્યાન આપવામાં આવતું હતું કે એક વાર જોવા માત્રથી એવી સુઘડતા, સુંદરતાના આધારે જ ખબર પડી જાય કે આ જૈનપ્રત છે કે અન્ય. પૂર્વાચાર્યોએ જેટલું ધ્યાન લેખન પર આપ્યું તેટલું જ ધ્યાન સંરક્ષણ પર પણ આપ્યું. ગ્રંથોને રેશમી અથવા લાલ મોટા કપડામાં લપેટીને ખૂબ મજબૂતીથી બાંધીને લાકડા અથવા કાગળની બનેલ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવતા હતા. જ્ઞાનને જ. સમર્પિત જ્ઞાનપંચમી જેવા તહેવારો પર તે ગ્રંથોનું પ્રતિલેખન-પડિલેહન-પ્રમાર્જન કરવામાં આવતું હતું. ઢીલુબંધન એ અપરાધ તરીકે સમજવામાં આવતું હતું. પ્રતોના અંતમાં પ્રતિલેખન સંલગ્ન મળતા વિવિધ શ્લોકમાંથી એક અતિ પ્રચલિત લોકમાં ખાસ ચેતવણી આપવામાં આવેલ છે કે ‘રક્ષેતુ શિથિલબંધનાતુ'. આ જ રીતે પાણી, ખનિજ, અગ્નિ, ઉદર, ચોર, મૂર્ખ તથા પર-હસ્તથી પ્રતની રક્ષા કરવાની ચેતવણીઓ પણ મળે છે. ક્યારેક પોતાના હાથે ખૂબ જ મહેનતથી લખાયેલ પ્રત પ્રત્યેની લાગણીઓ પ્રતિલેખક આ શ્લોકો પડ્યો દ્વારા પ્રગટ થતી જોવા મળે છે. પ્રત વાંચતી વખતે એને પૂંઠામાં સાચવીને રાખવામાં આવતી તેમ જ વાંસની ઝીણી પીઓથી બનાવેલ સાદડી જેવી કવળીમાં ગ્રંથને સુરક્ષિત લપેટીને રાખવામાં આવતો. કહેવાય છે કે મુદ્રણયુગ આવવાથી ગ્રંથોના અભ્યાસુઓ માટે ખૂબ સવલતો ઊભી થઈ છે. જેમાં ગ્રંથ ઉપલબ્ધતા, શ્રેષ્ઠ સંપાદન વગેરે પાસાંઓ એક મહત્ત્વપૂર્ણ તથ્ય છે પરંતુ વાચકો માટે અત્યંત ઉપયોગી એવી વિભક્તિ-વચન સંકેત જેવી ઉપરોક્ત સવલતો સાથે એક પણ પ્રકાશન થયેલ જોવા મળતું નથી. મુદ્રણકળાએ ગ્રંથોની સુલભતા અવશ્ય કરેલ છે પરંતુ ક્યાંક એ ભુલાઈ જાય છે કે સુલભતાનો મતલબ સરળતા એટલે કેમહાપુરુષોના ગ્રંથગત કથનના એકાંત કલ્યાણકારી યથાર્થ હાર્દ સુધી પહોંચવું-નથી થતો; સરળતા તો એકાગ્રતા, પુરુષાર્થ અને સમર્પણથી પ્રાપ્ત ગુરુકૃપાનું જ પરિણામ હોઈ શકે છે... For Private and Personal Use Only
SR No.525264
Book TitleShrutsagar Ank 2012 03 014
Original Sutra AuthorN/A
AuthorB Vijay Jain
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy