SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃતસાગર-માર્ચ, ૨૦૧૨ સમાચાર જેના દ્વારા પ્રસ્તુત ૪ D.V.Dના સંપુટનો સંઘાર્પણ સમારોહ અમેરિકા સ્થિત જૈના સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક વખત જૈન સાહિત્યના મહત્વના પુસ્તકો, સામયિકો, લેખો, ગ્રંથો વગેરેને સ્કેન કરીને કમ્યુટર-ઈન્ટરનેટ દ્વારા જિજ્ઞાસુજનો માટે સુલભ બનાવવામાં આવી રહ્યા છે. આ શૃંખલામાં ૨ વરસ પહેલા ૪ D.V.Dનાં એક સુંદર સંપુટ પાટણ ખાતે પૂજ્ય શ્રુતવારિધિ મુનિશ્રી જંબૂવિજયજી મ.ની સ્મૃતિમાં એમના શિષ્યો મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા પંન્યાસશ્રી પુંડરિકરત્ન વિજયજી આદિ સાધુ-સાધ્વી અને ચતુર્વિધ સંધની હાજરીમાં શ્રી સંઘને અર્પણ કરવામાં આવ્યો હતો.. એવો જ બીજો સંપુટ જેમા D, V.Dનું પ થી ૮ નું સંકલનું છે અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના જિનાલયના રજતજયંતિ મહોત્સવ પ્રસંગે તા. પ-૨-૧૨ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અમૃતસાગરસૂરિજી મ.સા. તથા પૂજય આચાર્યભગવંતશ્રી કલ્યાણ બોધિસૂરિજી મ.સાહેબ આદિ મુનિ ભગવંતોની નિશ્રામાં સંઘાર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈન સંધના અગ્રણી શ્રી શ્રેણિકભાઈ લાલભાઈ, શ્રી સંવેગભાઈ લાલભાઈ, શ્રી સુધીરભાઈ મહેતા, શ્રી પ્રેમલભાઈ કાપડીયા વગેરે મહાનુભાવો તથા સુપ્રતિષ્ઠિત પ્રજ્ઞાપુરુષો પદ્મભૂષણ શ્રી મધુસૂદનભાઈ ઢાંકી, શ્રી સાગરમલજી જેન જેવા ખ્યાતિપ્રાપ્ત વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના મુખપત્ર કૃતસાગરના નવીનતમ અંક સાથે એનું પુન:પ્રકાશન કરીને શ્રી સંઘને સમર્પિત કરવામાં આવ્યું હતું. જેના સંસ્થા તરફથી શ્રી રમેશભાઈ દોશીએ જ્ઞાનમંદિરને પ૧ હજારનો ચેક અર્પણ કર્યો હતો. કેન્દ્ર તરફથી મહેમાનોની સાધર્મિક ભક્તિ કરવામાં આવી હતી. આચાર્ય કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ખાતે ફેબ્રુઆરી-૨૦૧૨ દરમ્યાન થયેલી પ્રવૃત્તિઓ નવા આવેલ પુસ્તકો – ૭૩૦ (ભાષા પ્રમાણે) પ્રાકૃત-૧૯, સંસ્કૃત-૨૫, ગુજરાતી-૫૪૭, હિંદી-૧૨૭, અંગ્રેજી-૧૨, ૬૩ વાચકોને ૩૯૧ પુસ્તકો ઈશ્ય કર્યા. આ મહિના દરમ્યાન ૯૦૨ યાત્રિકો તથા જિજ્ઞાસુ મહાનુભાવોએ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી. આગમ સાહિત્ય તથા અન્ય જૈન સાહિત્ય ઉપર સંશોધન, વાચન અને માર્ગદર્શનરૂપ કાર્ય કરનારા પૂજ્ય સાધુસાધ્વીજી મ.સા. તથા અન્ય વિદ્વાનોને જ્ઞાનમંદિર તરફથી ૪૭ ગ્રંથોમાંથી ૯૮૬ પેજ સ્કેન પ્રીન્ટ કરીને આપવામાં આવ્યાં. તપોવનથી પધારેલા મુનિરાજશ્રી ગુણવંતવિજયજી મ.સા. દ્વારા પૂજય સાધુ-સાધ્વીજી મસા. માટે તૈયાર કરાતા વિવિધ પાઠ્યક્રમો માટે અલગ-અલગ વિષયોના પ્રાર્ટીન તથા અર્વાચીન સાહિત્યના અંદાજીત રપ૦૦-૩૦૦૦ પુસ્તકો આપવામાં આવ્યાં. સંસ્થામાં સંગ્રહિત આપણા શ્રીસંઘના માટે અમૂલ્ય વારસારૂપ તમામ હસ્તપ્રતાના સ્કેનિંગ માટેનું મહત્ત્વકાંક્ષી આયોજન ચાલી રહ્યું છે. જેની અંતર્ગત ગત માસ દરમ્યાન કોમ્યુટર વિભાગ દ્વારા ૧૫,૪૫૦ જેટલી હસ્તપ્રતોના ૮૦,000 પાનાઓનું સ્કેનીંગ કાર્ય કરવામાં આવ્યું. પ્રાકૃત ભાષાના પ્રારંભિક વર્ગો સીટી સેન્ટર ખાતે તા. ર૯.૦૧.૧૨ના દિવસથી સવારે ૯.૦૦ થી ૧૧.૩૦ દરમિયાન પ્રાકૃત ભાષાના પ્રાથમિક વર્ગોનો પ્રારંભ થયો છે. આ વર્ગમાં ૨૦ જેટલાં ભાઈ-બહેનો જોડાયાં છે. જેમાં ૧૦ વર્ષથી પ્રારંભ કરીને ૮૨ વર્ષની ઉંમરના અભ્યાસકોનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમના વર્ગો પંડિત શ્રી કુણાલભાઈ કપાસી લઇ રહ્યા છે. શ્રી કૃણાલભાઈ પાટણ ખાતેની શ્રી હેમચંદ્રાચાર્ય યુનિર્સિટીની કોલેજમાં પ્રાકૃતના વ્યાખ્યાતા છે. આ વર્ગો માટેના ઉપયોગી પાઠ્યપુસ્તકોના ૨૦ સેટ પ. પૂ. વિદુષી સાધ્વીજી ચંદનબાલાશ્રીજીની પ્રેરણા અને સભાવ સભર પ્રયત્નોથી પ.પૂ.સુયશચંદ્રવિજયજી મ.સા. (પાલીતાણા તરફથી ભેટ મળ્યા છે. આ પુસ્તકોના પ્રકાશનમાં શ્રી નવીનચંદ્ર જગાભાઈ શાહ પરિવારનો ફાળો છે. આ જ પરિવારના શ્રીમતી ફાલ્ગનીબેન તરફથી અધ્યયન કર્તાઓને સગવડતા રહે તે માટે ૨૫ ખુરશીઓ પણ સીટી સેન્ટરને ભેટરૂપે પ્રાપ્ત થઈ છે. આ વર્ગોનું આયોજન અને સંચાલન સંસ્થાના વરિષ્ઠ સલાહકાર શ્રી બી. વિજય જેન કરી રહ્યા છે. કાર નાદ શિબિર આચાર્યદેવશ્રી અરૂણોદયસાગરજી મ. સા.ની પ્રેરણાથી અરૂણોદય ફાઉન્ડેશન દ્વારા ૐકાર નાદ સંબંધિત 3 દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રાજનભાઈ દોશીએ સાધકોને તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંયોજન શ્રી મહાવીરભાઈ ગાંધીએ કર્યું હતું. For Private and Personal Use Only
SR No.525264
Book TitleShrutsagar Ank 2012 03 014
Original Sutra AuthorN/A
AuthorB Vijay Jain
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy