________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
આંખોની તપાસ ૩૮ દાંતની સારવાર ૩૬
શ્રી મહાવીર જૈન આાધના કેન્દ્રના સમાચાર
સંસ્થામાં આયોજીત સર્વ રોગ નિદાન-સારવાર શિબિર
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાનાઉપક્રમે રજત જયન્ત મહોત્સવ અંતર્ગત તા. ૨૯-૧-૨૦૧૨ના દિવસે સંજીવની હેલ્થ એન્ડ રીલીફ કમિટિ, અમદાવાદના સહયોગથી વિનામૂલ્યે સર્વ રોગ નિદાન સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદની સંજીવની સંસ્થાના ડૉ. પંકજભાઈ શાહના નેતૃત્વમાં આઠ ડૉક્ટર્સ તથા અન્ય સયગીઓની ટીમ આ કાર્યક્રમ માટે સવારે ૯.૧૫ કલાક આવી હતી. ૧૦ વાગ્યાથી પ્રારંભાએલી આ શિબિરમાં સહુ પ્રથમ સંસ્થા વતી કારોબારી સભ્યશ્રી રજનીબાઈ શાહે બધાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંજીવની સંસ્થાના સક્રિય કાર્યકર દિવંગત હેમન્તભાઈ કાપડિયાને ડૉ. પંકજ શાહે શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારબાદ ડૉક્ટરોએ શિબિરની શરૂઆત કરી હતી, સર્વ પ્રથમ શિબિરાર્થીઓનું રજીસ્ટેશન કરવામાં આવતું હતું. સારવારની અંતર્ગત આંખોના વિશેષજ્ઞ, દાંતના વિશેષજ્ઞ, હૃદય રોગના વિશેષજ્ઞ તથા અન્ય જનરલ ફિઝિશિયન વગેરેની દેખરેખમાં લગભગ ૩૦૦ જણાનું રજીસ્ટ્રેશન થયું હતું. શિબિર અંતર્ગત નીચે પ્રમાણે સારવાર આપવામાં આવી હતી.
ચશ્મા આપવામાં આવ્યાં ૪૫ ઇસીજી (કાર્ડિયોગ્રામ) ૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૬૮-ફાગણ
ડાયાબિટીસ ટેસ્ટ
જનરલ તપાસ
૬૬
૨૩૬
કુલ
૪૩૮
દરેક શિબિરાર્થીને જરૂરી દવાઓ, સલાહ સૂચન, ભવિષ્ય માટે જરૂરી નોંધોની સાથે બિસ્કિટ તથા સીંગદાણાના પેકેટ પણ આપવામાં આવ્યા હતાં. આ તમામ લાભ સિંગાપુર નિવાસી શ્રી નિમિષભાઈ પ્રવિણચંદ્ર શાહ પરિવારે લીધો હતો.
સંસ્થા તરફથી ડૉક્ટરો તથા તેમની સમગ્ર ટીમ માટે ચા-પાણી તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શિબિરનું આયોજન સર્વ શ્રી બી. વિજય જૈનની દેખરેખ હેઠળ થયું હતું.
યાત્રિકોનું આગમન
For Private and Personal Use Only
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાતીર્થ ખાતે ફેબ્રુઆરી માસમાં દરમ્યાન ૧૦ જુદા-જુદા સંઘો પધાર્યા હતા કુલ ૧૫૦ જેટલા યાત્રિક ભાઈ-બહેનોએ પરમાત્મ દર્શન, પૂજન, આરાધના, ભક્તિ કરીને પોતાના જીવનની પળોને ધન્ય બનાવી હતી આ દિવસો દરમ્યાન લધુ-શાંતિ સ્નાત્ર પુજન, સિદ્ધચક્રપૂજન, ભક્તામર પુજન, પંચકલ્યાણકપૂજ, સ્નાત્રપૂજા વગેરે દ્વારા પ્રભુ ભક્તિ કરવામાં આવી હતી.
રજતજયંતિ મહોત્સવ
તા. ૨૪.૦૧.૧૨, મંગળવાર મહાવદ ૧૦ થી મહાસુદ ૧૪ મંગળવાર તા. ૦૭.૦૨.૨૦૧૨ દરમ્યાન સંસ્થાના શ્રી મહાવીર જિનાલયની સ્થાપના તથા પ્રતિષ્ઠાને ૨૫ વર્ષની પૂર્ણાકૃતિ તથા પ. પૂ. આચાર્ય શ્રી અમૃતસાગરસૂરીશ્વરજી મ.સ. ના જીવનના ૬૧ વરસમાં પ્રવેશ નિમિત્તે ૧૫ દિવસીય પ૨માત્મ્ય ભક્તિ મહોત્સવનું માયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જુદાજુદા મહાનુભાવો તરફથી વીશસ્થાનમહાપૂજન, લધુ શાંતિસ્નાત્ર અઢાર અભિષેક ઇત્યાદિ વિવિધ મહાપૂજનો તથા અન્ય પુજાઓ રાખવામાં આવી હતી. આ મહોત્સવ દરમ્યાન નૂતન દીક્ષિત મુનિશ્રી શ્રમણપદ્મસાગરજીની વડી દીક્ષા પણ રાખવામાં આવી હતી.
મહોત્સવ દરમ્યાન ગીત-સંગીતમયી પરમાત્મ ભક્તિ માટે શ્રી કિરીટભાઈ ઠક્કર પધાર્યા હતા.
તા. ૦૬ ૦૨.૧૨ના દિવસે જિનાલયની વરસગાંઠ નિમિત્તે દેરાસરના ત્રણે શિખરો ઉપર નવી ધ્વજા ચઢાવવામાં આવી હતી. સાથે જ રત્નમંદિર તથા ગુરૂમંદિર ઉપર પણ ધ્વજાઓ ચઢાવવામાં આવી હતી. ધ્વજારોહણના આ પ્રસંગે પૂ. આચાર્ય ભગવંતના શિષ્ય યુવા ઉર્જસ્વી ગણિવર્યશ્રી નવપદ્મસાગરજી મ. સા.પણ પધાર્યા સંતા. ધ્વજારોહણ બાદ તેઓશ્રીનું મંગલ પ્રવચન રાખવામાં આવ્યું હતું. ટ્રસ્ટ મંડલ તરફથી પુજ્ય ગુરુભગવંતોને કામળી વહોરાવવામા આવી હતી.