________________
पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान
• महोत्सव विशेषांक
થાય. સિદ્ધશિલા અને ઉપરની લીટી - સિદ્ધનાં જીવોની સૂચક છે.
૧૭. નૈવેદ્ય પૂજા શા માટે ?
હે અણાહારી ! આપ એવા સ્થાનમાં બિરાજ્યા છો, જ્યાં આહારની જરૂર જ પડતી નથી. હું આપની પાસે નૈવેદ્ય ધરૂં છું, મારી આહારસંજ્ઞા દૂર થાય. આહા૨સંજ્ઞાના પાપે ભવોભવ રઝળ્યો છું. એકપણ ભવ એવો નથી ગયો, હું ખાધા વિનાનો રહ્યો હોઉં છતાં આ જીવ હજી ધરાયો નથી. પ્રભુ શુ વાત કરૂં ? મેં ખા- ખા કર્યું છે. પ્રભુ ! આપને વિનંતી કરુ છું કે મારી આહાર સંજ્ઞા જ નાશ પામે. મને કોઇ ભોજનમાં રાગ-દ્વેષ ન થાય. વહેલી તકે અણાહારી પદ પામું. ૧૭. ફળપૂજા શા માટે ?
હે, પરમાત્મન્ ! વૃક્ષનું અંતિમ સંપાદન ફળ હોય છે. તેમ આપની ફળ પૂજાના પ્રભાવે મને પણ મારી પૂજાના અંતિમ ફળરૂપે મોક્ષફળ પ્રાપ્ત થાઓ. ૧૮. પૂજાનું ફળ શું ?
સવારે કરેલી પૂજા મધ્યાન્હે કરેલી પૂજા સંધ્યાએ કરેલી પૂજા પ્રભુ દર્શન પૂજનનો પ્રભાવ -
૧. પરમાત્માના દર્શન કરવા જવું- એવી ઇચ્છા કરનાર
૨. દર્શન કરવા ઊઠવાની તૈયારી કરતા
૩. દર્શન કરવાનો નિશ્ચય કરતા
૪. માર્ગમાં જયણાપૂર્વક દેરાસર તરફ જતા
૫. અડધા માર્ગે ભાવોલ્લાસથી પહોંચતા ૬. જિનમંદિરને જોતાં
૭. જિનમંદિરે ભાવોલ્લાસથી પહોંચતા
૮. ગભારાના દ્વાર પાસે પહોંચી નમો જિણાણું ઉચ્ચારતા
૯. ત્રણ પ્રદક્ષિણા દેતા
૧૦. જિનેશ્વર ભગવાનનું પ્રમાર્જન કરતાં
૧૧. સ્વદ્રવ્યથી એકાગ્રચિત્તે અષ્ટપ્રકારી પૂજા કરતાં ૧૨. જિનેશ્વરો આગળ ગીત - વાજિંત્ર નૃત્ય કરવાથી ૧૩. ચૈત્યવંદનાદિ ઉત્કૃષ્ટ પરિણામે ભાવપૂજા કરતા
રાત્રિના પાપોનો નાશ કરે છે. આજન્મના પાપો નાશ કરે છે.
સાત જન્મના પાપોનો નાશ કરે છે.
ફળ
એક ઉપવાસ
બે ઉપવાસ
162
ત્રણ ઉપવાસ
ચાર ઉપવાસ
પંદર ઉપવાસ એક મહિનાના ઉપવાસ
છ મહિના ઉપવાસ
એક વર્ષના ઉપવાસ
સો વર્ષના ઉપવાસ
સો ગણું ફળ
એક હજાર વર્ષ ઉપવાસ અનંત ગણું ફળ
અનંત વર્ષના ઉપવાસનું ફળ
ભગવાનને સામે રાખવા તે સમ્યક્ દર્શન ગવાનને સાથે રાખવા તે - સમ્યક્ જ્ઞાન ભગવાનમય જીવવું તે – સમ્યક્ ચારિત્ર
- સાભાર ‘સ્વાધ્યાય સંચય