SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ભાવપૂજા કોને કહેવાય ? પરમાત્માની સામે કરાતા - સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન, ગીત ગાન,. સ્તોત્રપાઠ વગેરે. ૭. જળપૂજા શા માટે ? पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान • महोत्सव विशेषांक હૈ ! દેવાધિદેવ ! આપના દ્રવ્યમેલ - ભાવ મેલ બંન્ને ધોવાઇ ગયા. પરન્તુ કે, મારા નાથ ! તને નવડાવીને હું મારા કર્મમેલને ધોઈને નિર્મળ બનું. સંસારના કારણરૂપ જળ, અગ્નિ, સ્ત્રીના સંસર્ગથી મુક્ત બની શાશ્વતસુખનો સ્વામી બનું. ૮. ચંદનપૂજા શા માટે ? હે પરમાત્મન્ ! મોહનીય કર્મનો નાશ કરીને આપે આત્મામાં શીતળતા પ્રસરાવી દીધી છે. પરંતુ હે, મારા નાથ ! મારો આત્મા વિષય કષાયની અગ્નિથી સળગી રહ્યો છે. આપને આ ચંદનની શીતળતા અર્પીને મને આત્મિક શીતળતા-સૌરભતા અને સમરસની શીતળતા આપો. ચંદનપૂજા શિયાળામાં કેસરનું પ્રમાણ વધારે બરાસ ઓછું. ઉનાળામાં બરાસનું પ્રમાણ વધારે કેસરનું પ્રમાણ ઓછું. ચોમાસામાં બરાસ અને કેસર સરખા પ્રમાણમાં વાપરવા. ૯. પુષ્પપૂજા શા માટે ? હે પ્રભુ ! પુષ્પ અર્પિત કરીને હું આપની પાસે સુમન એટલે સુંદર મન માંગી રહ્યો છું. આપના અંગે ચઢતા પુષ્પને જેમ ભવ્યત્વની છાપ મળે છે, તેમ મને પણ સમ્યકત્વની છાપ મળો. ૧૦. ધૂપ પૂજા શા માટે ? હે પરમાત્મન્ ! આ ધૂપની ઘટા જેમ ઊંચે જાય છે તેમ મારે પણ ઉર્ધ્વગતિ પામી સિધ્ધશિલા પ્રાપ્ત કરવી છે. હે તારક! આપ મારા આત્માની મિથ્યાત્વરૂપી દુર્ગંધ દૂર કરીને, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરનારા થાઓ. ૧૧. દીપક પૂજા શા માટે ? હે પરમાત્મન્ ! આ દ્રવ્યદીપકનો પ્રકાશ ધરીને હું આપની પાસે મારા અંતરમાં કૈવલ્ય જ્ઞાનરૂપી ભાવદીપક પ્રગટે અને અજ્ઞાનનો અંધકાર મટી જાય એવી પ્રાર્થના કરૂં છું. ૧૨. ચામરપૂજા શા માટે ? હે પરમાત્મન્ ! આ ચામર આપણા ચરણોમાં નમીને જેમ તરત જ પાછો ઊંચે જાય છે, તેમ હે રાજરાજેશ્વર ! આપના ચરણમાં લળી લળીને નમનારો હું ઊર્ધ્વગતિ પામું. ‘જિનજી ચામર કેરી હાર ચલંતી એમ કહે રે લોલ, જિનજી જે નમે અમર પરે તે ભવિ ઉર્ધ્વગતિ લહે રે લોલ. ૧૩. દર્પણ પૂજા શા માટે ? દર્પણમાં ૫૨માત્માનું મુખ જોઈને હે વિમલદર્શન પરમાત્મા ! જેવું આપનું આત્મસ્વરૂપ છે એવું મારૂં આત્મસ્વરૂપ છે. હું પણ આપના જેવો વીતરાગી બની જાઉં. ૧૪. અક્ષત પૂજા શા માટે ? હે પરમાત્મન્ ! આપની સન્મુખ શુદ્ધ અખંડ અક્ષતનો નંદાવર્ત સાથીયો આલેખીને અક્ષત - ક્યારે પણ નાશ ન પામે તેવું સિદ્ધશિલાનું પરમધામ મને પ્રાપ્ત થાઓ. આ અક્ષત જેમ વાવ્યા છતાં ઊગતા નથી તેમ મારે પણ સંસારમાં પુનઃ જન્મ પામવો નથી. ૧૫. સાથીયો શા માટે ? સંસારભ્રમણાની ચારગતિને દૂર કરવા. ત્રણ ઢગલી - જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના દ્વારા સિદ્ધશિલામાં વાસ 161
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy