SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी રરરરે€ €77 महोत्सव विशेषांक શ્રાવક સંઘ પ્રગતિ વિચાર આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી ૧. ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડામાં વહેંચાયેલા શ્રાવક-શ્રાવિકાઓ, સ્વગચ્છીય સાધુ-સાધ્વીઓની પ્રગતિ થાય એવા ગચ્છનાયક-આચાર્યાદિ જે ઉપાયો બતાવે, તે ઉપાયો પ્રમાણે પ્રવર્તવા પ્રયત્નશીલ રહેવું. ૨. શ્રાવકો અને શ્રાવિકાઓએ સ્વધર્મીઓની સંખ્યા વધે એવા ઉપાયોને આચાર્યાદિની અનુજ્ઞાપૂર્વક ગ્રહણ કરવા. જૈન કોમની સંખ્યાવૃદ્ધિમાં પ્રતિબંધક એવી પ્રવૃતિઓને હટાવવી અને જૈન કોમની સંખ્યા વધે તથા જૈનોમાં પરસ્પર સંપ, વિશાળ દૃષ્ટિ અને સહાય મળે એવા વિચારો ફેલાવવા પ્રયત્ન કરવો. ૩. ગુરૂ કુળો વગેરેની સ્થાપના કરીને જૈન બાળકોને ધર્મસંસ્કારપૂર્વક ઉત્તમ કેળવણી આપવા પ્રયત્ન કરવો. ૪. સ્વગચ્છ આચાર્યાદિની તથા મહાસંઘના ગૃહસ્થ નેતાઓની સાથે ઐક્યભાવ ધારણ કરીને શ્રાવક- શ્રાવિકાઓએ | જૈનધર્મની સેવામાં અપ્રમત્તપણે આત્મભોગ આપવા તત્પર થવું. ૫. સ્વગચ્છના આચાર્યના પ્રમુખપણા નીચે સાધુ-સાધ્વીઓ. શ્રાવક-શ્રાવિકાઓ, ગચ્છ અને સંઘો ભેગો મળી પરસ્પર પ્રગતિના વિચારો કરે તેવી વ્યવસ્થા શ્રાવક-શ્રાવિકાઓએ કરવા યોગ્ય છે. તે માટે આચાર્ય- સાધુઓને વિજ્ઞપ્તિ કરી વાર્ષિક ગચ્છપરિષદ્ કરવી. ૯. જૈનોનાં બાળકો ભણે એવી જૈન કોલેજો ઉઘાડવી જોઇએ અને સર્વ જૈનોનું એક્ય થાય તથા તેઓની પ્રગતિ થાય, એવું તેમાં ધાર્મિક શિક્ષણ આપવું જોઇએ કે જેથી મહાસંઘના પ્રત્યેક અંગની ભવિષ્યમાં પુષ્ટિ તથા પ્રગતિ બની રહે. ૭. સર્વ ગચ્છમતાદિભેદ વિશિષ્ટ શ્રાવકો-શ્રાવિકાઓએ વર્ષે વર્ષે અમુક તીર્થસ્થળે એક મહાસંઘ મેળવવો જોઇએ. સર્વ ગચ્છના આચાર્યો-ઉપાધ્યાયો, સાધુ-સાધ્વીઓને તેમાં બેસવાની યથાયોગ્ય વ્યવસ્થા કરવી અને સર્વ સાધુ-સાધ્વીઓને એકઠા થવા વિજ્ઞપ્તિ કરવી. જેઓ ભેગા થાય તેઓમાં ઐક્ય વધે એવા તાત્કાલિક જે ઉપાયો કરવા યોગ્ય હોય તે કરવા તથા ચતુર્વિધ મહાસંઘ વર્ષોવર્ષ અગર વર્ષે બે વર્ષે મળી પ્રગતિ માટે પ્રયત્ન કરે એવા ઉપાયો કરવા. ધ ભરવામાં આવે તેમાં ભેદત્તડ વગેરે પડ્યા હોય તેને શમાવવા જૈનોની અગ્રગણ્ય કમિટી નીમવી જૈનોની સંખ્યા શાથી ઘટે છે. તેના ઉપાયો શોધી જૈનોની પ્રગતિ થાય એવા ઠરાવો પસાર કરાવી તે પ્રમાણે વર્તવું. ૯. શ્રાવક-શ્રાવિકાઓએ સાંસારિક કેળવણીની અભિવૃદ્ધિ થાય, એવી સ્કોલરશીપોની વ્યવસ્થા કરવી. ૧૦. જૈન વ્યાપારની વૃદ્ધિ થાય, એવા ઉદ્દેશથી વ્યાપારિક કોન્ફરન્સો ભરવી. ૧૧. શ્રાવક-શ્રાવિકાઓએ પરસ્પર એક બીજાને સહાય કરવી. આ માટે પારસીઓની પેઠે મોટા ફંડની સ્થાપના કરવી. આ | ફંડમાંથી જેને જેટલી ધનસહાયતાનો ખપ હોય, તેટલી તેને નિયમપૂર્વક આપવી. ૧૨. જૈનોના ઝઘડા જૈનો શાન્ત કરે, એવી મહાસંઘના અગ્રગણ્યો દ્વારા વ્યવસ્થા કરાવવી. ૧૩. જમાનાને અનુસાર જૈનોની વ્યાવહારિક અને ધાર્મિક પ્રગતિ થાય એવા માર્ગે જૈનોની લક્ષ્મી ખર્ચાય એવી વ્યવસ્થા કરવી. વર્તમાન સમયમાં લક્ષ્મીનો જે માર્ગ વ્યય ન કરવા જેવો હોય તે માર્ગે વ્યય થતો અટકાવવો. ૧૪. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય વગેરે જે ખાતાંઓ ભારતવર્ષમાં ગામો, શહેરો અને તીર્થસ્થળોમાં ચાલતાં હોય તેઓને પરસ્પર અમુક વ્યવસ્થિત નિયમોથી જોડી તેઓને એક મહાસત્તા તળે રાખવાં અને તે ખાતાઓની વ્યવસ્થા ચલાવીને સર્વ ખાતાઓ સુધારવા. ૧૫. આચાર્યો, ઉપાધ્યાયો, પંન્યાસો, સાધુઓ-સાધ્વીઓને વિહારની સગવડતા કરી આપવી અને તેઓની સેવા ભક્તિમાં સર્વત્ર સર્વ શ્રાવકો ઉપયોગી રહે એવો બંદોબસ્ત કરવો. ૧૬. હાનિકારક રિવાજોને અટકાવી, કુરિવાજોનો ત્યાગ કરવો. સર્વત્ર જૈનોની પ્રગતિ થાય એવા ઠરાવો કરાવવાં તે પ્રમાણે વર્તવાના પ્રયત્નો કરવાં. ૧૭. જૈન સાધુઓ-સાધ્વીઓની અવહેલના, નિંદા કરનારાઓને અટકાવવા પ્રયત્ન કરવો. ૧૮. ગરીબ જૈનોને વ્યાપારાદિક વડે ખાનગીમાં સહાય કરવી અને જૈન ગણાતો મનુષ્ય કોઇપણ સ્થાને ભીખ માગતો ન ફરે એવાં જૈનાશ્રમો સ્થાપવાં. 155
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy