SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक ગચ્છનાયક આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી દિલાવરસિંહ પી. વિહોલ તપાગચ્છના મહાન અધિનાયક, જગતગુરૂ આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરના શિષ્ય ઉપાધ્યાય શ્રી સહજસાગરજી, મહાશ્રમણની પટ્ટપરંપરામાં શ્રી નેમીસાગરજીના શિષ્ય શ્રમણશ્રેષ્ઠ શ્રી રવિસાગરજી થયા. તેમના શિષ્ય મુનિ પુંગવ શ્રી સુખસાગરજી અને તેઓશ્રીના શિષ્ય યૉગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી થયા. તેઓશ્રી વીસમી સદીના મહાન યૉગી અને શાસ્ત્રવિશારદ હતા. તેમની પાટ પર પ્રશાન્તમૂર્તિ આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી આવ્યા. તેઓશ્રીના તપસ્વી શિષ્ય મુનિ પ્રવરશ્રી જિતેન્દ્રસાગરજીની ગૌરવશાળી પરંપરાના ઉજવળ નક્ષત્ર સમાન હતા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ થયા. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીનો જન્મ પંજાબમાં લુધિયાણાની નજીક જગરાંવ ગામમાં થયો હતો. આપ શ્રી લાહોર વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક બન્યા હતા. સત્યના અન્વેષક અને ઉત્કૃષ્ઠ વૈરાગ્યની પ્રતિમૂર્તિ સમાન પૂજ્યવર સામે કુટુંબીઓ દ્વારા વૈવાહિક બંધનમાં બાંધવા જેવા અનેક અવરોધો ઊભા કરાયા હતા. છતાં તેઓએ અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરીને જીવનને અધ્યાત્મની પરમ સાધનામાં લગાવ્યું, પ્રબળ આત્મવિશ્વાસના સ્વામી અને વાત્સલ્યના નિધાન. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિશ્વરજી મહારાજે જ્ઞાન, દર્શન, ચારિત્રની અદ્ભુત સાધના કરી. સમકાલી સેંકડો સાધુ-સાધ્વીજીઓ અને હજારો શ્રાવક-શ્રાવિકાઓને અપાર પ્રેરણા આપી હતી. તત્કાલીન જૈનશ્રમણ સંધ પૂજ્યશ્રીની ગ્રહણ નિષ્ઠા. ચારિત્ર અને ગીતાર્થતાની ઊંચી સૂઝ-બુઝનો અનુરાગી હતો. તે સમયના જિનશાસનના અનેક પ્રસંગો અને નિર્ણયો એઓશ્રીની પ્રતિભાથી પ્રભાવિત થયા હતા. અલ્પવાસી, મહાસંયમી આચાર્ય પ્રવર પ્રારંભથી જ ઇન્દ્રિય વિગ્રહના અજોડ સાધક હતા. સયંમીની નજરો હંમેશા નીચે હોય એવી આગમવાણી, વાણીના જીવન પ્રતિક રૂપે તેઓશ્રી લોક હૃદયમાં પ્રતિષ્ઠિત હતા. પૂજ્યશ્રીની નિસ્પૃહતા એટલી બધી વ્યાપક અને ઊંડી હતી કે જિનશાસનની બહુવિધ પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેવા છતા પણ તેમનામાં નિવૃત્તિનું સંગીત નિરંતર ગુંઝાયમાન રહેતુ હતું અને મહાન કાર્યો સંપાદિત કરાવવા છતા તેઓ શ્રી ને ક્યારે કર્તાભાવ સ્પર્શી શક્યો ન હતો. પૂજ્યપાદની ગુણાનુરાગી વૃતિનો જ એ પ્રભાવ હતો કે વિભિન્ન જૈન ગચ્છો અને સમુદાયના સેંકડો સાધુ-સાધ્વીજીઓ એમની પાસેથી માર્ગદર્શન લેતા હતા. શ્રી સીમધરસ્વામી ભગવાનનાં પરમ ઉપાસક આચાર્યશ્રી ની સત્ પ્રેરણાથી મહેસાણા સ્થિત ઐતિહાસિક સીંમધરસ્વામી જીનાલય ભવ્યતા સાથે નિર્મિત થયું. દેવદ્રવ્ય આદિની સુદ્ધતા માટે તેઓ શ્રી વિશેષ જાગૃત હતા. અનેક જૈન સંઘો પૂજ્યશ્રી થી ઉપકૃત બન્યા છે અને તે સંઘોના જીનમંદિર, ઉપાશ્રય, આયંબીલશાળાઓ તથા ધાર્મિક પાઠશાળાઓ પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્માણ પામ્યા છે. આચાર્યશ્રીનું આ યોગદાન આજે અનેક સંઘોની અમુલ્ય ધરોહર છે. અનેક મુમુક્ષોના પ્રવજ્યા પ્રદાતા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિશ્વર મહારાજને શ્રમણ-શ્રમણિકઓના સયંમ જીવનાના યોગક્ષેમ અને ઉત્કર્ષોની અત્યંત ખેવના હતી. તે માટે તેઓ પ્રતિપલ પ્રયત્નશીલ રહેતા હતા સર્વજન સન્માનનીય વ્યકિતિત્વના સ્વામી પૂજ્યશ્રી એ સંયમજીવનના વર્ષોમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બંગાળ અને બિહાર पाँच इन्द्रियों के विषयों को रोकनेवाले, नव प्रकार की ब्रह्मचर्य की गुप्ति के धारक, चार कपाय से रहित, पंच महाव्रत युक्त, पंचाचार पालक, पाँच समिति से समित एवं तीन गुप्ति के धारक आचार्यों को भावभरी वंदना. • सौजन्य भणसाली एन्ड कंपनी, कीर्तिलाल के. भणशाली परिवार, मुंबई 9
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy