________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ પદ્મસુધા ૦
પરમાત્માના દ્વારે જઇને આપણે યાચના કરવી જોઈએઃ મારે સંસારની સમૃદ્ધિ નથી જોઈતી, મારી કોઈ કામના નથી, દરિદ્રતા નથી. હુ ભિખારી બનીને તારા દ્વારે નથી આવ્યો, કોઈ પણ કામના લઇને તારી પાસે નથી આવ્યો. મારી એક જ ઇચ્છા છેઃ અભિલાષા છેઃ હે પ્રભુ મને સમાધિ મરણ દે. આ શક્તિ માત્ર તારી પાસે જ છે. ચિત્તની શુદ્ધતા અને સમાધિ તારી પાસે છે, તે મને પ્રદાન કરો.
આવી અભિલાષા વ્યક્ત કરનાર પરમાત્મા પાસેથી કંઇક લઇને જ જાય છે. સંસારથી શૂન્ય બનીને પરમાત્મા પાસે આવશો તો પૂર્ણતાથી પરમાત્મા બનીને પાછા ફરશો. પરમાત્મા પાસે ભૂલોનો સ્વીકાર કરાનાર સ્વયં પરમાત્મા બનીને પાછા ફરે છે. સાધના દ્વારા પરમાત્માની ઝાંખી મળે છે.
માનસિક ક્લેશથી પીડિત વ્યક્તિઓ માટે ધર્મ આશીર્વાદ રૂપ છે. વિકૃત મનથી ઉત્પન્ન થયેલ તનાવ-ટેન્શન સર્વ રોગોનું મૂળ કારણ છે. વાયુ, પિત્ત અને કફ એ ત્રણેય ધાતુઓને માનસિક તનાવ વિકૃત કરી દે છે. વ્યક્તિના સ્વભાવને
આ વિકૃતિ બદલી નાંખે છે. તેને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપચાર આ ધર્મની આરાધના તપ જપ અને ધ્યાન દ્વારા બતાવેલ છે. મનની બિમારીઓને દૂર કરવા માટે બાહ્ય કોઈ સંપૂર્ણ સક્ષમ ઉપચાર સંસારમાં નથી માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે મન દ્વારા જ તેનો ઉપય કરી શકાય છે. મનની બિમારીનો ઉપાય પણ મન દ્વારા જ શક્ય છે. મનને સાધીને મનની વિકૃતિઓ દૂર કરવાનું સામર્થ્ય ધર્મ આરાધનામાં રહેલું છે.
જિનેશ્વર પરમાત્માના મંદિરો અને સાધનાના તીર્થધામ સમા ઉપાશ્રયો એ તો આધ્યાત્મિક હોસ્પિટલ ગણાય છે. જ્યાં ચિત્તની બિમારીયોને દૂર કરવાના ઉત્સવો ઉજવાય છે. દુરાચારીને સદાચારી બનાવાય છે. સંસારથી થાકેલા ઇન્સાનને ત્યાં પરમ શાન્તિ અને સમાધિ મળે છે. સાધુ અને સન્તો આ બિમારીઓને ઉપચાર કરવાવાળા સાચા અર્થમાં ડૉક્ટરો છે.
For Private and Personal Use Only