________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर, भाद्रपद २०५४
६
નિહાળતો પ્રેમચંદ મનોમન વિચારોમાં ચાલે છે. જીવનનો અર્થ શું? જીવનનું ધ્યેય શું? ત્રણ દિવસની અવિરત યાત્રા પછી પ્રેમચંદ અજીમગંજ આવે છે. ઘેર આવીને પણ પ્રેમચંદ પોતાનામાં ખોવાઈ ગયો હતો. કેટલાંક જરૂરી કાર્યો પૂરા કરી પ્રેમચંદે દીક્ષા લેવાનો પોતાનો સંકલ્પ પોતાના મિત્રને જણાવ્યો. એકાએક એક દિવસ સવારે માતાજીને પ્રણામ કરીને પ્રેમચંદ સંયમમાર્ગે જવા માટે નીકળી પડ્યો. ખિસ્સામાં થોડા રૂપિયા સિવાય પોતાના માટે પ્રેમચંદે કાંઈ જ લીધું ન હતું, છતાં તેનું મન સંયમ-સાધનાના માર્ગે વિહરવાના પૂરા વિશ્વાસ સાથે છલકતું હતું.
વીતરાગના પંથે : ઘરનો ત્યાગ કરીને પ્રેમચંદ વડોદરા થઈને દિવાળીના દિવસોમાં અમદાવાદ આવ્યો. અમદાવાદમાં સહાધ્યાયી મિત્રને ઘે૨ રહીને નૂતન વર્ષના મંગળ પ્રભાતે પ્રેમચંદ ગુરુમહારાજની પાસે સાણંદ પહોંચ્યો. આચાર્યશ્રીની પાસે પહોંચી ગુરુ ભગવંતને વંદન કરીને પ્રેમચંદને અપાર સંતોષ થયો, મંગળ પ્રભાતે માંગલિક પ્રવચન સાંભળીને પ્રેમચંદે આચાર્યશ્રી સમક્ષ દીક્ષા લેવાની પોતાની પ્રબળ ભાવના વ્યક્ત કરી. પ્રેમચંદના વિચારને પ્રોત્સાહિત કરીને આચાર્ય મહારાજે થોડા દિવસો પોતાની સાથે રહેવા સૂચવ્યું. આચાર્યશ્રી પાસે રહીને પ્રેમચંદ શ્રમણ જીવનના આચાર વિચારનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરવા લાગ્યો. ધાર્મિક અધ્યયન પણ ચાલુ કરી દીધું. પ્રેમચંદની દીક્ષા લેવાની ઉત્કટ ભાવના જોઈને તથા એના આચાર-વિચાર જોઈને ગુરુ ભગવંતે એક દિવસ સંઘની પ્રમુખ વ્યક્તિઓને દીક્ષા-મહોત્સવનું આયોજન કરવા જણાવ્યું. આચાર્યશ્રીના પ્રસ્તાવને સહર્ષ વધાવી લઈને દીક્ષા મહોત્સવની તૈયારી શરૂ થઈ ગઈ.
૧૩ નવેંમ્બર, ૧૯૫૫નો દિવસ સાણંદ સંઘમાં ખૂબ જ ઐતિહાસિક દિવસ તરીકે ગણાયો. જનર્મદની એકત્ર થવા લાગી. સંયમનાં ગીતો ગવાવાં લાગ્યાં. શરણાઈના મીઠા સૂર સંભળાવા લાગ્યા. પ્રેમચંદે રાજકુમાર જેવો ઠાઠમાઠ ધારણ કર્યો હતો. જ્યાં જુઓ ત્યાં પ્રેમચંદની સંયમ ગ્રહણ કરવાની ઉત્સાહ પ્રેરિત વાતો થતી હતી. સૌ પોતપોતાની રીતે સંયમમાર્ગની અનુમોદના કરતાં હતાં. દીક્ષા વિધિનો પ્રારમ્ભ થયો. શુભ ઘડીની રાહ જોવાતી હતી તે શુભ ઘડી આવી પહોંચી. આચાર્યશ્રીએ પ્રેમચંદને ઓધો (રજોહરણ) અર્પણ કર્યો. મુંડન બાદ સફેદ વસ્ત્રોમાં સજ્જ શ્રી પ્રેમચંદ સંયમની ભાવનાને ધારણ કરતાં મુનિ પદ્મસાગર મ.સા. તરીકે ઓળખાયા. જનમેદનીએ આંખમાં હર્ષાશ્રુ સાથે નૂતન મુનિ પદ્મસાગરજીનું અભિવાદન કર્યું. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ મ.સા.ના વિદ્વાન શિષ્યરત્ન આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિ મ.સા.ના પદ્મસાગરજી મ.સા. શિષ્ય બન્યા.
અધ્યયનની લગન દીક્ષા અંગીકાર કરીને મુનિ શ્રી પદ્મસાગરજી મ.સા. શ્રમણ જીવનનાં અંતરંગબહિરંગ કાર્યો સમજવામાં લાગી ગયા. અને આચાર્યશ્રીના સાંનિધ્યમાં અધ્યયન-મનન-ચિંતનની સાથે સાધુઓના આચાર-વિચારની મર્યાદાઓનું પાલન કરવાનું સમજ્યા. મુનિ જીવનના થોડા સમયમાં જ મુનિ પદ્મસાગરજીએ પોતાની વિરલ પ્રતિભાનો પરિચય આપી દીધો. પોતાની કુશાગ્ર બુદ્ધિ, તીવ્ર સ્મરણશક્તિ અને પ્રખર પ્રતિભાથી મુનિશ્રીએ ફક્ત વિદ્યાભ્યાસ ક્ષેત્રે જ નહિ, પરંતુ આધ્યાત્મિક જગતમાં પણ પોતાનો વિકાસ ખૂબ જ ઝડપથી સાધ્યો. ધીરજ, મૈત્રી, કરુણા, સમતા ઇત્યાદિ જીવનવિધાયક ગુણોને મુનિશ્રીએ આત્મસાત્ કરી લીધા. વિશેષે કરીને મુનિશ્રીનો દાદાગુરુ તરફ અપાર શ્રદ્ધા અને સમર્પણભાવ રહેલો જણાય છે.
સહનશક્તિની અતૂટ ભાવના : પ્રેમચંદ નામના આ કિશોરે ઈ. સ. ૧૯૫૫માં દીક્ષા ગ્રહણ કરી, સાધુજીવનની યાત્રામાં અનેક જિનશાસનના કાર્યો કરી આચાર્યપદને દીપાવ્યું છે. મહાનતા આપમેળે પ્રાપ્ત થતી નથી. એના માટે અનેક પ્રકારનાં કષ્ટો તેમ જ સંઘર્ષ સહન કરવાં પડે છે. મુનિ પદ્મસાગરજીને મુનિ જીવનના પ્રારકિ વર્ષોમાં અનેક કઠણાઇઓનો સામનો કરવો પડ્યો; પરંતુ દરેક સંઘર્ષમાં મુનિશ્રી અડગ
For Private and Personal Use Only