SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની કેટલીક પ્રાચીન જિનમતિઓ ૯૦ મૂર્તિ ૨ –આ જિનમતિના મુખારવિંદને ભાગ તથા પરિકરની બધી આકૃતિઓ ધણી ધસાઈ ગએલી છે. મૂળ મૂર્તિના મસ્તકના ઉપર ભાગમાં સાત ફગાઓ દેખાઈ આવે છે, અને તેથી આ મૂર્તિ શ્રી પાર્શ્વનાથજીની છે એમ સાબિત થાય છે. શ્રી પાર્શ્વનાથજીની બંને બાજુ એક ચામર ધરનાર પરિચારકની આકૃતિ છે, તથા પદાસનની નીચેના ભાગમાં જમણી બાજુએ બે હાથવાળા યક્ષરાજની તથા ડાબી બાજુએ બે હાથવાળી અંબિકા યક્ષિણીની આકૃતિ શિપીએ રજૂ કરેલી છે. આ બંને આકૃતિઓ પણ ધસાઈ ગએલી છે. આ મૂર્તિની પાછળના ભાગમાં પરિકર પર ફરતે કતરેલો લેખ છે, જેને પણ ખરે ભાગ વાંચી શકાય છે. જે આ પ્રમાણે છે: ૩. ૧૧૨......... પરાકાષ્ઠ કલંદરમા......માયા તોળ્યા હતા ઉપરોક્ત લેખ પરથી આ પ્રતિમા કાશદગચ્છના શ્રાવક શ્રીસિંહલની સ્ત્રી ના પુત્ર.. ની]સ્ત્રી સેહણિએ કરાવેલી છે, એમ સાબિત થાય છે. નાગજીભૂદરની પળના જ દેરાસરના મેડા ઉપરના ગભારામાં મૂળનાયક શ્રીધર્મનાથજીની જમણી બાજુની આરસની એટલી પર અગિયારમા સૈકાની શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ આવેલી છે. મૂર્તિ ૩:–શીષભદેવ. આ મૂર્તિનું શિલ્પ પણ સુંદર છે. મધ્યમાં જિનમૂર્તિના મસ્તક પર ગીની માફક વાળના છ ગુંચળાં શિલ્પી એ સુંદર રીતે કોતરેલાં છે. જેના વીશ તીર્થકો પૈકીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની પ્રાચીન મૂર્તિઓ પૈકીની ઘણી ખરી મૂર્તિઓના બંને ખભા પર વાળની લો કોતરેલી મળી આવે છે (જુઓ ભારતીય વિવા વર્ષ ૧, અંક ૨ના પૃ૪ ૧૮૫ની સામેનાં ચિત્ર નંબર ૬ અને ૭ તથા તે જ અંકને પૃઇ ૧૮૦ની સામેનું ચિત્ર નંબર ૨ અને પૃઇ ૧૯૧ની સામેનું ચિત્ર નંબર ૮) વળી કઈક દાખલામાં પ્રતિમાના મરતકની પાછળના ભાગમાં પણ વાળ કતરેલા મળી આવે છે (જુઓ હવે પછી પ્રસિદ્ધ થનાર “ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પ સ્થાપત્ય” નામના ગ્રંથમાં ચિત્ર નંબર ૪૧) પરંતુ મારા આસધીનાં નિરીક્ષણ દરમ્યાન મસ્તક પર વાળની લટોના ગુંચળાવાળી શ્રી અષભદેવ પ્રભની પ્રતિમા જોવામાં આવી નથી, તેટલી આ પ્રતિમાની ખાસ વિશિષ્ટતા છે. શ્રી ઋષભદેવ પ્રભુની મૂર્તિઓમાં વાળની લટ મળી આવે છે, તેનાં કારણો હું મારા “ભારતીય વિવા”ના ઉપરોક્ત લેખમાં દર્શાવી ગએલે છું, તેથી તેના ઉલ્લેખ અહીયાં ફરી આપવા યોગ્ય લાગતા નથી. આ મૂર્તિના પરિકરના પાછળના ભાગમાં કેટલાક અક્ષરો કોતરેલા છે, જેમને મેટા ભાગ કાટથી દબાએલો હોવાથી સ્પષ્ટ વાંચી શકાયું નથી, પરંતુ તેની લિપિ લખવાની રીતથી અભ્યાસીઓને જણાઈ આવે તેમ છે કે આ મૂર્તિ અગિયારમાં સૈકા પછીની તે નથી જ. આ વિષયમાં વધારે જાણવાની ઇચ્છાવાળા જિજ્ઞાસુઓને તાજેતરમાં પ્રસિદ્ધ થએલ જૈન સત્યપ્રકાશ માસિકના દીપોત્સવી અંકમાને “બારમા સૈકા પહેલાંની પ્રાચીન ધાતુ પ્રતિમાઓ” નામને મારે સચિત્ર લેખ તથા ટુંક વખતમાં મારા તરફથી પ્રસિદ્ધ થનાર “ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પસ્થાપત્ય” ભાગ ૧ લો જોઈ જવા મારી ભલામણ છે. મારા આ ટુંકા લેખથી જૈનમૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને તથા જેન શિલ્પકળામાં રસ લેનાર રસને અને મારા જેન બંધુઓને પિતાના પૂર્વજોએ સંધરેલ મૂર્તિવિધાનના અભ્યાસ તથા તેને સંરક્ષણ તરફ થોડી પણ દરવણું મળશે તો મારે આ લેખ લખવાનો પ્રયાસ હું સફળ માનીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525043
Book TitleSramana 2001 01
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2001
Total Pages176
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy