SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ એવું નિવાણુ નામનું તત્વ રાબ્દભેદ હોવા છતાં (શબ્દભેદથી કહેવાતું છતાં) તત્વમાં નિયમથી એક જ છે (૧૨૭). સદાશિવ, પર, બ્રહ્મ, સિદ્ધાત્મા, તયતા–એવા અન્વર્થક (ભિન્નભિન્ન) શબ્દોથી તે એક જ હોવા છતાં ચે કહેવાય છે. સદા કલ્યાણકારી એ સદાશિવ શેવોનું, પર એટલે પ્રધાન સાંખ્યોનું, બૃહત્ત્વમોટાપણાથી અને બૃહકત્વ-મૂલતું વર્ધમાન થતું હોવાથી બ્રહ્મવેદાન્તીનું, સિદ્ધાત્મા-આત્મા જેમને સિદ્ધ થયો છે એવો સિદ્ધાત્મા આહંતોનું, કાલના અંત સુધી તે પ્રમાણે રહેતી એવી તથતા બૌદ્ધોનું–(આ બધાં) એક જ તત્ત્વ છે. ભિન્ન શબ્દોથી કહેવાય છે એટલું જ (૧૨૮). અસંમોહથી (અર્થાત સનુષ્ઠાનથીસક્રિયાથી યોગની) તત્વરૂપે આ નિર્વાણ તરવને જાણતાં વિચારશીલ પુરુષોમાં એમની ભક્તિ વિષે વિવાદ થતા નથી (૧૦૦). વિપ્ર હરિભકપુરોહિતને ઋવેદની પંક્તિ | સ વિ ૧૬ષા ત્નિ (૧, સૂ૦ ૧૬૪, ૫. ૪૬) અપરિચિન તો ન જ હોય! આ બધું એક છે છતાં તેમની દેશનામ-કથનમાં ભેદ કેમ આવે છે તેનો ખુલાસો કર્યા પછી હરિભદ્રસૂરિ કહે છે કે જે અવશો હોય છે (અથત યોગદષ્ટિ જેમની ઊઘડી નથી એવા–આ તરફ જોનારા–પેલી તરફ જોનારા નહિ) તેઓ સર્વાનો અર્ભિપ્રાય જાણ્યા વિના તેમનો પ્રતિક્ષેપ કરે છે તે યોગ્ય નથી. તે મોટો અનર્થ કરે એમ છે (૧૩૬); અને દાખલો આપે છે કે જેમ આંધળાઓએ કરેલો ચંદ્રનો પ્રતિક્ષેપ અસંગત છે તેમ અવદશોએ કરેલો સર્વાનો ભેદ પણ અસંગત છે (૧૩૮). तदभिप्रायमज्ञात्वा न ततोऽग्दिशा सताम् ।। युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥ १३७॥ निशानाथप्रतिक्षेपो यथान्धानामसङ्गतः । तद्रेदपरिकल्पच तथैवाग्द्यिामयम् ॥ १३८ ॥ સર્વત આદિ અતીનિયાર્થ પદાર્થોનો નિશ્ચય યોગિનાન વિના સંભવતો નથી. તેથી એ વિષેના વિવાદો અશ્વોના જેવા હોવાથી એમાંથી કાંઈ ફલિત થતું નથી, निश्चयोऽतीन्द्रियार्थस्य योगिशनाते न च । अतोऽप्यत्रान्धकल्पानां विवादेन न किञ्चन ।। १४१॥ આ અતીનિયાર્થ સર્વત વિષે સાંપ્રદાયિકોમાં જે વિવાદ ચાલે છે તેનાથી હરિભદરિ પર થઈ શક્યા છે તેનું કારણ અવગ્રાફ તાર્કિકમાંથી યોગદષ્ટિવાળા આધ્યાત્મિક થયા હશે તેને લીધે હશે; અને એ દૃષ્ટિથી જ શક તર્કનો પોતે ત્યાગ કરે છે એટલું જ નહિ પણ સર્વત્ર “ગ્રહ ને અસંગત ગણે છે કારણ કે મુક્તિમાં લગભગ બધા ધમાં તજવાના હોય છે, તો પછી “ગ્રહ”નું શું કામ છે ? ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्ष्णामसङ्गतः। मुक्तो धर्मा अपि प्रायस्यतय्याः किमनेन तत् ॥ १४६ ।। ૭ ભારતવર્ષની પરંપરામાં વૈદિક, જૈન અને બૌદ્ધ તાર્કિકો–સમર્થ તાર્કિકો–અનેક થયા છે એમ જ યોગિઓ, જ્ઞાનીઓ પણ અનેક થયા છે. પરંતુ જ્ઞાનતત્વનું આવું વિશદ વિવરણ કરનાર બહુ નહિ હોય એવું મારા અલ્પ જ્ઞાનને લાગે છે. હરિભકસૂરિએ પરમાત્મદર્શનનો “મહતાં વર્મ'મોટાઓનો માર્ગસચવ્યો છે—જેનો આશ્રય લઈને વિચક્ષણોએ ન્યાયપુર:સર અતિક્રમોથી બચી વર્તવું ? तदत्र महतां वर्म समाश्रित्य विचक्षणः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितः ॥ १४७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525040
Book TitleSramana 2000 01
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2000
Total Pages232
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy