SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ અચિત્ય' ખરું; પણ એમની વિચારયોજનામાં જ્ઞાન સાધનોની મર્યાદા અહીં પૂરી થતી નથી. એમના જ્ઞાનતત્ત્વના નિરૂપણમાં બીજી એક ભૂમિકા છે—જયાં આ “અચિત્ય” અનુભવગોચર થાય છે, જ્ઞાત થાય છે. શ્રી હરિભદ્રસૂરિને જ્ઞાનની આ બીજી ભૂમિકા યોગિતાનમાં દેખાઈ છે. એમનાં યોગવિષયક ગ્રંથોમાં આ તત્વ તરી આવે છે. આવા જ્ઞાનતત્વનું વિવેચન સંક્ષેપમાં, પણ વિશદતાથી, યોગદષ્ટિસમુચ્ચયમાં છે; ખાસ કરીને “દીમા’ નામની ચોથી યોગદષ્ટિના નિરૂપણુપ્રસંગે, એમણે બોધના ત્રણ પ્રકારો પાડ્યા છે. બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ. બુદ્ધિ એ ઇકિયાટ્યશ્રયા–એન્દ્રિય અને આશ્રયે પ્રવર્તતો બોધ છે. આગમ અર્થાત તે તે વિષયના શાસ્ત્રગ્રંથી(આજની ભાષામાં તે તે વિષયના સાયન્સ ગ્રંથો)માંથી મળતો બોધ તે જ્ઞાન; અને અસંમોહ એટલે સદનુષ્ઠાનથી, સાચા અનુષ્ઠાનથી, ક્રિયા કરવાથી, પ્રયોગથી, થતો બોધ તે અસંમોહ. ઉ૦ ત., રત્નનો આંખથી થતો બોધ બુદ્ધિ, એ રન છે એમ શાસ્ત્રપૂર્વક થતો બોધ એ જ્ઞાન, અને તેને પ્રાપ્ત કરી પરીક્ષાથી નિર્ણત થતો સ્પષ્ટ બોધ એ અસંમોહઃ बुद्धिर्शनमसंमोहस्त्रिविधो बोध इष्यते ॥११८ ॥ इन्द्रियार्थाश्रया बुदिर्शनं वागमपूर्वकम् । सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥ ११९ ।। रत्नोपलम्भतज्ज्ञानतत्प्राप्यादि यथाक्रमम् । इहोदाहरणं साधु शेयं बुद्धयादिसिद्धये ॥ १२०॥ સદનુષ્ઠાન–જેનાથી અસંમોહ બોધ થાય તેનાં ચિહ્ન એ કે ઇષ્ટ પદાર્થો વિષે આદર–એટલે કે ખાસ પ્રયત્ન–યનાતિશય–તે કરવામાં પ્રીતિ, નિર્વિધ રીતે સંપત્તિની પ્રાપ્તિ (અથત ઇષ્ટરૂપી સંપત્તિની પ્રાપ્તિ), ઇષ્ટ વિષે જિજ્ઞાસા અને ઇષ્ટની સેવા આદિ. અસંમોહ એટલે કે કોઈપણ જાતના આવરણથી રહિત, સ્પષ્ટ, સ્વચ્છ, પ્રત્યક્ષબોધ જે અનુષ્ઠાનથી-કર્મક્રિયાથી–પ્રાપ્ત થાય તેનાં આ લક્ષણ છે: आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः। जिज्ञासा तनिसेवा च सदनुष्ठानलक्षणम् ॥ બોધના આ ભેદો પ્રમાણે માનવોના કર્મભેદો થાય છે, અર્થાત્ ઇન્ડિયાનથી જ ફક્ત વર્તનારનું વર્તન અને સદનુજાનરૂપી પ્રયોગસિદ્ધિથી મળતા સ્પષ્ટ જ્ઞાનથી વર્તનારનું વર્તન–એકબીજાથી જ પડી જાય છે. तद्भेदात् सर्वकर्माणि मिद्यन्ते सर्वदेहिनाम् ॥ ११८॥ સાંસારિક કમાં બુદ્ધિપૂર્વક હોય છે અર્થાત કર્મશાસ્ત્રના જ્ઞાનપૂર્વક થયાં હોય તો કુયોગિઓને મુક્તિનું અંગ બને છે (એટલે કે જે કુલયોગિઓ નથી એમને નહિ); આ જ્ઞાનપૂર્વક કર્મો અસંમોહથી થયાં હોય તો તે એકાન્ત પરિશુદ્ધ હોવાથી નિવણનું ફલ આપનારાં છે. (૧૨) આચાર્ય હરિભદ્ર એમની આ બોધમીમાંસા સંસાર અને સંસારાતીત નિર્વાણ તત્વ પરત્વે ઘટાવે છે. પરંતુ આ સંસારાતીત અતીન્દ્રિય નિવાણુતત્વ કયા જ્ઞાનનો વિષય બની શકે એ ખુલાસો કરવો હજી બાકી રહે છે તે વિશે તેમનું પ્રતિપાદન છે કે– निश्चयोऽतीन्द्रियार्थस्य योगिशानाहते न च ॥ १४१ ॥ न चानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः । नचातो निश्रयः सम्यगन्यत्राप्याहधीधनः ॥ १४२॥ આચાર્ય હરિભદ્ર ધીધન-બુદ્ધિધન-કહેતાં ભર્તુહરિનો હવાલો આપી કહે છે કે આ અર્થવિષય તવદયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525040
Book TitleSramana 2000 01
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2000
Total Pages232
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy