________________
અંતરની વાત પૂ. આ. શ્રી કુલચંદ્રસૂરિજી મ. સા.
પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય જ્ઞાનના મુખ્ય બે પ્રકાર છે. (૧) સમ્યક કૃત (ર) મિથ્યાશ્રુત. તેમાંથી સૌપ્રથમ મિથ્યાશ્રુતની વાત કરીએ તો અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવની સાથે સમ્યત્ત્વની પ્રાપ્તિન થાય. ત્યાં સુધી રહેલું છે. સંસારમાંથી નીકળીને મોક્ષે જવું હોય તો મિથ્યાશ્રુતને સમ્યકશ્રુતમાં ટ્રાન્સફર કરવું જ પડે. કારણ કે મિથ્યાશ્રતને પામીને સંસારમાં કોઈપણ જીવનું કલ્યાણ થયું નથી થતું નથી, અને થશે નહિતે ત્રિકાલ સત્ય છે. માટે આપણે સહુએ મિથ્યાશ્રુતનો ત્યાગ કરી સમ્યકશ્રુતની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગશ્રુતમાં સર્વજ્ઞકથિત વચન સ્વરૂપ જિનાગમ અને તેને અનુસરતા પ્રકરણ ગ્રંથો વિગેરે નો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન થાય કે સૌપ્રથમ શેનું વાંચન કરવું? કારણ કે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. વાંચન ગ્રંથો હજારોની સંખ્યામાં છે. તેથી પ્રારંભિક કક્ષામાં નિર્ણય કરવો મુશ્કેલ થઈ જતો હોય છે, અને કહેવાય પણ છે -
Art is long, Life is short Moment is flitering, Judgement is difficult.
આ પશ્ચિમના દેશોની સમસ્યા છે. તેનું પૂર્વના મહાપુરૂષો સમાધાન આપતા કહે છે કે જે અત્યાવશ્યક છે. મહત્વના છે. સ્વપર હિતકારી છે. અને સદગુરૂ યોગ્યતા અનુસાર જે જણાવે તે પ્રમાણે તે ગ્રંથો સૌપ્રથમ વાંચન કરી લેવા. કારણ કે સદગુરૂના અનુભવજ્ઞાન વિના સભ્યશ્રુતજ્ઞાન પણ આત્મામાં પરિણતિને પામતનથી.
આ તો થઈ વાંચનની વાત, વાંચનની ફલશ્રુતિરૂપમતિજ્ઞાનનો ક્ષયોપશમ શાસ્ત્રપરિકર્મિત થાય છે. પછી સંશોધન + પ્રકાશન + લેખનમાં આગળ વધવા જેવું. કારણ કે આજે પણ પ્રકાશિત અભૂત ગ્રંથોની સંખ્યા હજારોની છે. એમાં પણ પ્રકાશિતગ્રંથો બધાયને ખૂબ જ ઉપયોગી હોવા છતાં મધ્યમ બોધવાળા એ માટે સુબોધ નહોય તેવા ગ્રંથોનું વિદ્વાનોએ ક્રમસર એક-એક ગ્રંથનો ઊંડો અભ્યાસ, મનન અને પરિશીલન કરી સુબોધ સંસ્કૃત ભાષામાં વિવેચના સાથે. સામાન્ય જિજ્ઞાસુઓ માટે હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે ગ્રંથો તૈયાર કરવા જેવા છે. જેનાથી જિજ્ઞાસુઓને પરમકૃપાળ પરમાત્મા દ્વારા પ્રવર્તિત શાસનનો પરિચય થાય અને સર્વજ્ઞોપદિષ્ટ પદાર્થોની જાણકારી પ્રાપ્ત થાય. જીવન સન્માર્ગે વળે અને ભાવધર્મની પ્રાપ્તિ થાય. જેથી અનાદિ દુઃખમય સંસાર સમુદ્રનો અંત કરવા મોક્ષ પ્રતિ પ્રસ્થાન કરે. અને અનાદિકર્મ સંયોગ અને જન્મમરણાદિ દુઃખોથી મુક્ત થઈ શાશ્વત સુખના ભોક્તા બને એ જ અભ્યર્થના,અને અપ્રકાશિત ગ્રંથો પણ પ્રકાશિત ગ્રંથો કરતા અનેક ગણા હસ્તલિખિત જ્ઞાનભંડારોમાં રહેલ છે. તેથી વિદ્વાનોએ હસ્તલિખિત લિપિનો અભ્યાસ કરી અપ્રકાશિત મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત કરી વાંચનમાં આવે તે પ્રમાણે પ્રયત્ન કરવા જેવો. દા.ત. ઓઘનિર્યુક્તિ પર. પૂ. મલયગિરિ મ. સા. ની પણ ટીકા છે. એવું જૈન ગ્રંથાવલીમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે. આવા તો અનેક ગ્રંથો છે. તેના પર કાર્ય કરવા જેવું. હવે કેટલાક પ્રકરણગ્રંથો એવા છે જે પૂર્વના મહાપુરુષોએ આપણા પર ઉપકાર કરી ગ્રંથોની રચના કરી છે. પરંતુ તેના પર હજી સુધી કોઈ ટીકારૂપી વિવેચના થઈ જ નથી. દા.ત. સત્તરભેદી પૂજાના રચયિતા પ. પૂ. મહોપાધ્યાય શ્રી સકલચંદ્ર વિજયજી રચિત પ્રાકૃત ભાષામાં "શ્રતાસ્વાદ" નામનો ગ્રંથ અદ્ભુત છે. એ ગ્રંથ પર વાચનાઓ પણ થઈ. અદ્ભૂત નવા-નવા પદાર્થો જાણવા મળ્યા. તો આવા અનેક પ્રકરણ ગ્રંથો પર વિદ્વાન મહાત્માઓ અર્થો સુગમ કરવા માટે સંસ્કૃત ભાષામાં વિવેચના માટે પ્રયત્ન કરવો જોઇએ એ જ અભ્યર્થના. આ પ્રમાણે આપણે સહુ સલ્લુરૂના માર્ગદર્શનાનુસાર ગ્રંથોનું વાંચન, ત્યાર પછી પ્રકાશિત ગ્રંથો પર સુગમ ટીકારૂપ વિવેચના તથા અપ્રકાશિત ગ્રંથોનું સંશોધન + પ્રકાશન અને અવિવેચિત પ્રકરણ ગ્રંથો પર નૂતન ટીકાનું આલેખનરૂપ શ્રુતકાર્યમાં યથાશક્તિઅનુસાર જોડાઈ પ્રભુશાસનરૂપી જ્યોતને આવતા૧૮૫૦૦વર્ષ સુધી પ્રજ્વલિત રાખવા પ્રયત્ન કરીએ એજ.
Relaasum
'જીવજી