________________
સરસ્વતીપુત્રોને વંદના
પૂ. આ. શ્રી યશોવિજયસૂરિજી મ.સા. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય સંમૂર્છાિમ મનુષ્યઃ આગમિક અને પારંપરિક સત્ય સમૂર્છાિમ મનુષ્ય વિષે અઢળક શાસ્ત્ર પાઠો
અને દલીલો સાથેનો ૧૨૦૦ પૃષ્ઠોનો દળદાર શાસ્ત્રીય શોઘ ગ્રંથ
પૂ. આ. શ્રી ભાગ્યયશસૂરિજી મ.સા. (શ્રી લબ્ધિસૂરિજી સમુદાય) ૧) દશવૈકાલિકસૂત્ર – સમયસુંદરજી ની ટીકા – ચૂર્ણ અને ટીકાના આધારે હસ્તપ્રત ઉપરથી
સંશોધન-સંપાદન-પરિશિષ્ટ સહિત ૨) રૂપમંજરી નામમાલા – ૪૦૦ વર્ષ પ્રાચીન રૂપચંદ્રકવિ વિરચિત અદ્યાવધિ અપ્રકાશિત,
પરિશિષ્ટ સહિત સંશોધિત ગ્રંથ
પૂ. આ. શ્રી જગચંદ્રસૂરિજી મ.સા. (પૂ. પં. શ્રી ધર્મવિજયજી ડહેલાવાળા સમુદાય) ૧) બૃહદ વિચાર રત્નાકર – કર્તા આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મ.સા. ગ્રંથ પ્રમાણ ૧૪૫૭૩ શ્લોક વિવિધ વિષયોના અનેક શાસ્ત્રપાઠોનો અતિ ઉપયોગી સંગ્રહ સંવત ૧૬૧૭માં લખાયેલ
હસ્તપ્રતના આધારે સંશોધન-સંપાદન ૨) યોગબિંદુ સટીક (વિષમપદ ટીપ્પણીસહ) હિન્દી ભાવાનુવાદ
પૂ. શ્રી તીર્થબોધિવિજયજી મ.સા. (પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય) શ્રી આવશ્યક સૂત્ર - ચૂર્ણિ - કર્તા શ્રી જિનદાસગણિ – જુદી-જુદી
હસ્તપ્રતના આધારે સંશોધન-સંપાદન શ્રત વિશ્વ-અનુમોદના-જ્ઞાનસત્ર-૧૯
અહંમ સ્પીરિચ્યલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસ છે પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડલિટરી રિસર્ચ સેન્ટર આયોજિત ગોવાલિયા ટેન્ક જૈન સંઘમાં જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૯ પૂ. આ. શ્રી રાજહંસસૂરિજી મસા. તથા પૂ. શ્રી ભાસ્કરમુનિની નિશ્રામાં યોજાયો. પ્રમુખ સ્થાને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને સંસ્થાના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ બરવાળિયા તથા આયોજનમાં ડૉ. અભય દોશી અને ડૉ. સેજલ શાહે ૧૫૦થી વધુ વિદ્વાનોની જ્ઞાનગોષ્ટીનું સંચાલન કર્યું. જ્ઞાનસત્રનું વિશિષ્ટ પાસું એ હતું કે જૈન જ્ઞાનભંડારોની જાણવણી, સંવર્ધન અને સંચાલન કરનાર શ્રી બાબુલાલ સરેમલ શાહ (અમદાવાદ) શ્રી સેવંતીભાઈ અમથાલાલ મહેતા (સુરત) શ્રી સંદીપભાઈ જયંતીલાલ શાહ (મુંબઈ) તથા શ્રી કૌશલ દીનેશચંદ્ર શાહ સુરતનું સન્માન કરવામાં આવ્યું. જહોની શાહ દિગ્દર્શિત, અર્ચના જહોની શાહ દ્વારા પાહિણીદેવી એકપાત્રીય નાટક પણ રજુ કરવામાં આવ્યું. વિદ્વાનોના શોધનિબંધ સાંપ્રત સમસ્યા ધર્મમાં સમાધાન તથા જૈન ધર્મની ગઈકાલ, આજ અને આવતીકાલ" બન્ને પુસ્તકોનું શ્રી મહેશભાઈ ગાંધી, શ્રી ખીમજીભાઈ કડવા અને શ્રી યોગેશભાઈ બાવીશી,શ્રી ચેતનભાઈ શાહ દ્વારા વિમોચન કરવામાં આવ્યું.