________________
આ વિચારને તેમણે સાકાર બનાવવાનો નિર્ધાર કર્યો. ઈશ્વરની સાથે નશ્વરનું અનુસંધાન કરવામાં આલંબન પૂરું પાડી શકે એવું એક તત્વ એટલે જ સ્વર ! ઈશ્વર-નશ્વર વચ્ચે સેતુ બની શકતાં સ્વરની ચરમ અને પરમ સાર્થકતા જિનભક્તિના યોગમાં ભક્તને તલ્લીન બનાવી દે છે. આવો એક અદ્ભુત પુરુષાર્થ એટલે...પૂજ્ય મૃગેન્દ્રમુનિશ્રી રચિત “જિનભક્તિ શતક'.
આ જિનભક્તિ શતકમ્ માં પ્રાચીન જિનભક્તિ પદોનું શ્રેષ્ઠ સંકલન કરવામાં આવ્યું છે. પૂજ્ય મૃગેન્દ્રમુનિએ સો શ્લોકો (પદો) પ્રાચીન જૈનગ્રંથોમાંથી સંગ્રહિત કર્યા છે. તેમણે ગૂંથિત શ્લોકોના રચયિતા, ગ્રંથોના નામ, ગ્રંથ પરિચય,અતિ સંક્ષિપ્તમાં પણ સારભૂત સામગ્રી આપવાની પૂરી કોશિષ કરી છે. જોકે શ્રોતાઓની સુરુચિને ધ્યાનમાં રાખીને ‘Index' તથા શ્લોક નંબર આપેલ છે. પ્રભુભક્તિનો આ રસથાળ જન સાધારણ સુધી પહોંચાડવા માટે તેમણે અથાગ મહેનત કરી છે. પ્રથમ તો તેમણે વીસ જેટલા પ્રાચીન ગ્રંથોનું દોહન કરી અર્ક રૂપે શ્રેષ્ઠ એવા જિનભક્તિના પદોને પસંદ કર્યા છે ત્યાર બાદ ધ્વનિમુદ્રણ માટે શ્રેષ્ઠગાયકોની પસંદગી, સાથે સંગીતના તજ્જ્ઞોની શોધ, ઉદઘોષકની વરણી તેમજ ધ્વનિમુદ્રણ માટેનું સ્થળ વગેરે વગેરે. દરેક કામ અતિ પરિશ્રમ માંગી લે એવા છે તેમ છત્તાં તેઓ આ બધાજ વિદ્દોને પાર કરી પ્રભુભક્તિ પ્રત્યેનો અનન્યભાવ, પ્રેમ પ્રગટ કરવામાં સફળ રહ્યાં છે. આ કાર્યમાં તેમને શ્રી ઉદય મઝુમદાર, જહોની શાહ, મીરાં શાહ જેવાં શ્રેષ્ઠ કલાકારોનો સાથ સવિશેષથી મળ્યો છે અને જિનભક્તિ શતકમ્ પ્રભુભક્તિનું શ્રેષ્ઠતમ નજરાણું બન્યું છે. આની થોડીક ઝલક આપણે પણ માણીએ....
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં હજારો સ્તુતિ, સ્તોત્ર રચાયા છે. તેમાં જૈન આચાર્યોનું બહુ મોટું યોગદાન રહેલું છે. પ્રભુ પ્રત્યેના અંતરાત્માથી ઉદભવેલા શબ્દો એ સ્તોત્ર છે. અથવા તો ભક્તિ ભાવનાથી ગૂંથાયેલા કાવ્યમય પ્રભાવક શબ્દોને સ્તોત્ર કહેવાય છે
આ શ્રાવ્યરૂપમાં આદિ મંગલાચરણ રૂપે જગચિંતામણિ સૂત્રનો પ્રથમ શ્લોક છે. આવશ્યક સૂત્રો પૈકીનું એક સૂત્ર છે. ચૈત્યવંદન તરીકે બોલાય છે. પ્રાકૃતભાષા નિબધ્ધ જગચિંતામણી સૂત્રની રચના ગણધર ગૌતમસ્વામી એ કરી છે. તેઓ જયારે સૂર્યકિરણોનું અવલંબન લઈને અષ્ટાપદગિરિ પર વંદન કરવા ગયા ત્યારે ત્રષભદેવ પ્રભુ આદિ ચોવીસ તીર્થકરોની ઉત્કૃષ્ટભાવે સ્તુતિરૂપે સ્તવના કરી હતી. તેવી જ રીતે મધ્ય મંગલાચરણ રૂપે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત વૈરાગ્ય કલ્પલતા ગ્રંથના મંગલાચરણના પાંચ ઋોકો પાંચ તીર્થંકર પ્રભુની સ્તુતિરૂપે આપ્યા છે. આ ગ્રંથ કાવ્ય શૈલીમાં નિબધ્ધ છે. જેમા યશોવિજયજી એ પરમાત્મા પ્રત્યેના ભક્તિસભર ભાવોથી ભગવાન ઋષભદેવ, ભગવાન શાંતિનાથ, ભગવાન નેમિનાથ, ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના ઉપૃષ્ટ ગુણોની સ્તવના કરી છે. અંતિમ મંગલાચરણ રૂપે લોન્ગ સૂત્રની અંતિમ ત્રણ ગાથા આપી છે. આગાથા ચૂલિકારૂપે છે. આ સૂત્ર શાશ્વત છે, જેને ‘નામસ્તવ' પણ કહે છે. જેમા ચોવીસ તીર્થકરોની સ્તુતિ (કીર્તન) કરવામાં આવી છે. આ ત્રણ ગાથા માં ભક્ત દાસભાવે પ્રભુ પાસેથી આરોગ્ય અર્થાત સિધ્ધત્વ પ્રાપ્ત કરવા માટે સમ્યકત્વ અને શ્રેષ્ઠભાવસમાધિ માંગે છે.
“જિનભક્તિ' શતકમ્ માં અનેક આચાર્યો રચિત વિવિધ પદોને ગૂંથ્યા છે આ સિધ્ધસેન દિવાકરસૂરિજી રચિત ‘કલ્યાણ મંદિર’ સ્તોત્ર તેઓના સરસ હૃદયનું પ્રતિક છે. આ સ્તોત્રના અગિયારમાં શ્લોકના અચિંત્ય પ્રભાવથી શિવલિંગમાંથી અવંતિ પાર્શ્વનાથની મૂર્તિનો પ્રાદુર્ભાવ થયો હતો. અત્રે આપેલ ચારપદોમાં ભાવપૂર્વક આરાધ્યદેવની તવના કરવામાં આવી છે.
72
અહો થતાન અંતરનું ઉપવન