SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ શતક: નજરાણું ડો. રતનબેન ખીમજી કડવા ભારતીય પ્રાચીન પરંપરામાં શ્રુતિ અને સ્મૃતિનું ખૂબ મહત્વ હતું જેમકે, ‘સુર્ય મે માડસે તેનું મJવયા વમવવારે અર્થાત હે આયુષ્યમાન જંબૂ! ભગવાન મહાવીરે જે કહયું, જે મેં સાંભળ્યું છે, તે હું તને કહું છું. આ રીતે સુધર્માસ્વામી પોતાના પટ્ટધર શિષ્ય જંબૂસ્વામીને સંબોધન કરી ઉપદેશ આપતા. તે પછી સમય જતાં ધીરે ધીરે પરંપરાગત કંઠસ્થ જ્ઞાન ગ્રંથસ્થ થવા લાગ્યું અને કાળક્રમે આ શ્રુતજ્ઞાન તાડપત્રીય હસ્તપત્રોમાં આલેખિત થયું. ત્યાર પછી મુદ્રણયુગ આવ્યો. આમ સમયના વિવિધ તબક્કાઓમાં પસાર થતાં તેમાં અનેક પરિવર્તન આવ્યા. ઉત્તરોત્તર વિકાસ પણ થયો. જેમાં વર્તમાન યુગમાં વિજ્ઞાને તો હરણફાળ ભરી. જેથી શ્રુતજ્ઞાન પણ મુદ્રણમાંથી ધ્વનિમુદ્રણના C.D., V.C.D.,Pendrive,Audio, Video વગેરે અનેક સ્વરૂપોમાં પરિવર્તિત થવા લાગ્યું. પરમશાંતિની ખોજ માનવી અનંતકાળથી કરી રળ્યો છે. એ પરમ શાંતિ કોઇ ગ્રંથોમાંથી... કોઈ ગુફામાં...કોઇપ્રકૃતિના પ્રાંગણમાં તો કોઈ વિવિધ ધર્મ દર્શનોમાં શોધી રહયો છે. પણ ખરેખર! એ પરમશાંતિ તો માનવીની ભીતરમાં જ છે. એ પરમશાંતિની ઓળખ કરવી અને કરાવવી એ તો સંતો કે ગુરુભગવંતોનું કાર્ય છે. આવા એક સેવાભાવી સંત એટલે પરમારાથ્યપાદ પૂ. આચાર્યદેવશ્રી ચિદાનંદસૂરિજી મ. સાહેબના શિષ્યરત્નપૂ. મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી. જૈનસાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાનપ્રશંસનીય રહયું છે. યુવાનવયથી જ સાહિત્યરુચિ અને શાસ્ત્રસિધ્ધાંતના અભ્યાસ પ્રત્યે એમની લગની વિશેષ રહી તેમણે દાદાગુરુ શ્રી મોહનલાલ મહારાજ વિશે ચિત્રાદિથી સમૃધ્ધ એવા સ્મારક ગ્રંથની રચના કરી. જો કે સાહિત્ય લેખન કે સર્જન પાછળની તેમની ભાવના પ્રભુ સમક્ષ અમૂલ્ય અર્થે ધરીને કૃતાર્થ બનવાની રહી છે. તેઓના શબ્દોમાં જ કહું તો કોઈ ભાગ્યશાળી શ્રીમંતને ભાવના જાગે કે નૂતન જિનપ્રસાદ બંધાવું, પ્રભુની પ્રતિષ્ઠા કરાવું ! કોઇ શિલ્પી વિચારે કે સુંદર સજીવન શિલ્પ કંડારું!પણ મારા મનમાં હતું કે પ્રભુની અમૃતવાણી અક્ષર રૂપે આલેખે જે કદાપિ ક્ષર ન થાય, શાશ્વત બની જાય. પૂજ્ય મૃગેન્દ્રમુનીશ્રીના વિચારના આ બીજનું ધીમેધીમે સંવર્ધન થતું ગયું. શાસ્ત્રોના અધ્યયન કે સ્વાધ્યાય વખતે હૃદયમાં જે જે ઉર્મિઓ જાગી, સ્પંદનો થયા અને લખવાની પ્રેરણા મળતાં એક પછી એક ગ્રંથો સર્જાતા ગયા. જેમ કે, પ્રબન્ધ પંચશતી, ભગવાન મહાવીર જીવન દર્શન, Stories from Jainism, પ્રસંગ પંચામૃત, હૃદય પ્રદીપ ષત્રિશિકા, મા ભગવતી સરસ્વતી દેવી વગેરે વગેરે. તેમની લેખનની શૈલી સરળ, સચોટ અને ઉપદેશાત્મક છે. એટલે જ વાચકના હદયમાં ઉતરી જાય છે. એકવાર તેમણે GOLDEN TREASURE OF SHLOKAS (શ્લોકોનો સુવર્ણકોશ,) કંઠાભરણ ના શબ્દો સાંભળતા જ તેમનું ભક્ત હૃદય ઝણઝણી ઉઠયું. તેમના મન-હૃદય અને આત્માને સ્પર્શી ગયા. એમને વિચાર આવ્યો કે જૈન સાહિત્ય તો જ્ઞાનનો ભંડાર છે. તેમાં સ્તોત્ર, સ્તવન, સજ્ઝાય, રાસ વગેરે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ ઘણા બધા તેનાથી અજ્ઞાત છે. જન સાધારણ માટે તો સૂત્ર, સ્તોત્ર કે ગ્રંથોના પદોનું પઠન-પાઠન મુશ્કેલ રહયું છે કારણ કે મોટા ભાગે તે સંસ્કૃત પ્રાકૃતમાં હોય છે. પણ જો તે(પર્યાય રૂપે) શ્રાવ્ય સ્વરૂપે આપવામાં આવે તો સુલભ અને રુચિકર બને અર્થાત સ્તોત્ર, સૂત્રના પદો વિવિધ રાગોમાં ગેયરૂપે સંગીતના તાલ-લય સાથે પીરસાય તો જન સાઘારણ પણ તેનો લાભ લઈ શકે. જેથી એક તરફ જૈનદર્શનનો પારંપારિક ગીત, સંગીત, કલાનો વારસો પણ જળવાઈ રહે, જીવંત રહે અને બીજી તરફ શ્રાવ્યરૂપે સહુ કોઈ | અછો થતહાનિમ્ જિનભક્તિનો લાભપામે. સમતા સરિતા |
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy