________________
श्रुतं द्वादशांगीसारम् ।।
ગણિવર્ય મુનિ શ્રી ધર્મતિલક વિજય || નામ વીર શિરસારથી II | નમામિ નિત્યં ગુરુરામવન્દ્ર IT"
પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય પરમતારક આસન્ન ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર સ્વામી પરમાત્મા એ શ્રમણ ધર્મ અંગીકાર કર્યા બાદ ૧૨ વર્ષની ઘોરાતિઘોર સાધના કરવા દ્વારા ઘનઘાતી એવા ચાર કર્મો ખપાવી વૈ. સુ. ૧૦ના પુણ્ય દિવસે કૈવલ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરી વૈશાખ સુદ-૧૧ના શુભદિવસે અપાપાપુરી નગરીના મહસેન ઉદ્યાનમાં ધર્મતીર્થની સ્થાપના કરી તે સમયે પ્રભુજીના વદન કમલથી નિચૂત ત્રિપદી પામીને બીજબુદ્ધિના ઘણી એવા ગૌતમગોત્રી શ્રીઇન્દ્રભૂતિ પ્રમુખ ૧૧ ગણધર ભગવંતોએ અન્તમુહુર્ત પ્રમાણ સમયમાં ૨૦,૦૦૮૬,૬૮,૦૫,૬૦૦ પદપ્રમાણ દ્વાદશાંગીની રચના કરી હતી. વર્તમાન કાલીન સમગ્ર શ્રુત સંપદાના ઉદ્દગમ સ્થાનભૂત પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવંત છે. શ્રી ગણધર ભગવંત ગુંફિત દ્વાદશાંગી તો અલ્પશબ્દ અને અનંત અર્થ સ્વરૂપ હોવાથી બાળજીવોને દુર્ગમભૂત હોય છે તેથી જ આ દ્વાદશાંગીને પામીને પછીના શ્રીશ્રુતસ્થ વિશે પ્રત્યેકબુદ્ધો - પૂર્વધર મહાપુરુષો દ્વારા પરમાત્માની દેશનાનો સાર આગમગ્રંથોમાં સંગૃહીત થતો હોય છે. પ્રભુજીના સમયમાં દ્વાદશાંગી સહિત ૭૬ આગમો હતા. ત્યારબાદ ૫૦૦વર્ષના સમયગાળામાં જુદા જુદાપૂર્વધર મહાપુરુષોએ સૂત્રોની રચના કરતા ૮૪ આગમો થયા. વર્તમાનમાં છેલ્લા ઘણા સમયથી ૧૧ અંગ + ૧૨ ઉપાંગ +૧૦પયન્ના + ૬ છેદ +૪મૂળ + ૨ચૂલિક એમ ૪૫ આગમસૂત્ર તરીકે અને શેષ આગમ સૂત્રોને આગમ બાથ સ્થાન આપવામાં આવ્યું છે.
આ આગમસૂત્રો અર્ધમાગધી – માગધી -પ્રાકૃત ભાષામાં રચાયેલા છે. તેના અતિ ગહન ગંભીર રહસ્યોને ખોલવા માટે પૂર્વના બહુશ્રુત મહાપુરુષોએ (૧) નિર્યુક્તિ (ર) ભાષ્ય (૩) ચૂર્ણિ, (૪) વૃત્તિ - સંસ્કૃતટીકાઓની રચના કરવા દ્વારા યોગ્ય-અધિકારી ભવ્ય જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ આગમસૂત્રો ગુરુપરંપરાથી યોગ્ય અને અધિકારી શિષ્યોને જ તેમની યોગ્યતા મુજબ અને દીક્ષાપર્યાય મુજબ યોગોદ્ધહન કરાવવા પૂર્વક જ આપવામાં આવતા હતા અને શિષ્યો પણ ગુરુકૃપાના બળે જ તેના રહસ્યને પામીને સ્વ-પરનું કલ્યાણ સાધતા હતા. સાધી રહ્યા છે. અતિસૂક્ષ્મ પદાર્થોનું પણ તલસ્પર્શી નિરુપણ કરનાર આગમસૂત્રોનું અવગાહન કરવા માટે જેમ ગુરુકૃપા અતિ જરૂરી છે તેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ કરતા પણ સવિશેષ દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ ખૂબ જ જરૂરી છે. એમ કહેવાય છે કે આગમો ખોલવા તેના રહસ્યોને પામવા જ્ઞાનચક્ષુ કરતા પણ અપેક્ષાએ ચારિત્રચક્ષુની વધુ જરૂર છે. કારણ કે આગમગત પદાર્થો અતિગહન અને અતિગંભીર રહસ્યોથી ભરેલા છે. અને આપણી પ્રજ્ઞા ખૂબ જ સીમીત-અલ્પ છે તથાવિધ આગમ જ્ઞાતા આચાર્ય ભગવંતનો વિરહ છે. તો જિનવચનો નય-નિપેક્ષ-પ્રમાણ સપ્તભંગીથી યુક્ત છે. હેતુ-ઉદાહરણનો અસંભવ છે. "ક્યાં દરિયા જેવડા વિશાળ રહસ્યગર્ભિત જિનવચનો અને ક્યાં ખાબોચિયા જેવડી આપણી અલ્પમતિ" તેથી કેટલીકવાર તે પદાર્થો ન સમજાય તો પણ હૈયામાં અવિહડ વિશ્વાસ હોય કે મારા પરમાત્મા ત્રણ કાળમાં ખોટું તો કહે જ નહિ.
આવા અનુપમ આગમસૂત્રો સ્વયં વાંચવાની વસ્તુ નથી. અનુવાદો કરવાની વસ્તુ નથી. અનુવાદો વાંચવાની વસ્તુ નથી. પરંતુ વિનયપૂર્વક-વિધિપૂર્વક ગુરુબહુમાનથી શ્રી ગુરુ ભગવંતના ચરણોમાં બેસીને તેના રહસ્યો પામવાની ઉત્તમ વસ્તુ છે. તે આગમસૂત્રોને પ્રાપ્ત કરવા માટે યોગોદ્વહન કરવા અતિ જરૂરી છે. યોગો દ્વહન કરવા દ્વારા આગમ મેળવવાની બાથ યોગ્યતા પ્રાપ્ત થાય છે. અને ભગવદ્ભક્તિ - સૂત્ર બહુમાન - ગુરુબહુમાનવાળા ભાવ દ્વારા - આંતરિક યોગ્યતા પ્રાપ્ત થાય છે. બન્ને યોગ્યતા વાળા શિષ્યને અધિકાર મુજબ પ્રાપ્ત થયેલા આગમસૂત્રો સ્વ-પર શ્રેયસાધક બની શકે છે. આવા આગમસૂત્રોને પામીને આપણે આત્મશ્રેયઃ સાધનારા બનીએ એ જ શુભકામના.
|
અહો શ્રુતજ્ઞાનમ્ આનંદ ઝરણા