SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Sીuસુ વરચર 4િu: જનરેઝી प्रविश्यामिण ને 5051m 2 થ્રી- સર્વ ધર્મ જો આવું થઈ જાય તો..... ! L લેખકઃ- પંન્યાસ શ્રીપભ્રંબોધિવિજયજી શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય દાનના ક્ષેત્રે દિન-રાત હરણફાળ ભરતો જૈનસંઘ શ્રુતજ્ઞાનના ક્ષેત્રે થોડો પાછો પડતો ક્યારેક જણાય છે. આ પીડામાંથી એક સપનું ઉદ્ભવ્યું છે. જો આવું થઈ જાય તો! સ્વપ્ર કલ્પના એવી છે.... - પૂજ્ય ગીતાર્થોની સૂચના કે માર્ગદર્શન જો મળે તો તદનુસાર જ સુશ્રાવકો સંઘનું સમગ્ર રાષ્ટ્રવ્યાપી, સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોને આવરી લેતું એક વોટ્સએપ ગૃપ બને... જેનું નામ હોય "શ્રુતજ્ઞાનપ્રેમી પરિવાર." જેમાં જોડાયેલા સમસ્ત લોકોને એવો નિષ્ઠાપૂર્વકનો નિયમ હોય કે- રોજ એક ગાથા, અથવા ગાથાની બે લીટી તો ગોખવી જ ! રોજ એક નિયત સમયે એવોટ્સએપ ગૃપના એડમીન-સંચાલક શુદ્ધ-સ્પષ્ટ અને સુંદર અવાજમાં બે પ્રતિક્રમણ – પાંચ પ્રતિક્રમણની ક્રમશઃ ગાથાનો ઓડીયો મોકલે. સાથે તે ગાથાનો ટૂંકો-મુદ્દાસર અર્થ રજુ કરતો બીજો એક ઓડિયો મોકલે ! અને રાત્રીશયન પહેલાં એમાં જોડાયેલા લાખો જૈનોએ ગાથા સ્વયંશિસ્ત સાથે નિકા-નિયમપૂર્વક ગોખી જ લે....! - ઓડિયો સાથે તે ગાથા શુદ્ધ ટાઇપિંગમાં પણ લખેલી હોય...એક ગાથાનો ઓડિયો, એક મદાસર અર્થનો ઓડિયો અને એક તે જ ગાથાનું શુદ્ધ ટાઈપિંગ ! આમત્રણ રીતે રજુઆત થાય. એ ગાથા રોજ હજારો લોકો ગોખી જ લે ! ટૂંકો અર્થ પણ સમજી લે ! બીજા દિવસે નવી ગાથા - નવો અર્થ ! બે વિભાગમાં આ ગ્રુપ વહેંચાયેલું હોય ! પ્રાથમિક અને માધ્યમિક ! બે પ્રતિક્રમણ વાળા પ્રાથમિક ગ્રુપમાં હોય.... પંચ પ્રતિક્રમણ વાળા માધ્યમિક ગ્રુપમાં હોય... પછી આગળ એ લોકો ઉચ્ચતર માધ્યમિક ગ્રુપમાં આવી પહોંચે ! આને એક રીતે "મોબાઈલપાઠશાળા" અથવા "જીવંત પાઠશાળા" કહી શકાય ! - એક અભ્યાસુ પંડિતજી આના એડમિન હોય... એ પંડિતજીને ખાસ્સો પગાર મળતો હોય... આ કાર્યને સંપૂર્ણ વફાદાર અને વળગેલા હોય... ! આ ગૃપ "એડમિન પોસ્ટ"થી સુરક્ષિત હોય...! ગાથા સિવાયના કોઈ જ સમાચાર કે સૂચના આમાં ન આવતા હોય....! આ ગૃપના એડમિન પંડિતજીને એક સુંદર ઓફિસ આપી હોય...! સવારથી સાંજ "ઓનલાઈન" હોય ! કોઈ ગીતાર્થભ્રમણની સીધી નજર હેઠળ આપંડિતજી સંકળાયેલા હોય....! હજારો જૈનો પોતાનું કર્તવ્ય,ફરજ અને આભાર સમજીને આમાં જોડાતા જાય....! જો આવું થઈ જાય તો પુસ્તકમાં જ અટવાઈ ગયેલી ગાથાઓ મસ્તકમાં રમતી થઈ જાય...! ઘરે ઘરે શ્રુતજ્ઞાન જીવંત અને જયવંત થઈ જાય...! જે યુવા-યુવતીઓ પાઠશાળા સુધી પહોંચવાના નથી, તો આનાથી પાઠશાળા એમના સુધી પહોંચી જશે... શરમના કારણે અને સમયની ખેંચના કારણે પાઠશાળા ન આવી શકતા વડીલો-વયોવૃદ્ધો પણ આ પાઠશાળાના માધ્યમે આવશ્યક સૂત્રોના સ્વાધ્યાયી-અભ્યાસ બની શકે...! ગિરનાર યાત્રાની ઝુંબેશ ઉપડી તો ભૂલાયેલો ગિરનાર આજે ઘર ઘર પહોંચી ગયો..! આવું અથવા આના જેવું જોથઈ જાય તોજ શ્રુતજ્ઞાન કંઠસ્થ, હૃદયસ્થ, જીવનસ્થ થશે...! વધુ તો આ અંગે વિચારકો વિચારશે... મૈતો એક "સ્વ"જે વિચાર્યું છે તે જ રજૂ કર્યું છે! પણ ''જો...આવું થઈ જાય તો....."કમાલતો થઈ જ જાય ! r I Hrastna વિ2િ5 at:5કો છે सदारा अप्रवि અહોશ્રુતજ્ઞાનમ્ આત્માની પુષ્પપૂજા 50
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy