________________
૪) તપાગચ્છના આચાર્યશ્રી રત્નાકરસૂરિ
તેઓ તપાગચ્છની વૃદ્ધ પોષાળ (વડી પોષાળ)ના ૪૯માં ભટ્ટારક હતા. તેમના ઉપદેશથી 'સૂક્તરનાકર મહાકાવ્ય ધર્માધિકાર'ની પ્રતિઓ લખાઈ. સં. ૧૩પ૩માં ભગવતીસૂત્રટીકા સહિત લખાયું.
શત્રુંજય તીર્થ ઉપર નવા જિનપ્રસાદમાં ભગવાન ઋષભદેવની નવી પ્રતિમાની નવી પ્રતિષ્ઠા પાટણના શાહ સૌદાગર સમરાશાહ ઓસવાળે કરાવી ત્યારે આ આચાર્ય શ્રી હાજર હતા. આચાર્ય રત્નાકરસૂરિની આત્મનિંદાગર્ભિત અમરકૃતિ એટલે 'રત્નાકરપચીશી. આ રપ ગાથાનું સ્તોત્ર આજે પણ સમસ્ત જિનશાસનમાં ભાવવૃદ્ધિ કરી રહ્યું છે. વળી તેઓશ્રીએ અમદાવાદમાં 'વસન્તવિલાસ'ની ગુજરાતી રચના કરી હતી.
૫) આચાર્યશ્રી રતસિંહ સુરિ(સં. ૧૫૨થી૧૫૩૦)
જુનાગઢના રા'મહીપાલે (મેપાએ) આ. રતસિંહસૂરિનાં ઉપદેશથી ગિરનાર તીર્થમાં ભગવાનનેમિનાથદાદાનાં જિનાલયને સોનાનાપતરાથી મઢાવ્યો હતો.
આ. રતસિંહસૂરિએ સં. ૧૪૭૧માં રતચૂડ રાસ રચ્યો. ૬)તપાગચ્છીય આચાર્યશ્રી સોમવિમલ સૂરિ |
સોળમી સદીનાં પ્રાંત્યભાગથી સત્તરમી શતાબ્દિના પૂર્વાર્ધમાં પૂજ્યશ્રીએ અનુપમ શાસનપ્રભાવના કરી હતી. તેમણે સં. ૧૫૭૪માં માત્ર ૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. 'અજાણીતીર્થ'માં જઈ સરસ્વતીની આરાધના કરી વરદાન મેળવ્યું હતું. તેમણે 'ગૌતમપૃચ્છા ટબો, શ્રેણિકરાસ, નવતત્ત્વલોક, કલ્પસૂત્ર ટબો, સંઘચરિત્ર, નવકાર ચોપાઈ, ધમ્પિલકુમારરાસ, ચંપકશ્રેષ્ઠિરાસ, દશવૈકાલિક ટબો, વિપાકસૂત્ર ટબો, ક્ષુલ્લકકુમાર રાસ. વિગેરે ગ્રંથોની રચના કરી. તેઓ અષ્ટાવધાનીઈચ્છાલિપિવાચક-ચૌર્યાદિભયનિવારક માત્ર સંદેશ દ્વારા વિવિધ રોગોનું હરણ કરનારા. પાદપક્ષાલનજલથી રોગમુક્તિ કરનારા આદિ અનેક અદ્ભુત પ્રભાવવાળા
હતા. ૭) તપાગચ્છીય આચાર્યશ્રી મુનિસુંદર સૂરિ
જિનશાસનનાઝળહળતા સૂર્ય સમાન આચાર્યમુનિસુંદરસૂરિજીની પ્રભાવકતા બેનમુન હતી. તેઓએ સં. ૧૪૪૩માં ૭ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી હતી. ૪ર વર્ષની ઉમરેઆચાર્યપદપ્રાપ્ત થયું હતું. ખંભાતના દફખાન આ. મુનિસુંદર સૂરિને 'વાદિ ગોકુલ સાંઢ' તરીકે માનતો હતો. દક્ષિણના પંડિતોએ સૂરિજીને 'કાલિ સરસ્વતી'નું બિરૂદ આપ્યું હતું. આ. મુનિસુંદર સૂરિના નાનપણથી જ હજાર નામ અવધારણ કરી શકતા. હજાર અવધાન કરનારા સહસ્ત્રાવધાની હતા. ૧૦૮ કટોરીઓનો અવાજ ઓળખી શકવાની શક્તિ હતી. મેવાડ-દેલવાડામાં (અથવા ધારા નગરીમાં) દુષ્ટદેવીઓએ કરેલા ઉપદ્રવને શાન્ત કરવા માટે સૂરિમ–ગર્ભિત સંતિકર સ્તોત્રની પ્રાકૃતમાં રચના કરી હતી. તેમણે ચતુવિંશતિસ્તોત્ર રતકોશ, નૈવેદ્યગોષ્ટી, શાન્તસુધારસ, ઉપદેશ રત્નાકર સ્વોપજ્ઞવૃત્તિસહ, જયાનંદ ચરિત્ર મહાકાવ્ય મિત્રચતુષ્ક કથા અધયાત્મકલ્પદ્રુમ આદિગ્રંથોની અમર રચના કરી હતી.
- આવા તો અનેક શાસનપ્રભાવક શ્રુતોપાસક સૂરીજીઓથી જિનશાસન ભર્યુ-ભાદર્યું છે. શ્રુતધરોને અનંતશઃ વંદન.
આધાર : જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧,૨,૩