________________
સમ્યગજ્ઞાનની ભક્તિ
પૂ. આ. શ્રી રતસંચયસૂરિજી મ.સા
પૂ. શ્રી શાંતિચંદ્રસૂરિજી સમુદાય
દુનિયામાં જ્ઞાન બે પ્રકારના છે. મિથ્યાજ્ઞાન, સમ્યગ જ્ઞાન મારા પરમાત્માએ જ ત્રિપદી દ્વારા જ્ઞાન આપેલ તે સમ્યગજ્ઞાન છે અને આ જ ત્રિપદી સાંભળીને ગણધર ભગવંતે તો સમસ્ત દ્વાદશાંગીની રચના માત્ર અંતમુહુર્તમાં કરે છે. દીપ વિજયજી કવિ બહાદુરે પૂજાની ઢાળ અને ચૈત્યવંદનમાં આ પ્રમાણે દ્વાદશાંગીના જ્ઞાનના પ્રમાણનો ઉલ્લેખ પણ કરે છે.
कोडाकोडी वीश वली, उपर छयासी कोड। अडसठ लाख ने पांच हजार, घटशत उपर जोड ।। ए पद द्वादशांगी तणा, गणधर लब्धि जोगे।
अंतमुहुर्तमां रच्यु, क्षय उपशम संयोगे ।। એટલે વીસ લાખ અબજ, છયાસી કરોડ, અડસઠ લાખ, પાંચ હજાર, છસો પદની રચના ગણધર ભગવંતે પોતાના જ્ઞાનનાં ક્ષયોવંશમ દ્વારા અંતમુહુર્ત સમયમાં કરે છે. અને આ પદના શ્લોકો એકાવન કરોડ, આઠ લાખ, ક્યાસી હજાર, આઠસો ચાલીસ બને છે. પ્રવચન કિરણાવળી ગ્રંથમાં આનું પ્રમાણ બતાવેલ છે. આટલુ બધુ વિશાળ અને વિશિષ્ટ જ્ઞાન આપણા સુધી પહોચતા સાગર આખોખાલી થઇ ગયો છે. માત્ર બિંદુ જેટલુ જ્ઞાન જ બચ્યું છે. ગણધર ભગવંતો પાસે સાગર જેટલું જ્ઞાન હતું અને આપણી પાસે બિંદુ જેટલું બચ્યું છે પણ આ બિંદુ આપણા માટે તો સાગર સમાન છે માટે આ જ્ઞાનને સાચવવા માટે સંયમી આત્માની તનતોડ મહેનત હોવી જોઇએ. હસ્ત લેખીત કાગળમાં કપડામાં તાડપત્રીઓ ઉપર ગ્રંથો મઢિ સ્યાહી, સુવર્ણસ્યાહીથી લખાવવા માટે પ્રેરણા કરવી જોઇએ.
દરેક પુસ્તકોમાં દ્વાદશાંગીનો અંશ રહેલો છે માટે પુસ્તકોને પુઠા ચડાવવા, બાઇંડીંગ કરાવવા, નામ લખવા, નંબર પ્રમાણે મુકીને યથાશક્તિ જ્ઞાનની ભક્તિ કરવાથી પરંપરાએ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે.
જ્ઞાનપંચમી પર્વ આવતા પૂર્વે જ્ઞાનભંડારોની સાફસફાઇ, પુસ્તકો બહાર કાઢવા, પાછા અંદર મુકી જ્ઞાનપંચમીએ પુજા કરવી એ પણ જ્ઞાનની ભક્તિ છે તો આવી પ્રેરણા દરેક સાધુ-સાધ્વીજીઓ કરવા માંડે તો જ્ઞાનાવરણીય કર્મો પણ ખપે. સાથે સાથે જ્ઞાન સારી રીતે જળવાઇ રહે. ચતુર્વિઘ જ્ઞાન પ્રત્યે આદર બહુમાન, વિનયભાવ રાખી આગળ વધો એજ શુભકામના.
અહો શ્રુતજ્ઞાનમ્ દિવ્ય દ્રષ્ટિ
T
ET TAT
TET //પકા
TVT "JTY
\/\\\/\/\