________________
જૈનદર્શન: એક વિજ્ઞાન દર્શન
જૈનવિજ્ઞાની આચાર્ય શ્રી વિજયનંદીઘોષસૂરિજી પૂ. શ્રી નેમીસૂરિજી સમુદાય
વીતરાગ પરમાત્માએ જે કાંઈ પદાર્થો બતાવ્યા છે. તે સર્વનું ભૌતિક અસ્તિત્વ છે અને તેઓએ કાંઈ પણ કાલ્પનિક પદાર્થ બતાવ્યો નથી. તેથી જૈન દર્શન વાસ્તવિક દર્શન છે. આમ છતાં, કેટલાક પદાર્થો અંગે આપણી નવી પેઢી મુંઝવણ અનુભવે છે. જૂની પેઢી શ્રદ્ધાની પક્ષપાતી છે. તો નવી પેઢી વિજ્ઞાનની પક્ષપાતી છે. તેને ખપે છે માત્ર વૈજ્ઞાનિક સાબિતી. આજના યુગમાં વિજ્ઞાન પણ એક દર્શન છે. તેથી આપણો શ્રમણ વર્ગ પણ હવે વિજ્ઞાનના અભ્યાસ તરફ રસ અને રુચિ કેળવતો થયો છે. પ્રભુ તો કેવળજ્ઞાની હતા તેઓને સમગ્ર બ્રહમાંડના સઘળાંય પદાર્થો હસ્તામલકવ હતા પરંતુ વાણીની મર્યાદાના કારણે બધાજ પદાર્થોનું કથન કરવું શક્ય નથી. તેથી ખૂબ જ મર્યાદિત પદાર્થો તેમણે બતાવ્યા છે અને ઘણું અકથિત છે. આમ છતાં જેટલું પણ છે તે સઘળું બહુમુલ્ય છે. તેનું વૈજ્ઞાનિક નિરૂપણ ભાવી પેઢી માટે જરૂરી છે. તેમાં પણ જૈનદર્શન નિર્દિષ્ટ ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો એટલા ચોક્કસ છે જો તેનો સ્વીકાર કરવામાં આવે તો આજના ભૌતિકશાસ્ત્રના ઘણા ખરા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય તેમ છે. તે સિવાય અન્ય વિજ્ઞાનશાખાઓ સંબંધી અઢળક માહિતી આપણા જૈન આગમોમાં ઉપલબ્ધ છે. તે માટે જરૂરી છે માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટ્રિકોણ અને વિજ્ઞાનનો થોડોક અભ્યાસ તથા વિચારધારા: નવી પેઢી માટે વૈજ્ઞાનિક સંશોધન કરતી વખતે ‘મારું એ જ સાચું” એવું વલણ અખત્યાર કરવાને બદલે ‘સાચું એ મારું વલણ અપનાવીએ તો ઘણા પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત થઈ શકે તેમ છે.કમનસીબે આવું ભાગ્યે જ બને છે, પરંતુ સંતોષની વાત એ છે કે હવે આ પ્રકારનું વૈજ્ઞાનિક માનસ ધરાવતા વિદ્વાન સાધુઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે અને તે જિનશાસનના હિતમાં છે. આ પ્રકારના વૈજ્ઞાનિક સાધુઓ જ નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન આપી શકશે. તો આપણે સૌએ ભેગા થઈ આ દિશામાં પુરુષાર્થ કરીએ કે જેથી નવી પેઢીનું કલ્યાણ થાય.
જિનશાસનનાં અનેકવિધ ક્ષેત્રની ભક્તિ આરાધના ઉપાસના દ્વારા સ્વ-પરનાં ઉપકારક બનવાનું સૌભાગ્ય તમે મેળવ્યું છે. તેમાં પણ વર્તમાનકાળે શ્રાવકવર્ગમાં વિશેષથી ઉપેક્ષાપાત્ર બની રહેલ એવા શ્રુતજ્ઞાનના વિષયમાં રસ કેળવીને 'અહો ! શ્રુતજ્ઞાનમ્' આદિનાં માધ્યમે તમે જે સર્વગથિત-અદ્દભુતઅનુપમ અને અદ્વિતીય એવા શ્રુતજ્ઞાનનાં સંરક્ષણ-સંવર્ધન-પ્રસારણનું કાર્ય કરી રડ્યા છો તેની સવિશેષ અનુમોદના. આ 'અહો ! શ્રુતજ્ઞાનમ્' મેગેઝીન અનુક્રમે સુવર્ણ અંક સુધી વિકાસ સાધી ચૂક્યું છે તે અતિ આનંદની વાત છે. ખરેખર ભૌતિક કે આધ્યાત્મિક તમામ ક્ષેત્રોમાં જ્ઞાન મહત્વનું સાધન છે. ચા બનાવવાની હોય કે Leadership કરવાની હોય, driving કરવાનું હોય કે construction કરવાનું હોય, business કરવાનો હોય કેoperation કરવાનું હોય તે તમામ ક્ષેત્રોમાં જ્ઞાન આવશ્યક બને જ છે. અને તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ પ્રતિક્રમણ કરવાનું હોય કે પૂજા કરવાની હોય, ગુસ્સેવા કરવાની હોય કે તીર્થયાત્રા કરવાની હોય, મુઠપત્તીનું પડિલેહણ કરવાનું હોય કે વાંદણાની ક્રિયા કરવાની હોય. અહીં પણ સર્વત્ર જ્ઞાન આવશ્યક છે જ. માટે જ પરમપવિત્ર આગમસૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્ર જણાવે છે કે પઢમંનાજ્ઞાન એપ્રથમ સ્થાને છે.
બાબુલાલજી ! તમારી આ શ્રુતભક્તિ- જિનશાસનભક્તિસાનુબંધ બને એવા અંતરના શુભાશિષ અને તે સાનુબંધ શુભાનુષ્ઠાન માટે તમારું આરોગ્ય સદૈવ સુચારુ રહે - તમે દીર્ધાયુ બનો તેવી પ્રભુને પ્રાર્થના. પં. શ્રી. ચંદ્રશેખરવિજયજીના પ્રશિષ્ય પૂ. આ. શ્રી. હંસકીર્તિસૂરિજી મ.સા. સાબરમતી,આસો સુદ.૧, ૨૦૭૫
અહો શ્રતાનમ્ સંધર્માસ્વામિની શાખા
3A