________________
શ્રુતજ્ઞાનના ચાર સ્તંભ
Hala
પૂ.આ. શ્રી યશોવિજયસૂરિજી મ. સા શ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય આંતર્રાષ્ટ્રીય શિક્ષા આયોગે ૧૯૯૬માં ર૧મી સદીમાં શિક્ષણ કેવું હોવું જોઈએ? તે માટે યુનેસ્કોમાં એક રિપોર્ટ રજુ કર્યો હતો. જેસડેલર્સની અધ્યક્ષતામાં તૈયાર થયેલ રિપોર્ટમાં શિક્ષણના ચાર હેતુ બતાવ્યા હતા. આજના આપણા શ્રુતજ્ઞાન માટે પણ તે ખૂબ વિચારણીય છે. ૧) જાણવા માટે ભણવું?-કેટલુંક શ્રુતજ્ઞાન એવું હોય છે જે આપણને માહિતી આપે છે, સાત નરક કે બાર દેવલોકના પદાર્થો 'જાણવા માટે ભણાય છે. ૨) કરવા માટે ભણવું:- ભક્ષ્યાભઢ્યની જાણકારી અભક્ષ્યનો ત્યાગ કરવા માટે મેળવવાની છે. જીવવિચાર વગેરેનું જ્ઞાન જીવોનું રક્ષણ કરવા માટે મેળવવાનું છે. આ બધું જ શ્રુતજ્ઞાન 'કરવા માટે ભણવામાં આવે છે. ૩) સાથે રહેવા માટે ભણવું:- માર્ગાનુસારીના ૩૫ ગુણોનું જ્ઞાન, ધર્મબિંદુમાં દર્શાવેલ તે-તે ભૂમિકાના ગુણોનું જ્ઞાન. આ બધું શ્રુતજ્ઞાન સમાજ સાથે રહેવા માટેનું શિક્ષણ કહી શકાય. જે સજ્જન બનાવે છે, સજ્જન બનવાનું શીખવાડે છે. ૪) હોવામાટે ભણવું:- આ બહુ જ મહત્ત્વપૂર્ણ પ્રકાર છે. જેમાં આધ્યાત્મિક જ્ઞાનનો સમાવેશ થાય છે. શાંત, નિર્મળ, સ્વરૂપસ્થ થવામાટે- બન્યા રહેવા માટે જે ભણવામાં આવે તે આ ચોથા પ્રકારમાં સમાવિષ્ટ થાય છે. આપણે ત્યાં સમાજમાં જ્ઞાની + તપસ્વી + સજ્જન + આધ્યાત્મિક આ ચારેય ગુણો ધરાવનારી વ્યક્તિ બહુ જૂજ જોવા મળશે. સજ્જન હશે તો શાસ્ત્રોનું જ્ઞાન નહીં હોય, માટે તે વ્યક્તિ ધર્મક્ષેત્રે આગળ નહીં આવે, જ્ઞાની હશે તો તપસ્વી નહીં હોય, તપસ્વી હશે તો આધ્યાત્મિક નહીં જોવા મળે. સ્વસ્થ જૈન સમાજમાં આ ચારેય વિશેષતાઓનો ઈષ્ટતમ પ્રમાણમાં સમન્વય હોવો ઘટે..... ચારેય વિશેષતાઓનો છૂટો-છૂટોપ્રકર્ષ આજે જોવા મળે છે, પરંતુ તે ઉપકારક ઓછો બને છે. આ ચારેયનો સમન્વય ખૂબ ઉપકારક બને. આ માટે જરૂરી છે, ચારેય પ્રકારનું શિક્ષણ.... પાઠશાળાથી લઈ પ્રવચન સધી આ ચારેય પ્રકારનું શ્રતજ્ઞાન પીરસાય તે આજે જરૂરી છે. બાળકોને પણ આ ચારેય પ્રકારનું શ્રુતજ્ઞાન પીરસો તથા પ્રવચનમાં પણ આ ચારેયપ્રકારવણીલો તોરોચકતા તો વધશે જ, ઉપકારકતા પણ વધશે.... એક વિચારઃ ક્યારેક વિચાર આવે, જિનશાસનમાં દર વર્ષે પ્રિન્ટીંગનું કાર્ય કરોડો રૂપિયાનું થાય છે. હા! ખરેખર એક અંદાજો માંડતા પુસ્તકથી લઈ પંચાંગ અને પરિપત્રોનો પ્રિન્ટીંગ ચાર્જ ગણવામાં આવે તો કરોડો રૂપિયા પ્રતિવર્ષ પ્રિન્ટીંગની દુનિયામાં ખર્ચાય છે...
આમાં પણ બે પ્રકારનું પ્રિન્ટીંગ દેખાયઃ (૧) હાઈ ક્વોલિટીવાળું ખર્ચાળ, (ર) સામાન્ય પ્રિન્ટીંગ, સસ્તુ ક્વોલિટી વિનાનું....
પુસ્તકો છપાવવા વગેરેમાં શ્રાવકો લગભગ ઉદાસીન વલણ ધરાવે છે. તેવું વિશેષ જ્ઞાન ધરાવનારા, તેનું ટેકનીકલ નોલેજ ધરાવનારા શ્રાવકો જૂજ છે. આખરે મહાત્માએ જ પ્રફચેકીંગથી માંડીપ્રેસનક્કી કરવા સુધીના કાર્યો કરવાના આવે છે. એમાં સંસાર ત્યાગી મહાત્માઓ ઉણા ઉતરે છે, પ્રેસવાળા ક્યારેક તો રીતસર છેતરે છે, મૂર્ખ બનાવે છે. આ સમસ્યા ઘણી જ નુકસાનકારક થતી જાય છે, આના સમાધાન તરીકે એક કેન્દ્રીય જૈન પ્રેસ હોય તો શું થાય? તેવો વિચાર આવી જાય.... જો જાણકાર શ્રાવકો, પ્રિન્ટીંગ ટેક્નોલોજીના મહારથીઓની સહાય લઈ, થોડી સદ્ભાવના સાથે એકઠા થાય અને જૈન પ્રેસની સ્થાપના કરે તો કદાચ વર્ષે દહાડે કરોડો રૂપિયા શ્રીસંઘના વેડફાતા બચે. શબ્દશઃ કરોડો રૂપિયા બચે....
અહો શ્રુતજ્ઞાનમ્ - શાંતિનું સામ્રાજ્ય