________________
પુસ્તક
અહો ! શ્રવશાળી
|| શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ ||
સંકલન શાહ બાબુલાલ સરેમલા
બેડાવાળા સંવત ૨૦૦૫ - ભાદરવા સુદ-૫
- જિનશાસનના અણગાર, શાસનના શણગાર સંચમી વિદ્વાન ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં અનંતશઃ વંદનાવલી. જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી, પંડિતવર્યશ્રી, વિધિકારકશ્રી આદિને પ્રણામ.
- જ્ઞાની ગુરુભગવંતો પૂર્વાચાર્યો દ્વારા રચાયેલા પ્રકરણ ગ્રંથોનો સ્વાધ્યાય નિયમિત રૂપે કરતાં હોય છે. અને સાથે-સાથે આગમ અને બીજા શાસ્ત્રગ્રંથો તેમજ ટીકાવિવેચન વગેરેનો અભ્યાસ પણ પોતાના ક્ષયોપક્ષમ અને રૂચિ અનુસાર કરતાં હોય છે. સાથે-સાથે સાંપત પ્રવાહથી માહિતગાર થવા માટે તેમજ લોકોપયોગી માહિતી અને પ્રવચન માટે ઉપયોગી બને તેવું જુદી જુદી ભાષામાં લખાયેલ જૈન અને જૈનેતર સાહિત્યનું વાંચન પણ કરતાં હોય છે... બીજા ધર્મોમાં રહેલા પદાર્થો અને ભક્તિ વૈરાગ્યસૂચક ગ્રંથો પણ વાંચન માટે ઉપયોગમાં લેતાં હોય છે. આપણા જૈન જ્ઞાનભંડારમાં આવા પ્રવચન માટે ઉપયોગી પુસ્તકો ખૂબ જ જુજ જ્ઞાનભંડારોમાં મળતાં હોય છે. તેથી ગુરુભગવંતો પ્રવચન માટે ઉપયોગી, બેસ્ટ સેલર લેખકોના બેસ્ટ સેલર પુસ્તકો ખરીદાવીને પણ અવારનવાર મંગાવતા હોય છે. તેમજ વાંચન બાદ જે તે સંઘના જ્ઞાનભંડારમાં જમા કરાવતા હોય છે. પરંતુ, જ્ઞાનખાતેથી કે વ્યક્તિગત ખરીદેલા આવા સુંદર ઉપયોગી પુસ્તકો દેશભરમાં રહેલા જુદા જુદા સંઘોના ૫૦૦થી વધુ જ્ઞાનભંડારો કે શ્રીસંઘના ઉપાશ્રયમાં છુટક છુટક નકલો હોવાથી કોઇને પણ બહુ ઉપયોગમાં આવતા નથી અને તેના લીધે ખર્ચેલા પૈસાનું પુરેપુરુ વળતર પણ મળતું નથી. તથા કાળક્રમે તે પુસ્તકો ભુલાઇ જાય છે. આવા જેન અને જેનેતર લેખકોનું સાહિત્ય માગનુસારી તેમજ વિશિષ્ટ વિષયોના પુસ્તક ગુરુભગવંતો વાંચન બાદ સીલેન્ટેડ જ્ઞાનભંડારોમાં જમા કરાવે તો બીજા ગુરભગવંતોના પણ ઉપયોગમાં આવી શકે. સૌથી વધુ ઉપયોગમાં આવતા જ્ઞાનભંડાર કે જેમાં સંગ્રહિત Quantity szai dholl GIRI Issue adi yzais) Rotatiowise qa elu, dai Reader Friendly જ્ઞાનભંડારોને લક્ષ્યમાં રાખીને મુંબઇ, સુરત, અમદાવાદમાં રહેલ બે-ત્રણ જ્ઞાનભંડાર પૈકી કોઇપણ એક જ્ઞાનભંડારમાં વધારાના પુસ્તકો જમા કરાવે તો એક જ વખત ખરીદેલું પુસ્તકનો Multiple ઉપયોગ થઇ શકે છે.
જ્ઞાનભંડારના સંચાલકે પણ આવા પુરોની યાદી શક્ય હોય તો તેને વિષય અથવા તો લેખક/સંપાદક પ્રમાણે બનાવીને પોતાના જ્ઞાનભંડારમાં રાખવા જોઇએ. અમોએ ગત વર્ષે જુદી જુદી સંસ્થાઓનો ડેટા મંગાવેલ તે મુજબ અમોને સુરતમાં શ્રી ૐકારસૂરિજી જ્ઞાનભંડાર અને ઉમરા જૈન સંઘ યોગ્ય લાગેલ તે જ રીતે અમદાવાદમાં શ્રી કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર - કોબા અને શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર - સાબરમતીની ભલામણ કરીએ છીએ, તે જ રીતે મુંબઇમાં શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ જ્ઞાનભંડાર તેમજ શ્રી ઇરલા જૈન સંઘ ખૂબ જ સક્રિય છે તો પૂજ્યો તરફથી માર્ગદર્શન આવકાર્ય છે.
લી. સકળ શ્રી સંઘ ચરણસેવક શાહ બાબુલાલ સનેમલ બેડાવાલા
" કાસોર્દ સર્વ સાધૂનામ્ "
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૯ ૧