________________
સકલ શ્રીસંઘ શી રીતે આગળ આવે ?
'શાન
. પ્રિયમ
સંયમી વર્ગમાં પઠન - પાઠન અને શ્રાવક વર્ગમાં તે તે ચાર્તુમાસાદિના પ્રવચનશ્રવણ વગેરે આરાધનાઓ થઇ રહી છે તેની અનુમોદના થાય છે. પણ પયયને અનુસાર ચોક્કસ રીતે જે વિકાસ થવો જોઇએ તે થતો દેખાતો નથી. એની સામે વ્યવહારિક શિક્ષણમાં દશ વર્ષનો છોકરો પાંચમા ધોરણમાં આવી જ ગયો હોય. ને આટલું ભણી જ ગયો હોય એ નક્કી છે. માટે જ એ શિક્ષણ કસ વગરનું હોવા છતાં એનું મહત્ત્વ પ્રસરેલું
છે.
જિનશાસનમાં આટલા વર્ષના પચચવાળા શ્રમણને આ શ્રુત આપવું એવું સ્થાનાંગ આગમવૃત્તિ વગેરે શાસ્ત્રોમાં જણાવેલું છે. તો છેદ સૂત્રોની અંદર ગ્રહણમેધાવી, ધારણામેધાવી અને મર્યાદામેધાવી આ ત્રણ ગ્રેડ દ્વારા કે અપરિણત, અતિપરિણત અને પરિણત આ ત્રણ ગ્રેડ દ્વારા પરીક્ષાનો પણ અતિદેશ કરેલો છે.
' હા, જે અતિ વિશિષ્ટ ક્ષયોપશમવાળા હોય એ ભલે એક વર્ષમાં બેત્રણ/ચાર વર્ષનો કોર્સ કરે, પણ કાંઇક બંધારણ-કોર્સ, સિલેબસ, પરીક્ષાનો આગ્રહ ન હોય, એમને એમ વર્ષો જાય. એ બહુ મોટું ભયસ્થાન છે. દરેક સમુદાયમાં ઉચિત અભ્યાસક્રમો અને પરીક્ષાઓ હોય. વિવિધ ક્ષેત્રોમાં આગળ વધારવાનું માપદંડ એ પરીક્ષાઓના પરિણામો હોય. શું એવું ન થઇ શકે?
પાઠશાળાઓમાં પણ જાતજાતના સિલેબસો ને કોઓં એ આપણી નામોશી તો છે જ. પણ કોઇ જ જાતના સિલેબસ કે પરીક્ષા વગરની પાઠશાળાઓની સ્થિતિ તો ઓર આઘાતજનક બને છે
શું એવું ન થઇ શકે? કે દરેક સંઘમાં, દરેક પાઠશાળામાં ઉચિત અભ્યાસક્રમો ને પરીક્ષાઓ હોય, સિસ્ટેમેટિક રીતે સ્ટડી થતો હોય અને એક્ઝામો અપાતી હોય, તે દરેક સંઘના વાર્ષિક ખર્ચનો મહત્તમ ભાગ આ અભ્યાસ કરાવવામાં અને પરીક્ષા-પુરસ્કારોમાં વપરાતો હોય, ને એના પરિણામોના આધારે જ સંઘમાં ટ્રસ્ટીઓ વગેરેની નિમણુંક થતી હોય.
શું એવું ન થઇ શકે? કે જ્યાં ત્યાં બેસતી પાઠશાળાઓ(મકાન ન હોય તો ખુલ્લામાં ઓટલા ઉપર કે આયંબિલખાતા વગેરેમાં બેસતા હોય છે.) અત્યારની સ્કુલને ય ટક્કર મારે એવો
' અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૮ ૬