________________
-પુસ્ત
અહો ! શ્રતશીલ
|| શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમ: ||
સંકલન શાહ બાબુલાલ સરેમલા
બડાવાળા સંવત ૨૦૦૫ - અષાઢ સુદ-૫ - પ.પૂ.જિનશાસનના અણગાર, શાસનના શણગાર સંયમી, જ્ઞાની, ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં સાદર કોટિશઃ વંદનાવલી... આપ સુખ શાતામાં હશો. જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્ય, પંડિતવર્યશ્રી, સુશ્રાવકશ્રી,......પ્રણામાં
પૂજ્ય ગુરુદેવોની કૃપાદૃષ્ટિ, આશિર્વાદ અને પ્રેરણાથી શ્રુતજ્ઞાનની અનેકવિધ માહિતી, શ્રુતરક્ષા સંબંધી કાર્યો છેલ્લા દસ વર્ષથી ચાતુર્માસ દરમ્યાન પ્રકાશિત થતાં ” અહો !શ્રુતજ્ઞાનમ" ના માધ્યમથી આપશ્રીને મોકલેલ છે. ૧૧ માં વર્ષમાં પ્રથમ અંકમાં આ પ્રથા અમોએ જાળવી રાખી છે.
ચાર્તુમાસ એટલે આરાધના, સ્વાધ્યાય અને તપનું પર્વ. ચાર્તુમાસાર્થે જે સંઘોને પૂજ્ય ગુરુદેવોની નિશ્રા મળતી હોય તેઓ ખરેખર ભાગ્યશાળી તથા પ્રકૃષ્ટ પુણ્યવાન છે તેવા સંઘોએ પૂજ્યોની નિશ્રામાં તેમના માર્ગદર્શન હેઠળ સંઘમાં રહેલ જ્ઞાનભંડાર અને પાઠશાળાને સમૃદ્ધ, સક્રિય તેમજ ચેતનવંતી બનાવવા માટેની સુવર્ણ તક ગુમાવવી ન જોઇએ. જ્ઞાનભંડારને તેમના સૂચન મુજબ વ્યવસ્થિત કરવો અને જે પુસ્તકો અભ્યાસ ઉપયોગી હોય તે નવા વસાવીને સમૃદ્ધ અને બહુજનને ઉપયોગી બનાવી શકાય છે. આપણી પાઠશાળાઓમાં સામાન્યતઃ સૂત્રો ગોખાવીને ધાર્મિક શિક્ષણ આપ્યાનો સંતોષ માની લેવામાં આવે છે. જીવવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કર્મવિજ્ઞાન ઉપર ભાર મૂકવામાં આવતો હોય તેવું પ્રાયઃ જોવામાં આવતુ નથી. એમ પાઠશાળા એટલે બાળકો પૂરતી મર્યાદિત થતી જતી હોય એવું પ્રાયઃ બનતુ હોય છે. જેમાં ૫ થી ૧૫ વર્ષ સુધીના બાળકો અભ્યાસ કરતા હોય, પણ જેઓ પોતાના જીવનના સૌથી મહત્વના તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે, તેવાં યુવાનો માટેના જ્ઞાનપ્રાપ્તિનો સ્ત્રોત શું?
જે તે સંઘ પોતાના નિશ્રાવર્તી ગુરૂભગવંતોને વિનંતી કરીને સાંજના | રાતના સમયે યુવાનો માટે ચાર પ્રકરણ-ત્રણભાષ્ય અને કર્મગ્રંથના પદાર્થોનું જ્ઞાન તેમના દ્વારા અપાવી શકાય. જૈન ધર્મની અસ્મિતા તેમજ ઇતિહાસ વગેરે વિષયો ઉપર રાત્રિ પ્રવચન ભાઇઓ માટે રાખી શકાય. તદુપરાંત દેરાસરની વિધિ, સામાયિક - પૌષધની વિધિ વગેરેનું તલસ્પર્શી જ્ઞાન આપવાથી શ્રીસંઘને વિષે ક્રિયા શુદ્ધિ વધશે. સમ્યફ જ્ઞાનના પ્રચાર-પ્રસારને આ રીતે વેગ મળશે. પૂજ્ય સાધ્વીજી ભગવંતો દ્વારા પણ બપોરના સમયે યુવતીઓ માટે આ રીતે જેનીઝમનાં જ્ઞાનને પીરસતાં વિશિષ્ટ પ્રવચન શિબિર રાખી શકાય. જે સંઘોમાં પૂજ્ય સાધુ અથવા સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ દરમ્યાન ન હોય તેઓ પણ ચાતુર્માસમાં જ્ઞાનાભ્યાસ માટે પંડિતજી દ્વારા વ્યવસ્થા ગોઠવીને જ્ઞાનોપાર્જન કરવા દ્વારા સ્વકલ્યાણ સાધી શકે.
સંસારની બધી જ ક્રિયાઓ-કાર્યમાં આપણે સમય સાચવતાં હોઇએ છીએ. તો જિનવાણીના શ્રવણ માટે પણ સમય સાચવીને પ્રભુની વાણી ગુરુભગવંતનો આદર જાળવવો જોઇએ.
લી. શા બાબુલાલ સરેમલ બેડાવાળાની વંદના
" दासोऽहं सर्व साधूनाम् "
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૭ ૧