SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અહો ! શ્રાજ્ઞાot uડો ! પુdજ્ઞાનમ અહો ! શ્રવજ્ઞાનનું સડો ! અહો ! શ્રુતજ્ઞાoto અહો ! શ્રવજ્ઞાનમ્ અહો ! શ્રવજ્ઞાotoણ અહો ! શુdજ્ઞofમ્ અહો ! gitold tહો ! શ્રdજ્ઞlol 1 અહો ! શુJશlold અહો ! છુપાઇal| ગુરુભગવંતોને પોતાના વ્યાખ્યાન, ચિંતન માટે પુસ્તક નોટબુક વગેરે અવારનવાર ઝેરોક્ષ અને સ્કેનીંગ તેમજ લેખની ડેટાએન્ટ્રી કરનારની જરૂર પડતી હોય છે. અને તે માટે દરેક સંઘ દ્વારા પોતાના વિસ્તારની નજીકમાં આવેલા ઝેરોક્ષ સેન્ટર, કોમ્યુટરનું કાર્ય કરનારને નિશ્ચિત કરેલ હોય છે. પરંતુ પ્રાયઃ આજુ બાજુમાં આવેલ ત્રણ દુકાન પૈકી સંઘ જેનેતર માણસને જ કાર્ય માટે નક્કી કરે છે. લઘુમતી સમાજના ધાર્મિક સ્થળોમાં તો પ્રાયઃ તેમનાજ ધર્મના લોકો સેવા (આનરરી કે વળતરથી) આપતા હોય છે. પરંતુ તેમની સામાજિક સંસ્થાઓ જેવી કે હોસ્પીટલ, સ્કૂલ વગેરેમાં પણ તેઓ નોકરી માટે તેમના જ સહધમીને પ્રાધાન્ય આપતા હોય છે. અને હવે તો જેનોના બધા જ ધર્મસ્થળો અને સંસ્થાઓ પણ લઘુમતીના હોવાથી સાધર્મિકને પ્રાયોરીટી આપવામાં આ વાંધો નથી. શાસ્ત્રમાં નૂતન દિક્ષીતે ગુરુકુલ વાસમાં રહીને ગુરુની પાસે અભ્યાસ કરવાનું વિધાન છે. દસ વર્ષ સુધી ફક્ત ને ફક્ત નતન દીક્ષાથીએ આગમ, ન્યાય, વ્યાકરણ, ષટુ દર્શન, કર્મસાહિત્ય અને વિશિષ્ટ કળાઓનો પણ અભ્યાસ કરવો જરૂરી છે અને કોઇપણ ગુરુ દરેક વિષયના નિષ્ણાંત હોય નહીં અને શાસનની, સમુદાયની અન્ય જવાબદારીને લીધે શિષ્ય માટે અભ્યાસ માટે પુરતો સમય ન ફાળવી શકે ત્યારે પંડિત પાસે અભ્યાસની જરૂર પડતી હોય છે. અને તે માટે જુદા જુદા સમુદાય કે સંસ્થા દ્વારા સાધુ-સાધ્વીજીના અભ્યાસ માટે મોટા શહેરોમાં શ્રમણ વિધાપીઠ પણ કાર્યરત છે. પરંતુ તેની સંખ્યા ખૂબ જ જજ છે. જ્યારે આપણા શ્રમણ-શ્રમણી ભગવંતો વિશાળ સંખ્યામાં સમગ્ર ભારતમાં રહેલા છે. તેઓના અભ્યાસ માટે ભાગ્યે જ કોઇ સંઘ દ્વારા કાયમી વ્યવસ્થા કરેલ છે. એમ કહી શકાય કે સંઘના બાળકો માટે દરેક સંઘમાં લગભગ પાઠશાળા હોય છે. એટલે કે બધાને પોતાના બાળકોને સંસ્કાર યક્ત બનાવવા છે. મોટા માટે ક્યાંક કોઇક જગ્યાએ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય કે કર્મગ્રંથના વર્ગ ચાલતા હોય છે. પરંતુ શાસનની ધૂરા જેઓએ વહન કરવાની છે. એવા ગુરુભગવંતોના અભ્યાસ માટે દરેક સંઘમાં ઉદાસીનતા જોવા મળે છે. પૂજ્ય સાધુ-સાધ્વી માટે કાયમી અભ્યાસની વ્યવસ્થા હોય એવા સંઘપ્રાયઃ બહુ જ ઓછા હશે. દરેક સંઘો દર વર્ષે ચાર્તુમાસ દરમ્યાન કે પર્યુષણમાં સાધર્મિક ટીપ કરતા હોય છે અને સાધર્મિકને મદદ કરતા હોય છે. જેથી આપણા સાધર્મિક સારી રીતે જીવી શકે. પરંતુ એજ સાધર્મિક કાર્યક્ષમહોય તો તેને આપણા જ જ્ઞાનભંડાર, ઉપાશ્રય, દેરાસરમાં શુદ્ધીકરણ વખતે બોલાવીને પ્રતિદિન લેખે સાધર્મિક ફંડમાંથી યોગ્ય મહેનતાણું આપી શકાય, આપણા જ સાધર્મિક ને મદદ કરવી ઘણી ઉત્તમ છે. પરંતુ તેની લાયકાત અને કાર્યદક્ષતા પ્રમાણે યોગ્ય કામ સોંપીને વળતર આપવાથી તેનું સ્વમાન પણ સચવાશે અને મદદ કર્યાનો સંતોષ પણ કાર્ય કરાવનારને મળશે. હાલના સોશ્યલ મિડીયાના જમાનામાં એક જ મેસેજ કે સમાચારથી ઘણું કાર્ય થતુ હોય છે. તેમાંથી તારવીને થોડીક વાતો રજુ કરી છે.સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતો સરળ સંઘને યોગ્ય માર્ગદર્શન હિતશિક્ષા આપે એવી અપેક્ષા સહ..... અહો ! શ્રવજ્ઞotછે! અહો! શ્રdજ્ઞાન - અહો ! ઋતજ્ઞાન અહો ! શ્રાજ્ઞાછળનું અહો ઋતજ્ઞાછળનું - અઠો શdડાના અડોશiડાતમ. અહો ! શ્રવજ્ઞાdio| અડો.શવજ્ઞાન અહો ! શ્રુSિC - ૪૪ Scanned with CamScanner
SR No.523344
Book TitleAho Shruta gyanam Paripatra 44
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2018
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy