SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નવસર્જન દિગ્દર્શન પ્રિયમ આગમઆદિ શાસ્ત્રોનો પર્યાપ્ત અભ્યાસ થયા બાદ સમર્થ વિદ્વાનો સર્જનાત્મક કાર્યમાં પ્રવેશ કરવા ઇચ્છે છે. પણ ક્યા વિષય પર કે કયા ગ્રંથ પર કાર્ય કરવું, એ પ્રશ્ન ઊભો થાય છે. વિષય શિષ્ક ન હોવો જોઇએ અને પિષ્ટપેષણ પણ ન થવું જોઇએ. આ બે છેડા મેળવવા દુષ્કર હોય છે. અપ્રગટ કૃતિઓ પર કાર્ય થાય એ સારું છે પણ એવી કૃતિઓની પ્રાપ્તિ સમય - શક્તિના ભોગ આપ્યાં પછી ય સાંશયિક હોય છે, આ સ્થિતિમાં એક એવો વિકલ્પ છે. જેમાં વિષય રસાળ છે. પિષ્ટપેષણનો અભાવ છે. અને મહિમા અપ્રગટ કૃતિ પરના સર્જન જેટલો જ કે અપેક્ષાએ તેનાથી પણ અધિક છે. આ વિકલ્પ એટલે અતિ વિશિષ્ટ ગ્રંથોના મનનીય અંશ પર કરેલું નવસર્જન. ܗ અત્રે પ્રસ્તુત છે એક અનુપમ ગ્રંથ સંવેગરંગશાળાના મનનીય અંશોની માહિતી. ૧૦૦૫૩ શ્લોક પ્રમાણ આ વિરાટકાય ગ્રંથ પર ટીકા, વિવેચન વગેરે ઉપલબ્ધ નથી. સંપૂર્ણ ગ્રંથ પર વધુમાં વધુ અનુવાદ ઉપલબ્ધ છે. આવા વિરાટ ગ્રંથ પર ઊંડાણથી કાર્ય કરવું તે ધૈર્ય માંગી લે છે, ને કદાય એવું કાર્ય સાકાર થાય તો તે અતિવિરાટ સર્જનમાં વાચકોની પ્રવૃત્તિ શંકાસ્પદ બને છે. માટે આવા ગ્રંથોના વિશિષ્ટ મનનીય અંશો પર ટીકા / ચૂર્ણિ | અવસૂરિ | વાર્તિક | ગુજરાતી વિવેચન | વર્તમાન ગુજરાતીમાં ભાવાનુવાદ/પરિશીલન/હિંદી વિવેચન-ભાવાનુવાદ-પરિશીલન જેવા સર્જનો કરવા જેવા છે. પ્રસ્તુત માહિતી સંપૂર્ણ ગ્રંથના અધ્યયન બાદ સંચિત કરવામાં આવી છે. તે તે વિશિષ્ટ અંશો સ્વતંત્ર પ્રકરણ જેવા છે. જેમાં આગમ આદિ શાસ્ત્રોનો અર્ક તો છે જ. સાથે ગ્રંથકારશ્રી પ.પૂ.શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજાની મૌલિક પ્રતિભા પણ છે. (આ અંશોને વિષયાનુરૂપ નામ આપેલ છે.) લેખક અને વાચક બંનેને પ્રસન્નતાદાયક અને અધ્યાત્મશુદ્ધિપ્રદ બની શકે એવો આ સ્વાધ્યાય છે જેના માધ્યમે તેઓ સ્વ-પરનું કલ્યાણ કરે એ જ શુભાભિલાષા. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.. (१) आराधना कर्ता (२) श्राद्धगुणविभूति: (३) श्रावकदिनम् (४) पग्चविनयप्रकरणम् (५) सूरि सर्वस्वम् (६) रसवैरस्यम् (७) परिवादाणुप्रेक्षा (૮) સંવેગસુધા (९) मड्गलनिलयः (૨૦) જ્ઞાનવિજ્ઞામ: (११) विरागवाटिका गाथा नं - ८१० से ८३७ गाथा नं -१५१९ से १५१९ गाथा नं -१५२९ से १५७७ गाथा नं-१५९० से १६८९ गाथा नं - ४१८० से ४२३८ गाथा नं - ५४३१ से ५४४४ गाथा नं -६३७७ से ६४३६ गाथा नं -७१७४ से ७२६१ गाथा नं -७६३७ से ७७९४ गाथा नं -७७९६ से ७८८७ गाथा नं -७९६१ से ८१४६ અનુસંધાન પાના - ૮૭ ઉપર.... અહો ! શ્રુતજ્ઞાનમ્ = ૪૧ - r
SR No.523341
Book TitleAho Shruta gyanam Paripatra 41
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2017
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy