________________
// શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
// શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ |
'સયજ્ઞાન પ્રચાર-પ્રૂસાર માટેની ઝલક
જગ જયવંત શ્રી જીરાવલા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા પ્રસંગે સૌ પ્રથમ વખત આયોજક સમિતી તરફથી શ્રુતજ્ઞાનની સમિતી બનાવવામાં આવી અને ટ્રસ્ટી શ્રી શાંતીલાલ પોમાજી તથા શા. બાબુલાલ સરેમલ બેડાવાળાની રાહબરી નીચે સાત સભ્યોને શ્રુતજ્ઞાન માટેનું આયોજન સોંપવામાં આવ્યું. આયોજન સમિતી તરફથી વિશાળ ડોમમાં સંપૂર્ણ ડેકોરેશન સાથે ૩૦૦૦ સ્કેવર ફુટની જગ્યા સારી જગ્યાએ ફાળવવામાં આવી. પૂજ્ય ગુરુદેવોની પ્રેરણા અને આશીર્વાદથી તેઓના સતત માર્ગદર્શન સાથે દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપધિ અને ઉપકરણોનું પ્રદર્શન તેમજ જૈન દર્શનના વિશિષ્ટ તત્વજ્ઞાનના બેનરો લગાવવામાં આવ્યા. જૈન ધર્મના સંસ્કૃત-પ્રાકૃત અને વિવધ ભાષાના વિશિષ્ટ પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યુ જે માટે પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા બનાવેલ સોનેરી રેક પણ અમદાવાદ થી લાવવામાં આવ્યા અને તેમાં પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની 3 D પ્રતિમાજી સ્થાપન કરવામાં આવી જે લોકોના આકર્ષણ માટે અનેરૂ નજરાણું હતુ. આપણા પ્રાચીન ગ્રુત સંરક્ષણ અંગેની પદ્ધતિને અનુરૂપ તાડપત્ર ઉપર નંદીસૂત્ર, હસ્તપ્રતો તેમજ લેખનના સાધનો ઓલીયું, કલમ વગેરેની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી. પ્રાચીન હસ્તપ્રતોમાં રહેલ ચિત્રમય ઋતવારસો અને ચિત્રોમાં રહેલ વિશિષ્ટ પ્રકારના ચિત્રકામ અને ચિત્રકળાને મોટી સાઇઝના લેમીનેટેડ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી. અત્યારની આધુનિક ટેકનોલોજી દ્વારા નિર્મિત ૨૪ કરેટ ગોલ્ટ પ્લેટેડ કલ્પસૂત્ર તેમજ જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા છપાયેલ દીર્ઘ સમય સુધી ટકાઉ વોટર પ્રુફ ગ્રંથો દ્વારા થઇ રહેલ આધુનિક શ્રુત સંરક્ષણ પણ પ્રદર્શિત કરેલ.
| શ્રુતજ્ઞાનના વિશાળ પ્રદર્શનની સાથે સાથે જીજ્ઞાસુઓને તેમને જોઇતા પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ બને તે માટે પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ. (૧) પ્રભાવના :- જૈન ધર્મનો પરિચય, જૈન સિદ્ધાંતો અને ફીલોસોફીના પરિચય તેમજ જીવનમાં ઉપયોગી હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજીના ચિંતનાત્મક પુસ્તકો પ્રભાવના રવરૂપ વિશાળ ટેબલ ઉપર ગોઠવવામાં આવ્યા હતા. જ્યાંથી દરેક વ્યક્તિઓએ પોતાની આવશ્યક્તા અનુસાર પુસ્તકો મેળવ્યા. લગભગ ૭૦૦૦ પુસ્તકો ભેટ આપવામાં આવ્યા. (૨) ટોકન :- ગુરુભગવંતો દ્વારા લખાયેલા કથા-સાહિત્ય અને વ્યાખ્યાનના પુસ્તકો ફક્ત રૂા ૧૦ના ટોકન જ્ઞાનખાતાના ભંડારમાં મુકીને લઇ શકાય એવી સુંદર વ્યવસ્થા. ભાષા પ્રમાણે જુદા જુદા ગોઠવ્યા હતા. આ કાઉન્ટર ઉપર પોતાની રૂચી અનુસાર ઘણા લોકોએ પુસ્તકો મેળવ્યા અને ૩૦૦૦ પુસ્તકો ફક્ત ટોકન રવરૂપે આપવામાં આવ્યા. (૩) વળતર થી વેચાણ :- પૂજ્ય ગુરુભગવંતો પ્રેરિત અગ્રણી ૨૫ જૈન પ્રકાશકોના વિવિધ વિષયના પુસ્તકો ૫ % થી પ૦ % વળતર થી ઉપલબ્ધ બનાવેલા હતા. અને જીજ્ઞાસુ લોકોએ પોતાને જોઇતા પુસ્તકો વળતરથી મેળવ્યા હતા. આ વિભાગમાં પણ જુદા જુદા પ્રકાશકોના લગભગ ૨૦૦૦ થી વધુ પુસ્તકોનું વેચાણ થયેલ અને ખાસ તો બાળ સાહિત્ય અને હિન્દી ભાષાના પુસ્તકોનું સૌથી વધુ વેચાણ થયું હતું. ઓડીયો વિડીયો સીડી, ડીવીડીનું પણ ડીસ્કાઉન્ટથી વેચાણ કરવામાં આવેલ. (અનુસંધાન..પાન નં ૧૫ ઉપર)
અહી 8 શ્રુતSિIGH = ૧૪૦ ૮.