________________
શ્રી જીરાવલા પાર્શ્વનાથ મહામહોત્સવ - અહો ! શ્રુતમ્ જિનશાસનનું શ્રુતવિશ્વ
ગુજરાત તાપી જીલ્લાના નાયબ કલેક્ટર શ્રી પી. એમ. શાહ સાથે સાબરમતી ના ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી પરેશભાઇ શાહ
આજે જ્ઞાનભંડારની ડીસ્પ્લેનો ખ્યાલ ખૂબ જ સરાહનીય છે. જૈનીઝમના તત્વાર્થ અને ભાવાર્થ ની ઉંડા અને પારદર્શક આવા જ જૈન / અજૈન સમાજને આપે છે. આજના સમયની જરૂરિયાત છે. આપની સંસ્થા દ્વારા અનેક સ્થળોએ પણ આવી પ્રવૃતિ કરવામાં આવે જેને કારણે શ્રુતજ્ઞાનની પ્રભાવનાને વેગ મળશે અને જૈનોના સિધ્ધાંતો થકી જૈનીઝમ અનેક સીમાડા વટાવીને ધર્મની પ્રભાવનાનું માધ્યમ બનશે. એવી સંપૂર્ણ શ્રધ્ધા સહિત સમગ્ર ટીમને અંતરના ખૂબ ખૂબ અંતરના અભિનંદન... (પી.એમ. શાહ) નાયબ કલેક્ટર તાપી - વ્યારા, ગ
(અનુસંધાન પાન નં ૮ નું આગળ)
(૪) પૂ.ભુવનભાનુસૂરિજી દ્વારા નિર્મિત અને દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા તત્વજ્ઞાનના પ્રકાશિત વિશિષ્ટ ચાર્ટ બેનર વગેરે દિવાલો ઉપર લગાવવામાં આવેલ.
(૫) સચિત્ર બારસાસૂત્રના ચિત્રો પણ (પૂ. જગવલ્લભસૂરિજીની પ્રેરણાથી નિર્મિત) પણ આલ્બમ પ્રદર્શિત
કરવામાં આવેલ.
(૬) પૂ.આ.ગુણરત્નસૂરિજીના પ્રશિષ્ય પૂ.ચારિત્રરત્નવિજયજીની પ્રેરણાથી પ્રકાશિત જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વના ચિત્રોના આલ્બમ પણ પ્રદર્શિત કરલ.
(૭) આ બધી જ વિશિષ્ટતાઓને શણગારવા માટે ઉત્તમકક્ષાના શણગાર સાથે ઝુમર-તોરણ મોતીના નંગના લગાવવામાં આવેલ જેથી શ્રુતજ્ઞાનનું બહુમાન પૂર્વક આદર જળવાય.
(૮) આપણા વિશિષ્ટ કક્ષાના ચિત્રમય-આર્ટ પેપર ઉપર છપાયેલ જુદા જુદા વિષયોના પુસ્તકો ખાસ તો પ્રભુ મહાવીર તથા ત્રેવીસ તીર્થંકરના ચરિત્રો તેમજ શ્રીપાલ રાજાનો રાસ વગેરે આર્ટ કળાથી સમૃધ્ધ ચિત્રોનું લાઇવ પ્રદર્શન-જોવા-વાંચવા માટે વિશિષ્ટ કાઉન્ટર રાખવામાં આવેલ.
વિદ્વાન ગુરુભગવંતો પોતાના શિષ્ય પરિવાર સાથે પધાર્યા હતા જેમાં આચાર્ય ભગવંત, મુનિભગવંત અને સાધ્વીજી ભગવંતના ૭૫ થી વધુ ગ્રુપ દ્વારા સમગ્ર કાર્યનું અવલોકન કરવામાં આવેલ અને પ્રાકૃત-સંસ્કૃત તેમજ વિવિધ વિષયના નૂતન પુસ્તકો અંગે જાણકારી મેળવી હતી. અને તેઓને સ્વાધ્યાય-અભ્યાસ ઉપયોગી પુસ્તકો જુદ! જુદા વિભાગોમાંથી અર્પણ કરવાનો અમુલ્ય લાભ પણ મળ્યો હતો. સાતસો થી વધુ પુસ્તક પૂજ્યોને તેમના ઉપયોગ માટે ભેટ આપવામાં આવ્યા હતા.
(અનુસંધાન..પાન નં ૭ ઉપર)
અહો ! શ્રુતજ્ઞાનમ્ = ૩૯–૪૦ ૧૫