SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 0 0 ઈિતણિ9) EBસ્થs pણો : વાપી) . બી ) કી ] calon 18 GIGJAIT ETHI અહો ! શ્રાડાળ છે સંવત ૨૦૦ર - આસો સુદ-૧૫ જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજય સંચમી ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં સાદર અનંત અહો ! શ્રુતજ્ઞાનમ નો વિ.સં. ૨૦૦૨ નો અંતિમ ૩૮ મો અંક આપના કરકમળમાં સમર્પિત કરતાં હર્ષાનંદ અનુભવું છું. છેલ્લા નવ વર્ષથી શ્રુતજ્ઞાનનું કાર્ય કરતાં કેટલીક વાસ્તવિક પરિરિથતિઓ ધ્યાનમાં આવી છે, જે તરફ આપનું ધ્યાન દોરવાનો નમ્ર પ્રયાસ છે. આપણા વિશ્વવંદનીય શ્રી જૈન સંઘમાં પ્રતિ વર્ષ, જે પુસ્તકાદિ પ્રિન્ટીંગ કાર્ય થતું હશે, તે સરેરાશપણે અન્ય કોઇ પણ ધર્મ કે સંસ્થા કરતા વધુ હશે, માત્ર છાપકામ નહીં, ગુણવત્તાની દૃષ્ટિએ, પેપરની ક્વોલીટી, સાજ સજા વગેરે પણ આપણે ત્યાં ઘણું કરીને કવોલીટી વર્ક હોય છે. પ્રિન્ટીંગમાં સરેરાશ જોશો તો આપણી પત્રિકાઓમાં કદાય લેટેસ્ટ પ્રિન્ટીંગ વર્ક જોવા મળી શશે. હાલના નવા નવા મહાત્માઓ જે પુસ્તકો-ગ્રંથો લખે છે. તે પણ વર્તમાન લેખકોને સમકક્ષ બની રહે છે. આપણા મગેઝીનોમાં પણ હવે લે-આઉટ. આવરણ વગેરેમાં જમાના અનરપ રૂપરંગ સાજ સજા બદલાઇ રહ્યા છે. પ્રિન્ટીંગ ડીજીટલનો વધતો વિસ્તાર, માત્ર ભારતમાં નહિ, સમગ્ર વિશ્વને પેપરલેસ ઓફીસ તરફ દોરી રહ્યો છે. એક નાનકડી ચીસમાં આખો જ્ઞાન ભંડાર સમાઇ જાય છે. મહાનગરોમાં વધતી જનસંખ્યા અને જગ્યાની મર્યાદિતતાને કારણે ઓછી જગ્યામાં વધુ સમાવવાનો મેનીયા કહો કે પરિસ્થિતિ ઉભી થઇ જાય છે. ઇકો-ફ્રેન્ડલી સિસ્ટમ પણ કાગળના લઘુત્તમ ઉપયોગ તથા પુઃન વપરાશ પર ભાર મૂકે છે. અમુક પ્રચલિત ક્ષેત્ર અને પટક્યુલર કામ સિવાય કાગળનો વપરાશ ઘટી રહ્યો છે. આ બધી વર્તમાન પરિસ્થિતિમાં શ્રી જૈન સંઘે પણ અમુક બાબતે ફેરવિચારણા કરવી જરૂરી જણાય છે. આ સંજોગોમાં કયા પુસ્તકો કેટલા છપાવવા તે માટે વિવેક ઔચિત્ય જરૂરી છે. (૧) શાસ્ત્રગ્રંથો, ભલે બહુજન ઉપયોગી ન હોય છતાં, પણ ભવિષ્યના સાધુ સમુદાયમાં એની પરંપરા વહેવી જરૂરી હોઇ, તે પ્રિન્ટીંગ યોગ્ય છે જ, પણ એમાં નકલોમાં વિવેક કરી શકાય. ૨૦૦-૨૫૦ જ્ઞાનભંડારો, ૧૦૦-૧૫૦ પૂજ્ય આચાયદિ ભગવંતો અને ૧૦૦ જેવી અભ્યાસ માટે અનામત (ગ્રંથની આવશ્યક્તા મુજબ) વધુ નકલો છપાવી હોય તો ચાલી શકે. જેથી પાછળથી પુસ્તકોનો ભરાવો ન થાય. (૨) વ્યાખ્યાન, સ્તુતિ-સ્તવનો આદિની પુસ્તકો છપાવવામાં તો સારો એવો વિવેક જરૂરી છે. વ્યાખ્યાનની પુસ્તકોનું આયુષ્ય ૧૫-૨૦ વર્ષ પુરતું જ હોય છે. પ્રતિ વર્ષ અનેક લેખકોની અનેકાનેક પુસ્તકો બજારમાં ઉપલબ્ધ થતી રહે જ છે. એક-બે કે ચાર વાર વાંચ્યા પછી અમુક સિલેક્ટ પુસ્તકોને બાદ કરતાં, એ હવે ઘરમાંથી કાઢવાની જ ફીરાકમાં હોય છે. એ સમયે વિવેકપૂર્વક આપણા પુસ્તકો કેટલી સંખ્યામાં છપાવવા એ આપણે જ મંદર્ક કરવાનું હોય છે. મોટે ભાગે પુસ્તકો ખૂબ જ સારા હોય છે, પણ વાસ્તવમાં, એ જ્યાં પહોંચવા જોઇએ ત્યાં પહોંચતા નથી અને જેમને એની જરૂર કે કિંમત નથી એ જ સર્કલમાં એ ફરતી રહે છે, માટે પણ તેની યોગ્ય કદર ાતી નથી. (અનુસંધાન પાન નં- ઉપર) લી. સફળશ્રી સંઘ ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાલા " दासोऽहं सर्वसाधूनाम् । અહો ! શુSિH = 88 ૧) Scanned with CamScanner
SR No.523338
Book TitleAho Shruta gyanam Paripatra 38
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2016
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy