________________
પુસ્તક ૩૫
અહો ! શ્રવજ્ઞાનનું
[] શી ઈિતામણિ પશ્ચETRIVરાણી પાર્શ્વનાથાણી નHE II
સંકલના શાહ બાપુલાલી સરેલી
હૈડાવાળા સંવત ૨૦૭૨ - અષાઢ સુદ-૫
જિનશાસનના શણગાર, પૂજ્ય સંયમી ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં હાર્દિક સવિનય વંદનાવલી... જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠવર્યશ્રી/પંડિતવર્યશ્રી આદિને પ્રણામ...
શ્રુતજ્ઞાનની નિષ્કામભક્તિ કરવાના આશયથી આરંભાયેલ ચાતુમસિક માસિક ” અહો ! શ્રુતજ્ઞાનમ્ " આઠમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે, તથા આ સાથે તેનો ૩૫ મો અંક પ્રકાશિત થઇ રહ્યો છે. સામુદાયિક બંધનોથી પર રહીને પ્રભુ શાસનના શ્રુતના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ જ્ઞાની શ્રમણ-શ્રમણી ભગવંતો, પંડિતવર્યો, લેખકો આદિના સંશોધન-સંપાદન-લેખન કાર્યોને પ્રકાશમાન કરવા અને શ્રુતસંબંધી આવશ્યક વિચારણાઓ રજૂ કરવા એ જ તેનો મુખ્ય આશય રહ્યો છે.
આ વર્ષે પાલીતાણા ખાતે જૈન સંઘના ઇતિહાસમાં સવિશેષ નોંધનીય એવું વિરાટ શ્રમણ સંમેલન યોજાયું. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પ્રભુ વીરના વચનોને અનુરૂપ શાસ્ત્ર અને પરંપરાને અનુલક્ષીને ઘણી બધી વિચારણા-ચર્ચાઓને અંતે સર્વસંમતિથી ઠરાવો કરવામં આવ્યા.
પાઠશાળા અને જ્ઞાનભંડારના વિકાસ, સંઘમાં સ્વાધ્યાય અને અભ્યાસ માટે જાગૃતિ તથા બિનજરૂરી, પ્રિન્ટીંગ દ્વારા જ્ઞાનની આશાતના નિવારવા માટે થયેલ ઠરાવોની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
સંયમી ગુરુભગવંતોના સ્વાધ્યાય-અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય. ભણવા માટેના ગ્રંથો-પુસ્તકો, રેફરન્સ ગ્રંથો ઉપલબ્ધ બની શકે એ માટે જ્ઞાનભંડારોને સમૃદ્ધ-કવોલીટી સભર બનાવવા માટેના યોગ્ય પ્રયત્નો થાય તેવી અપેક્ષા રવાભાવિક રીતે દરેકને હોય છે.
આપણને મળેલ ઋતવારસો ભાવિ પેઢી માટે સુરક્ષિત રાખવો તથા હાલના વિદ્વાન સંયમી ભગવંતોને રવાધ્યાય અભ્યાસ અર્થે ઉપલબ્ધ બનાવવાની સાથે સંશોધન માટે જરૂરી પ્રાચીન હસ્તપ્રતો પણ સહેલાઇથી ઉપલબ્ધ બનાવવી જરૂરી હોય છે. અને તે માટે બધા જ સમુદાય દ્વારા ખૂબ જ ચર્ચા-વિચારણાને અંતે જરૂરી શ્રત જેઓને પણ જરૂર હોય તેઓને ઉપલબ્ધ કરાવવાનું ઠરાવેલ છે તેની પણ હાર્દિક અનુમોદના...
આ રીતે શ્રમણ સંમેલનના ઠરાવોને સૌ કોઇ ઉમળકાભેર અપનાવીને એ પ્રમાણે અમલ થાય એવી અપેક્ષા અસ્થાને ન ગણાય!
આ શ્રમણ સંમેલન જેમણે જોયું-જાણ્ય-માણ્યું તેમણે અંદગીનો અમૂલ્ય લ્હાવો લીધો, ફરી ફરી આવા સંમેલનો યોજાય ને પ્રભુ શાસનનો પાયો વધુ મજબુત બને એવી અપેક્ષા સાથે... જિનાજ્ઞા વિરૂદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્
લી. સકળશ્રી સંઘ રાણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાલા
" दासोऽहं सर्व साधूनाम्
અહો ! શ્રુSિT H = B, ૧