________________
પુસ્તક
@ી ઈિતકપિશ્ચરWશાપૂરણી સ્થનિાય નમકે II
સંકલના શાહ બાબુલાલા સોમલ
લાવાળા સંવત ૨૦૦૧ - આસો સુદ-૧૫
જિનશાસનના શણગાર, પૂજ્ય સંયમી, ગીતાર્થ, વિદ્વાન ગુરુભગવંતોના ચરણોમાં કોટિશઃ વંદનાવલી.. જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી/પંડિતવર્યશ્રી આદિને પ્રણામ...
જિનશાસનમાં ઉપજ અને ખર્ચ માટે સાત ક્ષેત્રની વ્યવસ્થા ગોઠવવામાં છે. તે ખર્ચની પૂર્તિ માટે પૂવચાર્યો દ્વારા વિવિધ ક્ષેત્રની ઉપજ, ચઢાવા કે ટીપ દ્વારા કરવા માટેની વ્યવસ્થા માટેનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. અને તેને અનુલક્ષીને સંઘોના ટ્રસ્ટીઓ વહીવટકર્તાઓ દ્વારા જે તે ક્ષેત્રના ખર્ચ માટે પર્યુષણ દરમ્યાન ચઢાવો અને ટીપ કરવામાં આવે છે. અને સામાન્ય રીતે પોતાના સંઘમાં વિવિધ પ્રવૃતિઓના ખર્ચ માટે હોય છે. પાઠશાળા, સાધર્મિક સાધારણ કે આયંબીલ ખાતાની ટીપમાં લોકો પોતાના સંઘમાં થતા શુભકાર્યોમાં પોતાનું અનુદાન આપતા હોય છે. જ્યારે જીવદયાના કર્તવ્યરૂપે.તેમાં રકમ લખાવીને પુણ્ય ઉપાર્જન માટે ઉદારતા પૂર્વક લાભ લેતાં હોય છે.. - પોતાને ત્યાં ચાતુર્માસ કે અનુષ્ઠાનમાં નિશ્રા આપનાર પૂજ્ય ગુરુભગવંતોના શેષ કાળના તેમની નિશ્રામાં યોજાતા પ્રસંગોમાં શ્રીસંઘના મોભીઓ-ટ્રસ્ટીઓ હાજરી આપીને ગુરુ પ્રત્યે ઋણમુક્તિ વ્યક્ત કરતા હોય છે. આવા દીક્ષા પ્રસંગો પ્રતિષ્ઠા મહોત્સવો વગેરેમાં પ્રસંગ વખતે સામુહિક જીવદયાની ટીપ થતી હોય છે. ત્યારે સંઘના વ્યવસ્થાપકો દ્વારા શ્રીસંઘના નામે સંઘપૂજન કે જીવદયાની ટીપ લખાવીને પોતાની હાજરીની નોંધ પૂરાવતા હોય છે. પરંતુ જે રકમ સંઘના સભ્યોએ ટીપમાં શ્રીસંઘના ખર્ચ માટે આપી હોય તે રકમ રાખી મૂકીને આવા અનુષ્ઠાનમાં જાહેરમાં સારું લગાડવા માટે લખાવવી કેટલી વ્યાજબી છે ? અને આવી જ રીતે જે સંઘમાં અનુષ્ઠાન નિમિત્તે લોકોએ કે સંઘ દ્વારા મળેલ ટીપની રકમ બીજે ક્યાંય તેઓ દ્વારા લખાવવા માટે રાખી મુકવી કેટલે અંશે યોગ્ય છે ? આ રીતે તો એકની એક રકમ વપરાયા વિના તેની માલિકીનો જ વિનિમય થાય છે. પરંતુ ખરેખર કેટલી વપરાય છે તે સવાલ છે.?
- પૂજ્ય ગુરુભગવંતોના કાળધર્મ નિમિત્તે પણ જીવદયાની રકમની ટીપ કરવામાં આવે છે. તેમાં તેઓની ઉંમર કે દીક્ષા પર્યાયના આંકડા મુજબ રકમ ઘણા ભક્તો અર્પણ કરીને લાભ લેતા હોય છે. પરંતુ આવા પ્રસંગોમાં શ્રીસંઘ દ્વારા તેમના સંઘ તરફથી પણ જાહેરાત થતી હોય છે. એન તેના લીધે ઘણા બધા સંઘો પોતાના ત્યાં થતી જીવદયાની ટીપની રકમ સ્પેરમાં રાખતા હોય છે. જે કૅટલુ વ્યાજબી છે? મુંગા ઢોર પશુઓ માટેની જીવદયાની ટીપની રકમ તુરત જ વાપરવાના બદલે ભવિષ્યમાં થનાર અનુષ્ઠાન કે કાળધર્મ પ્રસંગે જાહેરમાં બોલવા માટે મુકી રાખવી યોગ્ય લાગતુ નથી. અને કયારેક તો કાળધર્મ પ્રસંગે સંઘ દ્વારા ચઢાવો પણ બોલવામાં આવે છે. જેમાં સંઘ દ્વારા ગરદ્રવ્ય કે વૈયાવચ્ચની વણવપરાયેલી રકમ દ્વારા ચઢાવો બોલીને લાભ લેવામાં આવે છે. જે ખૂબ જ વિચારણીય છે. એક વખત ચઢાવાથી મળેલ રકમનો ફરીથી ચઢાવો બોલવા માટે કે જાહેરમાં ટીપ લખાવવી યોગ્ય નથી. મળેલ દાન સત્કાર્યના ખર્ચ માટે હોય છે. વ્યક્તિગત પુણ્યાત્માએ ટીપ કે ચઢાવા દ્વારા સંપતિ અર્પણ કરે છે. તે જ દાનનો સંગ્રહ સંઘ દ્વારા કરીને સંપત્તિની મુછ-રાગ વધારવો વ્યાજબી નથી.
લી. સકળશ્રી સંઘ ચરણસેવક શ્રી બાબુલાલ સરેમલ બેડાવાલા
" વાસીદું સર્વ સાધૂનામ્ "
અહો ! શુSિIGN=
૧