________________
JAINISM STALL in National Book Fair-2015
આ પુસ્તક મેળામાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર, સાબરમતી, અમદાવાદ દ્વારા જિનશાસનના પ્રતિનિધિ રવરૂપે બે સ્ટોલ રવદ્રવ્યથી ભાડે રાખવામાં આવ્યા હતા. જેના દ્વારા થયેલ જિનશાસનની અદભુત પ્રભાવનાની ઝલક... રમણીય રત્નત્રયી : અરિહંત પરમાત્મા, શ્રુતાધિષ્ઠાયિકા મા સરસવતી અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નયનરમ્ય પ્રસ્તુતિ અને તે દ્વારા સમ્યગદર્શન - સમ્યગજ્ઞાન - સમ્યક્ઝારિત્ર રવરૂપ મોક્ષમાર્ગનું પ્રત્યક્ષ દર્શન, પ્રતિદિન પુષ્પોથી આકર્ષક સુશોભન.
તમંદિરમ : પરંપરાગત શ્રુતપ્રવાહની તાડપત્રીઓ, હાથપોથીઓ, વિશિષ્ટ મુદ્રિત પ્રતો, અતિવિશિષ્ટ મુદ્રિત પુસ્તકો દ્વારા સુંદર પ્રસ્તુતિ. પ્રભાવના : ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં જૈન ધર્મનો પરિચય આપતા પુસ્તકો મુલાકાતીઓને વિના મૂલ્ય આપવામાં આવ્યા. આ ઉપરાંત સ્તુતિ-સ્તવન-પ્રેરણાવચનો ધરાવતા સુંદર પુસ્તકોનું પણ નિઃશુલ્ક વિતરણ કરાયું તથા જુદા જુદા પ્રકાશકોના સૂચિપત્રો - કેટલોગ્સનું પણ મફત વિતરણ કરાયું. ટોકન મૂલ્ય વિતરણ : સરળ અને રસાળ કથાઓ અને પ્રવચનોના દુર્લભ પુસ્તકો માત્ર ટોકન મલ્ય લઇને જિજ્ઞાસઓને આપવામાં આવ્યા. આ વિતરણ પણ મોટી સંખ્યામાં થયું હતું. કોમન પ્લેટફોર્મ : આ કદાચ સૌથી મોટું જમા પાસુ હતું. અને માટે જ "જૈનીઝમ સ્ટોલ" આ નામ સાર્થક થયું હતું. જિનશાસનના જુદા જુદા સંખ્યાબંધ પ્રકાશકોને તેમના પુસ્તકોનો પ્રસાર કરવા માટે અમે આગોતરુ જ આમંત્રણ આપેલ. અનેકાનેક પ્રકાશકોએ અમને તેમના સુંદર પુસ્તકો પાઠવી આપેલ, જેમનું ડિસ્કાઉન્ટથી વેંચાણ થયું, તે તે પ્રકાશકોને તે સંપૂર્ણ વળતર પાછું આપી દેવાયું. અમને જિનશાસનની સેવાનો અમૂલ્ય લાભ મળ્યો. મુલાકાતીઓને એક જ સ્થાને જિનશાસનનો અદભુત રસથાળ મળી ગયો. જેને જ્ઞાનપિપાસુઓએ મન ભરીને માણ્યો. ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન : એક ડી.વી.ડી માં ૧૦૮ વિશિષ્ટ સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથો અને બીજી ડી.વી.ડી. માં ૧૦૮ વિશિષ્ટ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ગ્રંથો. આ બંને ડી.વી.ડી. નું નિમણિ અમે ખાસ આ પુસ્તક મેળા માટે કરેલ હતું. વર્તમાન સમયમાં ગૃહસ્થોને જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક રીતે માફક આવે એવો આ વિકલ્પ હતો. માટે જ ઉપલબ્ધ ડી.વી.ડી.-સેટ ખૂટી પડ્યા હતા. અને મેળા બાદ નવા સેટ તૈયાર કરાવી કુરીયરથી મોકલવા પડ્યા હતા. સ્કીન પ્રેઝન્ટેશન : સ્ટોલની સાથે જ ટી.વી. સ્કીન રાખવામાં આવેલ, જેમાં જિનશાસનના સિદ્ધાંતો અને તારક તીર્થોનો રસપ્રદ પરિચય હતો. સતત એક કલાક સુધી આ પ્રેઝન્ટેશનમાં કશું રિપિટ થતુ ન હતું. મુલાકાતીઓ આ પ્રેઝન્ટેશનની સી.ડી. ખરીદવા માટે ખૂબ જ ઉત્સુક બન્યા હતા. મુલાકાતીઓનો મેળો : પુસ્તકમેળાને સફળ બનાવવા માટે સરકાર તરફથી પ્રતિદિન સાહિત્ય કેન્દ્રિત વિવિધ આકર્ષક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પરિણામે હોલની કેપેસીટી જેટલા જ બીજ વધારાના લોકો ઊભા ઊભા પણ કાર્યક્રમ માણતા હતા. કાર્યક્રમનો એ.સી.હોલ, પુસ્તકમેળાનો પણ સંપૂર્ણ એ.સી.હોલ, વિવિધ આકર્ષણો, આ બધાને કારણે મે મહિનાની ગરમીમાં પણ દોઢ લાખ જેટલા લોકોએ આ મેળાની મુલાકાત લીધી હતી, જેનો પ્રભાવ જૈનીઝમના સ્ટોલ ઉપર પણ સારો એવો પડ્યો હતો. પ્રેસ પડિલસિટી : ડી. એન. એ. ઇન્ડિયા ન્યૂઝ-દિવ્યભાસ્કર દ્વારા તેમના પોતાના રસથી ઇન્ટરન્યૂ લેવાયો અને જેનીઝમના થીમ પર બનેલ પરંપરાનુસારી ધાર્મિક સ્ટોલ તરીકે વિસ્તૃત વર્ણન યુક્ત સુંદર અહેવાલ અપાયો.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૧ ૬