________________
I શ્રી ચિંતામણિશોર-આશરણ પાનાથાય નમ: II
પુર 69
સંકલન) શાહબાબુલાલ' સાલા
(ાવાળા
અહીં શ્રવજ્ઞાા
સંવત ૨૦૭૦ - અષાઢ સુદ-૫
જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજ્ય ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોના ચરણોમાં સેવક બાબુલાલની કોટિશઃ વંદનાવલી જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠીવર્યશ્રી/પંડિતવર્યશ્રી/ટ્રસ્ટીશ્રી... આદિને પ્રણામ પૂજ્યપાદ પરમોપકારી પૂજ્યપાદ ગુરુભગવંતની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદિથી છેલ્લાં પાંચ વર્ષમાં ૨૫ અંકો દ્વારા શ્રુતજ્ઞાન સંબંધિત ઘણી બધી મહત્વની વિગતો આપશ્રીને પહોંચાડવાનો પ્રયત્ન પ્રભુની કૃપાથી સાકાર થઇ શક્યો છે. પ્રતિ વર્ષ ચાતુમસના ચાર મહિના પ્રગટ થતું આ ચાતુમાંસિક માસિક, તેના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. તે અવસરે આપ સૌ તરફથી મળેલ બહોળા પ્રતિસાદ અને આત્મીયતાનું હૃદયના સભાવપૂર્વક સ્મરણ કરીએ છીએ.
HIRI YI6QICI / MY HOLLY SCHOOL જૈન શાસનની અનેક ઉત્તમ વ્યવસ્થાઓમાંથી એક વ્યવસ્થા છે પાઠશાળા. નાના બાળકોને બાળપણથી જ પાઠશાળા દ્વારા સૂત્રો વગેરેનું પાયાનું જ્ઞાન અપાય છે. બાળપણમાં આ શીખેલું કાયમમાટેનું જીંદગીનું કાયમી ભાથું બની જતુ હોય છે.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ટેકનોલોજીના અત્યધિક વધી રહેલા પ્રભાવને કારણે વર્ષો જુની પાઠશાળાઓ જાણે કે મરવાને વાંકે જીવતી હોય એવી સ્થિતિ ક્યારેક સતી જોવા મળે છે. એવે સમયે પરિસ્થિતિ કાળને ઓળખી પારખીને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુ લાભ મેળવી શકાય છે. જેમ કાંટા થી કાંટો નીકળે એમ જે ટેકનોલોજી દ્વારા કુસંસ્કારોનું પ્રમાણ વધ્યું એ જ ટેકનોલોજી દ્વારા સુસંસ્કારોનું પણ એટલું જ કે તેથી વધુ પોષણ આપશું, તો માંડ માંડ બચી શકાય એમ લાગે છે.
આજે મધ્યમવર્ગના કુટુંબના બાળકો પણ અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરતા જોવા મળે છે. વર્ષોથી ગુજરાતમાં રહેલાને અંગ્રેજી માધ્યમમાં ભણેલા બાળકોને ગુજરાતી વાંચતા-લખવાની તકલીફો પડતી હોય એવા ઘણા દાખલા મળશે. આ સંજોગોમાં સ્થાનિક ભાષા ગુજરાતી સાથે રાષ્ટ્રીય ભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં પણ પાઠશાળા અભ્યાસક્રમો તૈયાર થાય એ જરૂરી છે. - અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓડીયો-વિડીયો સીડી-ડીવીડી ઓ બનાવી, તેના દ્વારા કોમ્યુટર ઉપર અભ્યાસ કરાવવાથી બાળકોની રુચિ તેમજ ઉત્સાહ વધે છે. વાંચનનો કંટાળો આવે એ જમાનામાં કાન ફિલ્મ કે ચિત્ર પદ્ધતિ દ્વારા વધુ સારી રીતે જ્ઞાનનો પ્રચાર-પ્રસાર થઇ શકે છે. ગમ્મત સાથે જ્ઞાન વધુ અસરકારક બને છે. અભ્યાસક્રમમાં પણ સળંગ બે પ્રતિક્રમણ પછી પાંચ પ્રતિક્રમણની પદ્ધતિમાં જવાને બદલે ૨૪ તીર્થકરોના નામ, લાંછન, અષ્ટમંગલ, ૧૪ રવપ્ન, દેવ-ગુરુ-ધર્મ તત્વની સમજ, શ્રાવકના આચારો વગેરે પણ બે પ્રતિક્રમણની વચ્ચે વચ્ચે અભ્યાસમાં ગોઠવી દેવાથી બાળકને સર્વાંગી ધર્મનું જ્ઞાન આપી શકાય છે. અમારા આ કાર્યમાં આપનું કોઇપણ સૂચન હોય તો અવશ્ય જણાવવા યોગ્ય કરશો. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.
લી. સકળશ્રીસંઘચરણરસેવક
શ્રી બાલાલ સરેમલજી બેડાવાળા " વાસોë સર્વ સાધૂનામ્ "
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬ |