________________
શ્રત પ્રસારણ અર્થે વર્તમાન કાળનો અભિનવ અભિગમ
- પુસ્તક મેળાના આયોજનો :ગુજરાત સરકાર તરફથી દર વર્ષે ભવ્ય પુસ્તક મેળા નું આયોજન કરાય છે. જેમાં ૩૫૦ થી ૪૦૦ જેવા લુક સ્ટોલ હોય છે. ભારતભરના નામાંકિત પ્રકાશકો પોતાના સ્ટોલ રાખી પુરતો પ્રદર્શિત કરે છે, વેચાણ પણ કરે છે.
" તેમાં વાસ્તવિક્તા એવી હોય છે કે જેટલા રૂપિયા સ્ટોલ ભાડે રાખવામાં કે વહીવટી ખર્ચના થતા હશે તેટલા રૂપિયાનું વેચાણ પણ કદાચ નહીં થતુ હોવા છતા લોકોમાં પોતાના પ્રકાશિત પુસ્તકોના સૂચિપત્રો વહેંચીને લોકો પછીથી પણ પુસ્તકો મંગાવી શકે તે રીતે પ્રચાર કરીને પોતાના ધંધાને આગળ વધારવાનો પ્રયન ક્યું છે. જાણવા જેવી હકીકત એ છે કે માત્ર પબ્લીશરો નહીં, વૈદીક, મુરલીમકે ખીતી કોમ્યુનીટીની ત્રણ થી ચાર સંસ્થાઓ પોતાના સ્ટોલ રાખે છે અને મેળા દરમ્યાન મુલાકાત લેનાર ૫૦૦૦૦ થી વધુ લોકોને એક સાથે પોતાના સાહિત્યનો પરિચય આપે છે. જેમને ગીતા, મહાભારત કે કુરાન, બાઇબલ જોઇએ ત્યાંથી એ સહેલાઇથી ઉપલબ્ધ બને છે.
-: પુસ્તક મેળો અને જૈન સંઘઃશ્રી જૈન સંઘમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ઘણુ બધુ સાહિત્ય બહાર પડે છે તેમાં પણ છેલ્લા ૧૦ વર્ષ થી વિચારણા કરીએ તો ગુરુભગવંતો પ્રેરીત ૪૦ થી વધુ સંસ્થાઓ દ્વારા પોતપોતાની રીતે સરેરાશ ૧૦૦ થી વધુ લોકભોગ્ય પુરતકોનું પ્રકાશન થયેલ છે. છૂટાછવાયા સર્વ પ્રકાશનો મેળવતા આંકડો ૧૦ થી ૧૫ હજાર જેટલો થવા પામે છે. તેમ છતાં ઇ.૨૦૧૨ ના પુસ્તકમેળામાં એક પણ રહોલ જૈન પ્રકાશનનો (પ્રોફેશનલ કે ગુરુ ભ. પ્રેરિત સંસ્થાનો) ન હતો.
ઇ ૨૦૧૩ ના પુસ્તક મેળામાં સમગ્ર જૈન સંઘમાંથી એકમાત્ર બે જ ગુરુભગવંત પ્રેરિત સંસ્થાના સ્ટોલ હતા. (૧) કલિકુંડ તીર્થોદ્ધારક પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.પ્રેરિત શ્રુતજ્ઞાન પ્રસારક સભા અને (૨) સરસવતીલધપ્રસાદ પૂ.આ. શ્રી રત્નસુંદરસૂરિજી પ્રેરિત રતનાચી ટ્રસ્ટ. એમાંય રાત્રયી ટ્રસ્ટના સ્ટોલમાં પૂજ્ય યુગપ્રભાવક ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના અન્ય છ ગુરુભગવંતોના પણ લોકોપયોગી સાહિત્યના પુસ્તકો પણ વેચાણ માટે રાખેલ હતા.
એક વાત સ્પષ્ટ છે કે અન્ય ધર્મીય લેખકોના સારા ગ્રંથો કરતાં પણ આપણા અમુક ગુરુભગવંતોના સાદા ગ્રંથો-પુસ્તકો અમૂલ્ય સંસ્કારરનો અને સુવિચારમણિઓથી સમૃદ્ધ હોય છે. પુસ્તકમેળામાં સર્વ ધર્મોના સેંકડો-હજારો લોકો તથા વિશિષ્ટ વિદ્વાનો, સાક્ષરો પણ મુલાકાતે આવતા હોય છે. શાસ્ત્રગ્રંથોની વાત બાજુ પર રાખીએ, પણ અત્યંત લોકોપયોગી એવા પુસ્તકો જે લોકોની જાણમાં આવે તો અનેકને જૈન ધર્મની સ્પષ્ટ સમજણ કેળવવામાં કે બોધિબીજનું વાવેતર કરવામાં નિમિત્ત બની શકીએ.
આપણા પ્રવચનો-વ્યાખ્યાનો કે પ્રસંગો ફક્ત જૈન ધર્મીય લોકો પૂરતાં જ મર્યાદિત જોવા મળશે. પુસ્તકપ્રસારણના માધ્યમે આપણે લાખો લોકો સુધી પહોંચી શકીએ.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૧