________________ 'મૂંઝવણમાં મળ્યું માર્ગદર્શના પૂર્વના પરિપત્ર-૧૨ માં માર્ગદર્શનાર્થે પૂછેલા કેટલાક પ્રશ્નોના કેટલાક ગુરૂભગવંતો પાસેથી મળેલ ઉત્તરોની સંકલના આ મુજબ જાણવી. | શ્રાવકોના ઘરમાં વધારાના થઇ પડેલ જૂના પુસ્તકો, માસિક આદિ વાંચનોપયોગી સામગ્રી, શક્ય છે કે બીજાને માટે ઉપયોગી થઇ પડે. દિવાળીના અવસરે ઘરની સાફ-સફાઇમાં જ્યારે આવું ઘણું બધુ નિકળતું હોય ત્યારે શ્રીસંઘમાં જે તે યુવકમંડળે આ બાબત કાર્યરત થવું જોઇએ. જેને પણ ત્યાં આવા વધારાના વાંચનોપયોગી પુસ્તકો હોય તેઓ નિયત કરેલ સ્થાન પર બધુ મૂકી જાય. વળી આ ખુલ્લુ સ્થાન હોય, જેમાં ત્યાં આવેલ પુસ્તકો કોઇને ઘરે લઇ જવા હોય તો લઇ પણ જઇ શકે. દીવાળી બાદ, આ રીતે એકઠા થયેલ પુસ્તકોનો નીચે મુજબ સદુપયોગ કરી શકાય. (1) સારા વાંચનાપયોગી, જીવનપથપ્રદર્શક 50-100 પુસ્તકો/મેગેઝીનો ઉપાશ્રયમાંધર્મશાળામાં બધાની નજરમાં રહે એમ રાખી મૂકવા જોઇએ. જેથી રોષકાળમાં ઉપાશ્રયે આવતા સાધુ-સાધ્વીજી ભગવંતોને કે ધર્મશાળાના યાત્રિકોને સદ્વાંચનનું એક નિમિત્ત મળી રહે. (2) 25-25 પુસ્તક/મેગેઝીનાદિનો સેટ બનાવી જ્યારે તીર્થયાત્રા કરવા જઇએ ત્યારે રસ્તામાં આવતા વિહારધામોમાં મૂકી શકાય. (3) જનરલ જીવનપયોગી આપણા ગુરૂભગવંતોના લખાણો-પુસ્તકોને હોસ્પિટલો, તેના રૂમોમાં, વૃધ્ધાશ્રમોમાં, અનાથાશ્રમોમાં, રેલ્વેમાં વેઇટીંગ સ્થાનો, જાહેર વાંચનના સ્થળો આદિ જાહેર સ્થાનોમાં યથાયોગ્ય રીતે મૂકવા જોઇએ, જે ક્યારેક કોઇના જીવનનું પરિવર્તન કરાવી દે. (આજે રોજેરોજ જ્યારે સમાચારપત્રો, મેગેઝીનો દ્વારા અઢળક અશ્લીલ, બિભત્સ અને વિકૃત ચિત્રો, લખાણોનો પૂરજોશમાં મારો સમાજ ઉપર છવાઇ રહ્યો છે, ત્યારે આવા સદ્ધાંચનો માનસિક શુદ્ધ પર્યાવરણનું નિર્માણ કરવામાં સહાયક બની રહે. ડીપ્રેશન, હતાશા-નિરાશામાં અટવાયેલા કો'કને માર્ગદર્શન આપી શકે, તો વળી કો' કને સુકૃત કાર્યો કરવાની પ્રેરણા આપી રહેશે). (4) જો ક્યાંક નવો જ્ઞાનભંડાર કરવો હોય તો આ રીતે આમાંથી જ્ઞાનભંડાર ઉપયોગી ઘણા પુસ્તકો સીધા મળી રહેશે. (5) આ રીતે જૂના પુસ્તકો ઉઘરાવવામાં ભગવાનના ફોટાઓ, જૂના પંચાંગો, તૂટેલા સાપડા, ચરવળાની દાંડીઓ વિગેરે ન આવવું જોઇએ છતાં પણ ઘણું આવશે. તે માટેની માહિતિ આવતા અંકમાં આપશું. Printed Matter BookPosted 1147) U/C, 5A P &T Guide hence not be taxed Rs. 1 Ticket અિહો ! શ્રવજ્ઞાન પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com