SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી ચિંતામણી-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ || ( પુસ્તક અહો શ્રવજ્ઞાળામું સંકલન આસો સુદ-૫, સં. ૨૦૬૭ શાહ બાબુલાલ સરેમલ જિનશાસનશણગાર પૂજ્ય ગીતા જ્ઞાની ગુરુભગવંતોના ચરણોમાં સાદર વંદના તથા આદરણીય સુશ્રાવકશ્રી તથા પંડીતજીઓને શાહ બાબુલાલ સનેમલ બેડાવાળાના સબહુમાન પ્રણામ. 'ચાલો, આપણો ધ્વનિવારસો સુરક્ષિત કરીએ બે અને પાંચ પ્રતિક્રમણના સૂત્રો, નવમરણાદિ શ્રાવકજીવનની મહત્તમ આરાધનાના અંગરૂપે શ્રી સંઘમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રત્યેક સૂત્રોની રચનામાં વિવિધ છંદ, સંપદા અને ચોક્કસ રાગ તથા લય સમાવિષ્ટ છે. તેના સ્પષ્ટ ઉચ્ચારનું પણ અત્યધિક મહત્વ છે. જે તે ચોક્કસ અવસરે સ્પષ્ટોચ્ચાર પૂર્વકનું તેનું ગાન વિશિષ્ટ માનસિક અસર કરનારું હોય છે અને તેમાં ધ્વનિ વિજ્ઞાન અંતનિહિત છે. - જાણવા મળ્યા મુજબ ભારતભરના વિવિધ પ્રદેશોમાંથી વેદપાઠી ૪૦૦ બ્રાહાણ પંડિતોનું મિલન યોજવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ વેદના ચોક્કસ અને સ્પષ્ટ ધ્વનિનું સંકલન કરવાનો હતો. અહીં એવા જ વેદપાઠીઓ ને આમંત્રણ આપવામાં આવેલ કે જેઓએ ગુરુપરંપરા પૂર્વક વેદ મુખપાઠ લીધા હોય, કે જેમાં તેમને વેદનો પરંપરાગત ધ્વનિ પણ મળ્યો હોય. વેદના સર્વ ટોચ કક્ષાના વેદપાઠીઓએ આ સંમેલનના ઉપસંહાર રૂપે વેદના ઉચ્ચારોનું સ્ટાન્ડર્ડ સંકલન કરી પછી તેનું રેકોર્ડીંગ કરાવી લીધુ, જેથી ભવિષ્યની પેઢીને વેદના શુદ્ધ ઉચ્ચારોનું જ્ઞાન અને આલંબન રહે. | ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરિજી ની વાંચના દ્વારા સાંભળ્યા મુજબ આપણે ત્યાં પ્રાકૃતસૂત્રોનું સંસ્કૃતમાં રૂપાંતરણ નહિ કરવા પાછળ પણ મુખ્ય ઉદ્દેશ પ્રાકૃત સૂત્રોના ગણધરગુંફિત શબ્દોમાં સચવાયેલ ધ્વનિને સાચવવાનો હતો. આ મુદ્દે શ્રી સંઘમાં જાગૃતતા આવે તે જરૂરી જણાય છે. | બે-પાંચ પ્રતિક્રમણના સૂત્રો, નવમરણાદિને સ્પષ્ટ ઉચ્ચાર, રાગ, લય અને સંપદાઓથી બોલવામાં આવે તો એના અજબગજબના સૂત્રોક્ત લાભો અને સંવેદનાઓ અવશ્ય પ્રગટી શકે. નમુત્થણ બોલતા અહોભાવનો લય ઉભો થાય અને વંદિત્ત બોલતા દુતગહની સંવેદનાઓ પ્રગટે. તીર્થવંદના કરતા આનંદના રોમાંચ ખડા થાય અને સાત લાખમાં સર્વ જીવ પ્રત્યે ક્ષમાપનાના ભાવ પ્રગટે. - પ્રસ્તુત વિષયના વિદ્વાનો દ્વારા સૂત્રોનું આ પ્રમાણેનું શાસ્ત્રોક્ત રેકોડીંગ કરાવી પછી ધાર્મિક પાઠશાળાઓમાં પ્રથમ શિક્ષકો અને તે દ્વારા વિદ્યાર્થીઓમાં આ બાબતની જાગૃતિ લાવવામાં આવે તો જૈનસંઘમાં એક અજબગજબની ક્રાંતિ આવે. જરૂર છે જૈનસંઘને આવા કોઇ વિશિષ્ટ ક્રાતિકારીની ! . - વર્તમાનમાં આનંદધનજીના પદો આદિને સ્તવનોના મુખ્ય શાસ્ત્રીય રાગમાં, સૂર અને લયમાં રેકોર્ડીંગ કરવામાં આવ્યા છે. શાસ્ત્રીય રાગો, જ્યારે આજે ભૂલાતા જાય છે, એવા સમયમાં આ સમયોચિત કાર્યની અનુમોદના કરવી ઘટે. પૂ.યશોવિજયજી, પૂ.દેવચંદ્રજી, પૂ.માનવિજયજી આદિની ચોવિશિઓ, અન્યાન્ય સ્તવનાઓ પર પણ તાકિદે આ કાર્ય થવું ઘટે. કોઇ એક અનુભવી મહાત્માના માર્ગદર્શન હેઠળ ઉત્સાહી શ્રાવકવર્ગ આ કાર્ય ઉપાડી લે તો શક્ય છે. હી. " તારોડ૬ સર્વ સાધૂનામ્ " જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલા
SR No.523313
Book TitleAho Shruta gyanam Paripatra 13
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2011
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy