________________ 'મંઝવણમાં ધો માર્ગદર્શન (1) આજકાલ ઠેર ઠેર શ્રીસંઘોમાં જૂના પુસ્તકો કે જેને નકામા જ ગણી શકાય, તેનો ભરાવો થતો રહે છે. ઉપરાંત જૂના પંચાંગો, પત્રિકાઓ, તૂટેલા સાપડાઓ, ચરવળા વગેરેની તૂટેલી દાંડીઓ, જૂના માસિકો, અવનવા પેમ્ફલેટો, આ અને આવી ઘણી બધી બિન ઉપયોગી કે અલ્ય ઉપયોગી વસ્તુઓનો ભરાવો થતો રહે છે. શ્રાવકોના ઘરોમાં પંચાંગો અને પત્રિકાઓ તથા પુસ્તકોનો પણ ક્યારેક સારા એવા પ્રમાણમાં સ્ટોક ભેગો થાય છે, અને પછી ક્યારેક તો તે દેરાસર કે ઉપાશ્રયમાં ટ્રાન્સફર થઇ જાય છે. દીવાળી સમયે સંઘની કે ઘરની સફાઇમાં આ બધા પ્રશ્નો ઉભા થવાના, તો આ બાબત અલ્પતમદોષ લાગે તેવી ઉચિત શાસ્ત્રીય વ્યવસ્થા શું હોઇ શકે? | આ બાબત આપનું અમૂલ્ય માર્ગદર્શન અમને મળે એવી હાર્દિક અપેક્ષા છે. (2) સકળ શ્રી જૈન સંઘમાં વર્ષે દહાડે મહોત્સવાદિની પત્રિકાઓ તથા પ્લાસ્ટીક બેનરો અતિ અલ્પ ઉપયોગી કેટલાક અન્ય સાહિત્યનો કુલ ખર્ચ પ્રાયઃ સેંકડો કરોડોમાં હશે એ નિર્વિવાદ જાણવું જોઇએ. આ પત્રિકાઓ-બેનરો તો જે તે સંઘમાં તે સંઘ પૂરતી અને મહોત્સવના દિવસો પૂરતી જ સિમિત હોય છે. એમાં દેવ અને ગુરુના ફોટાઓ પણ છપાય છે. તેથી મહોત્સવ બાદ પત્રિકાનો નિકાલ કરવામાં દેવ-ગુરુની આશાતનાનો પણ પ્રશ્ન આવી રહે છે. અલબત્ત, લાભ લેનારને યોગ્ય સન્માન આપવાની અપેક્ષા હોઇ શકે. એ દ્વારા અન્ય આવક કદાચ ઉભી થતી હોય... આ બધુ પણ શક્ય છે. તો આ મુદે, મુખ્યત્વે પત્રિકાઓ અને બેનરો બાબત ગીતાર્થ ગુરુભગવંતો આદિનું અમને અચૂક અમૂલ્ય માર્ગદર્શન મળે એવી હાર્દિક અપેક્ષા છે.. (aa અનુસંધાન પેજ-૫ ઉપર AT મિચ્છામિદુક્કડમ્ . અત્યાર સુધીના પ્રકાશિત પરિપત્ર 1 થી ૧૨માં ફક્ત શ્રુતજ્ઞાન, જ્ઞાનભંડાર અને જ્ઞાનદ્રવ્યને લગતી વિગતો પ્રકાશિત કરી છે. જેમાં પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતો, સમુદાય, સંઘ, સંસ્થા અને શ્રાવક-શ્રાવિકાને ઉપયોગી જરૂરી માહિતી તથા શાસ્ત્રોમાં રહેલી વાતોને સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતોની કૃપા અને આશીર્વાદ દ્વારા અમે રજુ કરી શક્યા છીએ. તેમ છતાં પણ અમારા દ્વારા જાણતા અજાણતા પણ કોઇ પણ જાતનો અવિવેક કે મન દુઃખ થયું હોય તો ક્ષમા કરશો અને જિનાજ્ઞા વિરૂદ્ધ કોઇ પણ રજુઆત થઇ હોય તો ત્રિવિધે મિચ્છામિદુક્કડમ્ માંગુ છું. Printed Matter BookPosted 114(7) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 અહો ! શ્રુતજ્ઞાન Ticket પ્રકાશક : શ્રી આશાપૂરણ પાશ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com