________________
પુસ્તક
૧૨
II શ્રી ચિંતામણી-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II
સં-૨૦૬૭ ભાદરવા સુદ-૫
અહો ! શ્રુતજ્ઞાનમ્
જિનશાસનના શણગાર પ.પૂ.પંચમહાવ્રત ધારી ગુરુભગવંતોના ચરણોમાં વંદના તથા સન્માનનીય શ્રીસંઘના આગેવાનો, પંડિતજીઓ આદિને સેવક બાબુલાલ સરેમલ બેડાવાળાના સબહુમાન પ્રણામ..
સંકલન
શાહ બાબુલાલ સરેમલ
પૂજ્ય ગીતાર્થજ્ઞાની ગુરુભગવંતોના શ્રીમુખે સાંભળવા મળ્યા મુજબ પુસ્તકપ્રતમાં રહેલું શ્રુતજ્ઞાન એ દ્રવ્ય શ્રુતજ્ઞાન છે. તેનો આધાર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ છે, જેઓના ઉપયોગરૂપે રહેલું શ્રુતજ્ઞાન એ ભાવ શ્રુતજ્ઞાન છે. પુસ્તક-પ્રતાદિ એ ભાવશ્રુતજ્ઞાનનું કારણ બનતા હોઇ તે પ્રધાન દ્રવ્ય શ્રુતજ્ઞાન છે. આ બધાનો ફલિતાર્થ એ થયો કે દ્રવ્યશ્રુત રૂપ પુસ્તક-પ્રતાદિ એ ભાવશ્રુતનું કારણ બનવા જોઇએ અને તે ત્યારે જ બને કે, જ્યારે શ્રી સંઘમાં શ્રુતજ્ઞાન પોષક-વર્ધક અને સંરક્ષક પાઠશાળા, વિદ્યાપીઠ વગેરે વેગવંતી બને.
ચતુર્વિધ શ્રી સંઘમાં જ્ઞાનાભ્યાસનો પ્રયત્ન, ઉધમ વધે તો ભાવશ્રુતની સફળ આરાધના થાય એ માટે શ્રી સંઘની પાઠશાળાઓને પ્રોત્સાહન મળે એ જરૂરી છે.
નાના બાળકો માટે ટીની-મીની સ્વરૂપની વજ્રસ્વામી પાઠશાળાઓ ચાલે, નાના બાળકોને મૂકવા આવતી એમની માતા વિગેરેના પણ એ જ સમયે જ્ઞાનના ક્લાસ વગેરે ગોઠવાય તો બે” યનું કામ થાય. મોટાઓ માટે પણ સૂત્ર ગોખવા, જીવવિચાર, નવતત્વાદિના અર્થો સમજવા વગેરે માટેની સંઘમાં વ્યવસ્થા વિચારાય.
માત્ર સૂત્ર ગોખવા કે અર્થ કરવા પૂરતું જ નહિ પરંતુ પ્રાથમિક ક્રિયાઓ અને તેના રહસ્યાદિનું જ્ઞાન પણ સાથે સાથે મળતું રહે. ચાતુર્માસાદિમાં મહાત્માઓનો યોગ હોય તો તે રીતે અથવા તેની અવેજીમાં સારા પંડિતજીઓ રોકીને પણ આ કાર્ય હાથ ધરવું જોઇએ. અમદાવાદ તપોવન, મહેસાણા, નાકોડા, માલવાડા, સાંચોર, બેંગલોર વગેરેના જેવી સંસ્કૃત અને ધાર્મિક પાઠશાળાઓને સવિશેષ પ્રોત્સાહન આપવું જોઇએ. સંપન્ન જ્ઞાનરસિક શ્રાવકોએ વિવિધ યોજનાઓમાં લાભ લઇ લક્ષ્મી સાર્થક કરવી જોઇએ કારણકે એમાંથી જ શાસનમાં ઘણું કરીને અધ્યાપક પંડિતો, ચુસ્ત ક્રિયાકારકો, પર્યુષણના આરાધકો અને વિધિકારકો તથા ધર્મના પ્રચારકો ઉભા થતા હોય છે. આ પ્રયત્નોમાં ૨૫૫૦ પણ સારા જિનશાસનસેવક પંડિતજી-સુશ્રાવકો તૈયાર થશે તો તેઓ સારી રીતે શાસનની જ્યોત ઝળહળતી રાખશે.
શ્રીસંઘોમાં જ્ઞાનખાતાની રકમો ફીક્સ ભેગી કર્યે જ જવી એ સરકારી દખલગિરિ આદિ અનેક કારણે યોગ્ય જણાતી નથી. તેમજ કારણ વિના જ્ઞાનદ્રવ્ય, ઉપરના દેવદ્રવ્ય ક્ષેત્રમાં પણ લઇ જવી યોગ્ય ન ગણવી જોઇએ.
સૌ પ્રથમ તો અમુક રકમથી વધુ રકમ જ્ઞાનખાતે જમા ન રાખવી અને કારણ વિના ઉપરના ક્ષેત્રમાં ન લઇ જવી એટલો પણ નિર્ણય સંઘોમાં જો કરવામાં આવે તો પણ સંઘની જ્ઞાનસંબંધી કેટલીય પ્રવૃતિને વેગ મળે. સંઘના જ્ઞાનભંડારો અવનવા પુસ્તકાદિથી સમૃદ્ધ બને. અજૈન પંડિતોના પગારની વ્યવસ્થા થઇ જાય. ભારે કિંમતિ કાગળો પર વર્ષો સુધી ટકી શકે એ પ્રમાણેનું શ્રુત સંરક્ષણ થઇ જાય.
આમ અમને લાગે છે. અ બાબત આપનું અમૂલ્ય માર્ગદર્શન અમને પાઠવવા કૃપા
કરશોજી.
दासोऽहं सर्व साधूनाम् " શ્રી સંઘસેવક શાહ બાબુલાલ સરેમલ