________________
સૂચનોનો સત્કાર
0 આપણો પ્રાચીન ઋતવારસો આગમગ્રંથ, નિર્યુક્તિઓ, ભાષ્ય અને ચૂર્ણિ પ્રાકૃતબદ્ધ છે. સંશોધનમાં ચૂર્ણિની ત દ વિગેરે શ્રુતિની પ્રધાનતાનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. મૂળ અર્ધમાગધિ ભાષાની શ્રુતિના જે તે પાકને જ પ્રધાન રાખીને અન્ય પાઠાંતર નીચે ટીપ્પણમાં નોંધવા જોઇએ.
પ્રાકૃતના સંશોધન-સંપાદનમાં પ્રાકૃત વ્યાકરણમાં વર્ણવેલ છ એ ભાષાનાં જે તે શાબ્દિક ફેરફારને અવશ્ય ધ્યાનમાં લેવા જરૂરી છે. જે પરથી તેની મૂળ વાચનાનો નિર્ણય થઇ શકે. © વલભી અને માથરી વાચનાઓ આપણા માટે આદર્શ રૂપ છે. વર્તમાનમાં પણ કૃતપિપાસુ સાધુ ભગવંતોના મીની સંમેલનની અગત્યતા જણાય છે. જે તે વિષયના નિષ્ણાત સાધુ ભગવંતો એકઠા થઇ જ્ઞાન-માહિતિનું આદાન-પ્રદાન કરે... તટસ્થ-સ્વસ્થ ચર્ચા કરે અને તદાધારે પોતાની માન્યતા જણાવે, જેના ઉપર ગીતાર્થ ગુરૂભગવંત યોગ્યાયોગ્યનો નિર્ણય કરે, આ કે આવું કઇંક શ્રીસંઘ અને શાસનના હિતમાં વિચારી શકાય.
જૈનેતરોમાં 'લક્ષણ સમુચ્ચય” જેવા ગ્રંથો છે. જિનશાસનના પારિભાષિક શબ્દોને, સિદ્ધાંતોને, પદાર્થોને આ રીતે સૂત્ર દ્વારા બાંધવા યોગ્ય જણાય છે. ઉપાધ્યાયજી મ.સા.ના ટીકાગ્રંથોમાં આ પ્રમાણેના ઉદાહરણો જોવાય છે. એનું સંકલન થાય તથા અન્ય પણ નૂતન શાસ્ત્રીય આવિષ્કાર આ પ્રમાણેનો જરૂરી ગણાય. 0 પૂજા સંગ્રહમાં સંગ્રહિત પૂજાઓ જે તે કાળે પ્રચલિત શાસ્ત્રીય રાગ-ગીતોમાં રચાયેલી છે... કાળક્રમે એ ભૂલાતા જાય છે, ને ક્યાંક તો એ વિકૃત સ્વરૂપ પણ ધારણ કરી લેતા જોવાય છે. એના ઉપાયરૂપે એ શાસ્ત્રીય રાગોના જાણકાર સંગીતકારો પાસે એ રેકોર્ડીંગ કરાવી લેવા જરૂરી છે. જેથી એ ચિરંજીવ બની શકે. © વલ્લભીવાચનામાં પૂ.દેવર્ધિગણિ 8માશ્રમણની પ્રેરણાથી શુદ્ધિકરણ થઇને શ્રુતલેખના થયું તે પછી પણ પૂજ્ય મુનિભગવંતો, શ્રાવકો શ્રુતભક્તિથી પ્રેરાઇને સ્વહસ્તે અને લહિયાઓએ પાસે અઢળક ગ્રંથો લખાવ્યા જેની હાર્દિક અનુમોદના. તેઓની ઉદારતા અને મહેનતને લીધે અત્યારે તે પૈકી થોડા ઉપલબ્ધ છે. પરંતુ કાળક્રમે થયેલા પ્રતિલિપિઓમાં જે પણ થોડા ઘણા અંશે પાઠાંતર-પાઠભેદ થયા હોય તેના શુદ્ધિકરણ માટે એક વાચનાની શું ખરેખર જરૂર નથી લાગતી ? જેમાં બધા જ આગમો તેમજ પ્રકરણ ગ્રંથોને ગીતાર્થ જ્ઞાની ગુરૂભગવંતની નિશ્રામાં ફક્ત “શુદ્ધિકરણ યજ્ઞ” રુપે મીની વાચના થાય તો શાસનનું અગત્યનું કાર્ય થઇ શકે અને ભાવિ પેઢીને શુદ્ધ સ્વરુપે જે તે ગ્રંથો ઉપલબ્ધ બને અને તે માટેના દરેક ગચ્છ સમુદાયમાં રહેલા જ્ઞાની ગુરૂભગવંતોનું એક નેટવર્ક પણ ઉભું કરી શકાય અને યોગ્ય ચર્ચા વિચારણા કરી શકાય. વિનંતિ : આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ સંપાદન કરેલ પ્રાચીન વિ.સં.૧૧૫૮ નો દેવભદ્રસૂરિ વિરચિત પ્રાકૃતગ્રંથ કથાનકોશ, જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રકાશિત થયેલ. પૂજ્યશ્રીએ જ તેનો પણ અનુવાદ કરેલ, જે ૨ ભાગમાં ઉપરોક્ત સંસ્થા દ્વારા જ અપૂર્ણ પ્રકાશિત થયેલ. અતિમહત્વના આ ગ્રંથના પાછળના થોડા ભાગનું ભાષાંતરણ કરી પ્રકાશિત કરવા યોગ્ય છે. જે માટે વિદ્વાનોને અમારી નમ્ર અરજ છે.