________________
II ૐ હ્રીં શ્ અહં શ્રી ચિંતામણિ - શંખેશ્વર - આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ ||
પુસ્તક
સંકલન : શા. બાબુલાલ સરેમલ
અહી ! શ્રવજ્ઞાન
ભાદરવા સુદ-૫, સંવત ૨૦૬
કલિકાલમાં અજાયબી સમા પંચ મહાવ્રતના ધારક સર્વ પૂજ્ય ગુરૂભગવંતોના ચરણોમાં શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાની સાદર અનંતશઃ વંદનાવલી અવધારશોજી.
પૂજ્ય ગુરુવર્યોની પ્રેરણા અને માર્ગદર્શનથી “અહો શ્રુતજ્ઞાનમ”ના આ વર્ષના પાંચમા-છઠ્ઠા અંક દ્વારા આ વર્ષે નૂતન પ્રકાશિત ૧૦૯ ગ્રંથોની તથા વિદ્વાન ગુરુભગવંતો દ્વારા સંશોધન થઈ રહેલ ઘણા ગ્રંથોની વિગત રજૂ કરેલ, જે માટે અનેક વિદ્વાન, ગીતાર્થ ગુરુભગવંતોના અનુમોદના સભર | પત્ર મળે છે, જેનાથી અમારા ઉત્સાહમાં અનેકગણી વૃદ્ધિ થાય છે. આ અંકમાં પણ એવી સર્વગ્રાહી માહિતિ રજૂ કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે, જેને સહુ આવકારશે એવી પૂર્ણ શ્રદ્ધા છે.
એ “કલિકાળે જિનબિંબ જિનાગમ ભવિચણ કું આધારા” - પ.પૂ. મહામહોપાધ્યાયશ્રી ચશોવિજયજી મ.ના ટંકશાળી વચનો પર ચિંતન કરતા જણાય છે કે જિનબિંબની જેમ જિનાગમ પણ શાસનનું અવિભાજ્ય પ્રધાન અંગ છે. જિનને ઓળખાવનાર જિનાગમ છે. સર્વ આરાધના- સાધનાનું માર્ગદર્શક શ્રુતજ્ઞાન છે. અને એટલે જ આગમાદિ સર્વ શ્રુતજ્ઞાનનો વારસો ભાવિ પેઢી સુધી પહોંચાડવો જરૂરી છે.
આપણા શ્રીસંઘમાં જિનમંદિર-જિનબિંબ બનાવવા માટે જેટલો ખર્ચ થાય છે, તેનાં ૧૦% રકમ પણ નૂતન શાસ્ત્રોના સર્જનાદિમાં વપરાય છે ખરી ? એ વિચારવા જેવું છે.
પરમાત્માના વિશિષ્ટ પુચ્ચે અઢળક કહી શકાય એટલી દેવદ્રવ્યની ઉપજ અને વપરાશ થાય છે પરંતુ પ્રભુના માર્ગને દેખાડનાર, સમજાવનાર, સાચવનાર એવા શ્રુતની ઉપજ અને મુખ્યત્વે તેના વપરાશ પર પણ ધ્યાન દેવા યોગ્ય છે.
પ્રભુની આંગી, મુગટ, હાર વિગેરે બનાવવા અથવા દેરાસરના સમારકામ, નિભાવ માટે જે ખર્ચ થાય છે, તેની ૧૦% રકમ પણ પ્રાચીન ગ્રંથોના ઉદ્ધાર-પુનર્મુદ્રણાદિ માટે થાય છે કે કેમ તે પર પણ લક્ષ્ય આપવું જોઈએ. માતબર સંઘોમાં જ્ઞાનખાતાના લાખો રૂપિયા વપરાયા વિના ફીક્સમાં પડ્યા રહે છે, જેના ભાવિ સરકારી નુકશાનો ઘણાં છે, જે માટે આંખ આડા કાન કરવા જેવા નથી.
આ પર્યુષણમાં કલ્પસૂત્ર અંગેની બોલીઓ, પ્રતિક્રમણમાં સૂત્રોની ઉછામણીઓ, દીક્ષાના પ્રસંગોમાં નવકારવાળી, પોથી વિગેરેના ચડાવાઓ ભલે પછી મણમાં હોય કે રૂપિયામાં, પણ તે બધા જ્ઞાનખાતામાં જાય છે. કેટલાંક શ્રી સંઘોમાં આ રકમ દેવદ્રવ્યમાં લઈ જવાતી હોય છે. શ્રાવિકા ઉપાશ્રયના વહીવટદારો આ બધી રકમથી મોટે ભાગે પ્રભુની આંગી વિગેરે બનાવી ઊંચા ખાતામાં દ્રવ્ય વાપર્યાનો આત્મસંતોષ માને છે. પરંતુ પૂજ્ય ગીતાર્થ ગુરૂભગવંતો સ્પષ્ટ કહે છે કે જ્યારે જે ખાતુ સીદાતુ હોય અથવા તેમાં જરૂરિયાત હોય, દ્રવ્ય વાપરવાના યોગ્ય ઉપાયો હોય તેમ છતાં તે દ્રવ્ય નિષ્કારણ ઉપરના ક્ષેત્રમાં વાપરીએ તો તે કોઈ રીતે ઉચિત ન ગણી શકાય,
શ્રુતજ્ઞાનના ક્ષેત્રે ભગીરથ કાર્ય કરતી સંસ્થાઓને અથવા પોતાને યોગ્ય જણાય તે ગુરુભગવંતોની પ્રેરણાથી ઉદાર હૃદયે જ્ઞાનખાતાનો વિનિમય કરવો તે ઉચિત કર્તવ્ય જણાય છે. જ્ઞાનદ્રવ્યનો વિનિમય કરવા યોગ્ય કેટલાંક ઉપાયો અમે અંતિમ પૃષ્ઠ પર રજૂ કરીએ છીએ. અને યોગ્ય મહાત્માઓ જે તે સંઘને જ્ઞાનદ્રવ્યના વિનિમય માટે પ્રેરણા કરે એવી અપેક્ષા રાખીએ છીએ.
જિનશાસનની નિઃસ્વાર્થ સેવાની ભાવનાથી આરંભાયેલ આ કાર્યમાં આપના અમૂલ્ય સૂચન અને માર્ગદર્શનને સદા આવકારીએ છીએ.
શ્રીશ્રમણપ્રધાન જૈનસંઘ ચરણરજ બાબુલાલ. |