________________
| ૐ હ્રીં શ્રીં અહં શ્રી ચિંતામણિ - શંખેશ્વર - આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II
પુરાકે
સંકલન : શા. બાબુલાલ સરેમલ
અહીં ! શ્રવજ્ઞાળa
અષાઢ સુદ-૫, સંવત ૨૦૬૬
જિન શાસનની નિઃસ્વાર્થ સેવાની ભાવનાથી જ ગત વર્ષે ચાર્તુમાસ દરમ્યાન પૂજ્ય ગુરભગવંતોની પ્રેરણા અને માર્ગદર્શનથી “અહો શ્રુતજ્ઞાન” શીર્ષક હેઠળના ચાર પરિપત્રો દ્વારા શ્રુતજ્ઞાન સંબંધી ઘણી વિગતો જેવી કે નૂતન પ્રકાશિત થતાં ગ્રંથો, શ્રુતસેવી મહાત્માઓ દ્વારા સંશોધન થઈ રહેલા ગ્રંથો, સંશોધન, સંપાદન કરવા યોગ્ય ગ્રંથો, પુનઃમુદ્રણ કરવા યોગ્ય ગ્રંથો વગેરેની અમૂલ્ય વિગતો શ્રી સંઘ સમક્ષ રજૂ કરી હતી, તથા બધા જ શ્રમણ-શ્રમણી ભગવંતો અને અભ્યાસુ પંડિતો વિગેરે મળીને કુલ એક હજાર જેટલા પરિપત્રો સહુને પહોંચાડ્યા હતા. જેનો જ્ઞાની ગુરુભગવંતો તરફથી અકલ્પનીય પ્રતિસાદ સાંપડ્યો હતો. તથા આવી માહિતી શષકાળમાં પણ પ્રાપ્ત થાય તે માટેના પૂજ્યોના પત્રો તથા સૂચનો પણ મળેલા, પરંતુ શેષ કાળમાં બહોળા નેટવર્કના અભાવે અમે એ ન કરી શક્યા તેનો અમને ખેદ છે. અને જ્ઞાની ગુરૂભગવંતોની આ બાબતની લાગણીને અનુભવીને ફરી આ ચાર્તુમાસ દરમ્યાન અમે પાંચ માસિક પરિપત્રો રજૂ કરવા પ્રયત્નશીલ બની રહ્યા છીએ. જેનું પ્રારંભ પુષ્પ આપશ્રીના કરકમળમાં શોભી રહ્યું છે.
અમારૂં સ્પષ્ટ માનવું છે કે ઘણું કરીને તેજસ્વી પ્રતિભા સંપન્ન નૂતન દિક્ષીત પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની માનસિક ટેલેન્ટ, વ્યવહારિક કુશળતા, બૌદ્ધિક ક્ષમતા સામાન્યથી | પણ ઘણી સારી હોવાની પૂર્ણતઃ સંભાવના છે. યોગ્ય નિમિત્તો, આલંબનો, પ્રેરણા અને માર્ગદર્શનને અભાવે તે શક્તિઓ ક્યાં તો કુંઠિત થવાની અથવા તો અવળા માર્ગે વળી જવાની સંભાવનાઓ રહેલી છે.
પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિશ્રીઓ અધિકારી ગુરૂભગવંતો જો આ બાબત પર હજી સવિશેષ લક્ષ્ય આપે અને મુખ્યત્વે પૂજ્ય સાધ્વીજી ભગવંતને શ્રુતજ્ઞાનાદિ જે તે ક્ષેત્રમાં કાર્યરત કરે તો શ્રી સંઘની મહાન સેવા થાય એવું અમને સમજાય છે.
શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં પ્રાચીન લિપીઓ શીખવા માત્રથી અપ્રગટ હસ્ત લિખિત ગ્રંથોના લિવ્યંતરણનું અતિમહત્વનું કાર્ય સાધ્ય બને કારણ કે આજે પ્રાચીન લિપીનું જ્ઞાન ધરાવનારા, સંશોધન-સંપાદન, લિવ્યંતર કરનારા મહાત્માઓ ખૂબજ જૂજ સંખ્યામાં છે. કેટકેટલાય ગ્રંથો-કૃતિઓ અપ્રગટપણે જ્ઞાનભંડારના આભૂષણ સમી છે. આ કાર્યમાં કાર્યરત થવા દ્વારા પ્રચંડ નિર્જરા સાધક સ્વાધ્યાયનો યોગ સહજ બને અને જ્ઞાનોપાસના થવા દ્વારા હેયોપાદેયના વિવેકથી ચારિત્રજીવન વધુ મઘમઘાયમાન બને.
ચાલુ સાલે આગમવિશારદ, શ્રુતસ્થવિર પ.પૂ. જંબુવિજયજી મ.સા. ન્યાયના ઉચ્ચ અભ્યાસી તપસ્વી શ્રી હેમરેખાશ્રીજી વિગેરેનો માર્ગ અકસ્માતમાં અકાળ કાળધર્મ એ ખૂબ જ દુઃખદ અને આત્મચિંતન પ્રેરે તેવી ઘટના છે. તે પ્રત્યે દિલગિરી વ્યક્ત કરવા સાથે પુષ્ટકારણ વિનાના કે સકારણે પણ ઉગ્ર લાંબા લાંબા, ટ્રાફિકથી ધમધમતા હાઈવે પરના આત્મઘાતક વિહારોથી અટકવા અમે અંતરથી ભલામણ કરીએ છીએ. પૂજ્યશ્રીઓનું સંયમજીવન વધુ ઉન્નત બને એવી હાર્દિક લાગણી સાથે.
શ્રીસંઘચરણરજ બાબુલાલ સરેમલ બેડાવાળા