________________ હવે, ઉપાય વિચારીએ આજે છ’રી પાલિત સંઘો, 99 યાત્રા, ઉપધાન, ચાતુર્માસ આદિ મહોત્સવમાં લાભાર્થી પરિવાર તરફથી સ્તુતિ-સ્તવન-સઝાય વિગેરેની કોમના પુસ્તિકાઓ છાશવારે છપાતી રહે છે. જે માત્ર તે મહોત્સવાદ પૂરતી જ સીમીત રહે છે.. અને પછી ગમે ત્યાં, ગમે તે દેરાસરોમાં વિના માંગ્યે મૂકીને તેનો નિકાલ જ કરવાનો રહે છે. આ પ્રીન્ટીંગના ખર્ચાઓનો વાર્ષિક આંકડો કરોડોમાં જાય છે, આના નિવારણાર્થે આ પ્રમાણે વિચારી શકાય. અત્યારનો યુગ કોમ્યુટર, વેબસાઇટ વિ. માં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. લગભગ દરેક સુખીગૃહસ્થને કોમ્યુટર વિ. હાથવગુ હોય છે. તે દ્વારા આ સમસ્યાનું નિરાકરણ થઇ શકે છે. સ્તુતિ-સ્તવન-સજઝાયની એક વેબસાઇટ ખોલવામાં આવે અને આજના કાળે જેટલા પણ પ્રાચીન કતનિા સ્તવન-સઝાયો તથા નૂતન ભક્તિ ગીતો વિગેરે હોય તે બધાનો સંગ્રહ થાય. વેબસાઇટ પર આ રીતે સંગ્રહ કરનાર સંસ્થા પોતાની પાસે ઉપલબ્ધ સ્તવનાદિની યાદિ બહાર પાડીને તમામ મુખ્ય મહાત્માઓ (આચાર્ય ભગવંત વિ.) ને મોકલાવે. એ યાદિમાં કંઇક ખૂટતું હોય તો એ આચાર્ય ભગવંત તેમને પહોંચતું કરે.. અંતે એક ફાઇનલ લીસ્ટ બહાર પડે અને મુખ્ય ગ્રુપના પ્રભાવક મહાત્માઓ વિ. ને મોકલી આપવામાં આવે પછી જ્યારે પણ કોઇ પણ પ્રસંગ પછી તે સંઘ હોય, ઉપધાન, 99 યાત્રા કે મહોત્સવ હોય તે તે સંઘ/શ્રાવક વેબસાઇટ પરથી તે તે સ્તવન વિગેરેને ડાઉનલોડ કરીને પ્રીન્ટ કાઢીને ઉપયોગમાં લઇ શકે છે. તેની ઝેરોક્ષ વિગેરે જે કરવું હોય તે કરીને એક સારા ફોલ્ડરમાં ફીટ કરી આપી શકે. આ પ્રમાણે કરવાથી ભવિષ્યમાં સ્તવનાદિના પુસ્તકો બહાર પાડવાની જરૂર રહે નહિં. વળી, તેથી બીજો ફાયદો એ પણ થાય કે ઘણા સ્તવનો વિ. માં શબ્દોમાં, શબ્દોનાં ક્રમમાં જુદી જુદી ચોપડીઓમાં ફેરફાર હોય છે. આ રીતે કરવાથી એક સ્ટાન્ડર્ડ માહિતી રજૂ થાય. નોંધ - પૂર્વ પરિપત્રમાં આચારાંગ ચૂર્ણ ટીકા-શીલાંકાચાર્યવૃતિ શરત ચૂકથી એ મુ. અનંતયશ વિ. ના નામે છપાયેલ તે પૂ.ગણિવર્ય યશોવિજયજીના નામે જાણવું. Printed Matter BookPosted 1147) U/C, 5A P&T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રુતજ્ઞાન ) પ્રકાશક : શ્રી આશાપૂરણી પાર્ટીના ઈવી Sાની બીકે શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 Bhagyalaxmi 98240 19616