________________
|| ૐ હ્રીં શ્રીં અહં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ||
yedis
સંકલન શાહ ભુલાવી સરેલા
અહો ! શ્રવજ્ઞાન
STMEી રીલી 0%
વિશ્વની પ્રથમ નંબરની જીવંત અજાયબી સમાન સુવિશુદ્ધ સંચમધારી પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતોના ચરણોમાં શાબાબુલાલસરેમલબડાવાળાના બહુમાન પૂર્વક વંદન.
| સર્વ ગચ્છ-સમુદાયોના પૂજ્ય ગુરુભગવંતોના આશીર્વાદિથી આ ચાતુર્માસમાં નવતર પ્રયોગ રૂપે પરિપત્ર દ્વારા શ્રુતજ્ઞાન સંબંધી ઘણી બધી વિગતો ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ રજૂ કરી છે.
સં. ૨૦૬૪-૬૫ ના વર્ષ દરમ્યાન છપાયેલ કુલ પ૨ પ્રતો અને ૧૦૦ થી અધિક પુસ્તકો, પુનઃમુદ્રણ કરવા યોગ્ય અપ્રાપ્ય પ્રાય: ૧૫૦ જેવા ગ્રંથો, શ્રીસંઘોમાં થતા નૂતના સંશોધન-સંપાદન-સર્જનના ૧૨૫ જેવા ગ્રંથો તથા સંશોધન-સંપાદન કરવા યોગ્ય ૨૪ જેટલા ગ્રંથોની વિગતો ચારેય પરિપત્રમાં સમાવિષ્ટ છે. આ બધી જ માહિતિ પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતો, પંડિતો વિગેરેને શ્રુતજ્ઞાનાભ્યાસ, સંશોધનાદિમાં ઉપયોગી થશે તો એ મારૂ અહોભાગ્ય !
આ પરિપત્ર પ્રકાશિત કરવામાં પૂજ્ય ગુરુદેવશ્રી વિરાગ્યદેશનાદક્ષ આ હેમચંદ્રસૂરિજી, પૂ. ગુણરત્નસૂરિજી, પૂ. મુનિચંદ્રસૂરિજી, પૂ. જયસુંદરસૂરિજી પ.કલ્યાણબોધિસૂરિજી આદિએ સતત પ્રેરણા-માગદર્શન અને અમૂલ્ય માહિતીઓ આપી છે ને કાળજી કરી છે. તે સર્વે ગુરુભગવંતોનો હું અંતરથી ઋણી છું.
વળી, તે સિવાય અન્ય ઘણા ઘણા મહાત્માઓએ પત્રો, ફોન વિગેરે દ્વારા સૂચનોવિગતો-આશીર્વાદ અને અનુમોદનાની હેલીઓ વરસાવી છે, જે મારા ઉત્સાહનું અત્યંત પૂરકબળ રહ્યું છે. તે સર્વેને કેમ ભૂલી શકાય?
- ચાતુર્માસ પૂર્ણ થતા વિહારાદિને કારણે પૂજ્યશ્રીઓનો સંપર્ક થઇ શક્યું નહિ, તેથી હવે પછીનું પરિપત્ર સં-૨૦૬૬ ના અષાઢ સુદ-૫ ના રોજ પ્રકાશિત કરવાની ભાવના રાખીએ છીએ, જેમાં રોષકાળની બધી વિગતો સમાવવા પ્રયત્ન કરીશું.
શ્રુતજ્ઞાન સંબંધી જે કોઇપણ સૂચન-માહિતી આપની પાસે હોય તો આપ અમને મોકલવા ખાસ અનુગ્રહ કરશો.
શેષકાળ દરમ્યાન પણ યોગ્ય માહિતી આપને પહોંચાડી શકીએ તે માટે આપશ્રીનું કાયમી સંપર્ક સ્થાન જણાવવા કૃપા કરશો તથા જે પૂજ્યશ્રીઓને પુસ્તકપ્રકાશનાદિ બાબત માહિતી જોઇતી હોય તો પત્ર દ્વારા અમારો સંપર્ક કરશો. અમે શક્ય બધો જ પ્રયત્ન કરશું.
| જિનશાસન-શ્રુતની સેવાની નિર્મળ ભાવનાથી આરંભાયેલા આ કાર્યમાં કોઇ ભૂલચૂક રહી જવા પામી હોય તો ક્ષમા પ્રાર્થીએ છીએ. અમારે યોગ્ય સૂચન સહ આશીર્વાદ આપી આભારી કરશોજી.
લી. શ્રી સંઘપાદપદ્મભૂંગા શાહ GIબુલાલી લીલી