________________
લેખકો / ગ્રાહકો / વાચકોને
પ્રાર્થના
‘દિવ્યધ્વનિ' દર મહિને પ્રગટ થાય છે. * કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે. • ત્રણ વર્ષથી ઓછી મુદતનું લવાજમ
સ્વીકારવામાં આવતું નથી. ચેક/ડ્રાફ્ટ/એમ.ઓ. “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા'ના
નામનો મોકલવો. @ સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો
નોંધાવીને સહયોગી બને તેવી વિનમ્ર અપેક્ષા છે. ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખેલો હોય તે નોંધી રાખવા વિનંતી છે. સરનામામાં ફેરફાર થયાની જાણ તાત્કાલિક કરવા વિનંતી છે. કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો કે ક્રમશઃ લેવો તેનો સંપાદક મંડળને સંપૂર્ણ અધિકાર રહેશે. લેખકોનાં મંતવ્યો સાથે સંપાદક મંડળનું સહમત હોવું આવશ્યક નથી.
હે પરમકૃપાળુદેવ ! જગતની વિસ્મૃતિ કરીને જે સના ચરણમાં વસે છે એ સને પામે છે અને બધી ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાચનનો ઉદ્દેશ આ જ હોવો જોઈએ’ – એમ આપે ફરમાવ્યું છે. પણ એ એક જ લક્ષ ઉપર અમારી પ્રવૃત્તિ કેમ થતી નથી ? શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એ તો આપની કૃપાથી સમજાય છે, પરંતુ યોગ્યની દિશામાં પ્રવૃત્તિ કરતાં અયોગ્ય દિશાની પ્રવૃત્તિ કેમ વધારે થાય છે ? શું અમારી સમજણનો જ વાંક છે કે પછી માનસિક સમજણ એ ‘લક્ષ” કરવા માટે પૂરતી નથી ? અમને હવે એ આત્મલક્ષ થાય એ જ ભાવના છે. હે પ્રભુ ! | સત્ ચિદાનંદ આત્મપ્રાપ્તિનો ઉપાય આપે
બતાવ્યો છે, એનું સ્મરણ કરી એ પ્રમાણે આરાધન કરું છું. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા છું. જેને જેને મારા માન્યા છે એ બધાને બાદ કરતાં જે અવ્યાબાધ અનુભવ રહે તે હું છું. હું સર્વને જાણનારો, ઉપયોગમય, અવ્યાબાધ, અત્યંત પ્રગટ, સ્વસંવેદન પ્રત્યક્ષ આત્મા છું. હું નિત્ય છું, ભિન્ન છું, અમલિન સ્વભાવી છું. પણ અનાદિથી મિથ્યાત્વરૂપ ભ્રાંતિ હતી અને પારદ્રવ્ય તેમજ પરભાવનો કર્તા હું થતો હતો અને કર્મબંધનથી સજા ભોગવતો હતો. આપની કૃપા વરસી અને મને સ્વરૂપનો મહિમા આવ્યો તેમજ નિર્મળાનંદનો નાથ હું પોતે છું એવું ભાન થયું. આપની કૃપાથી પૂર્ણતાને હું અવશ્ય પ્રાપ્ત થઈશ એવી દઢ શ્રદ્ધા છે.
| | ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
: મુદ્રણસ્થાન :
ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા,
અમદાવાદ - ૩૮૦૦૦૪ ફોન : ૨૨૧૬ ૭૬૦૩
૨inuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧)