________________
વિશેષ નોંધઃ (૧) જેમને email ની સગવડ હોય તેમને પેપર email થી મોકલી શકાશે. (૨) કસોટી આપનાર મુમુક્ષુએ પોતે કસોટી આપી છે તે માહિતી સંપર્કસૂત્રોને જણાવવા વિનંતી.
( શ્રી કુંદકુંદાચાર્ય આચાર્યપદ આરોહણ દિનની સંસ્થામાં ઉજવણી) માગશર વદ આઠમ એટલે અપ્રમત્ત યોગીશ્વર ૧૦૮ શ્રી કુંદકુંદાચાર્યનો આચાર્યપદ આરોહણ દિન. આપણી સંસ્થામાં આ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સવારે શ્રી કુંદકુંદાચાર્યની દ્રવ્ય-ભાવ પૂજા રાખવામાં આવી હતી. શ્રી કુંદકુંદાચાર્યના જીવન પર આધારિત પૂજ્યશ્રીની વીડિયો કેસેટ મૂકવામાં આવી હતી. રાત્રે બા.બ્ર.આઇ.શ્રી સુરેશજીએ શ્રી કુંદકુંદાચાર્યના જીવનચરિત્ર વિશે સુંદર માહિતી આપી હતી. બા.બ્ર. અલકાબેન તથા બા.બ્ર. જનકબેને શ્રી કુંદકુંદાચાર્યની ભક્તિના પદો લીધા હતા. આઇ. ડૉ. રાજેશભાઈ સોનેજીએ મુનિના ૨૨ પરિષહો પૈકી કેટલાક પરિષહોને પદ્યમાં પ્રસ્તુત કરી સમજાવ્યા હતા.
અમદાવાદમાં આચાર્યશ્રી ભરતસાગરજી મહારાજનો
| ષષ્ઠીપૂર્તિ જન્મજયંતી સમારોહ સંપન્ન ગુજરાત સંતકેસરી પૂજ્ય ૧૦૮ આચાર્યશ્રી ભરતસાગરજી મહારાજનો ષષ્ટીપૂર્તિ જન્મજયંતી સમારોહ શ્રી દિગંબર જૈન મંદિર, નરોડા, અમદાવાદ મુકામે તા. ૧૫-૧૨-૨૦૧૭ થી તા. ૧૬-૧૨૨૦૧૦ દરમ્યાન ઉજવાઈ ગયો. આપણી સંસ્થામાંથી તા. ૧૬-૧૨-૨૦૧૦ ના દિવસે પૂજ્યશ્રી આત્માનંદજીનો શુભેચ્છા સંદેશ લઈને પૂજ્ય બહેનશ્રી, આઇ.શ્રી જયંતભાઈ શાહ તથા કેટલાક મુમુક્ષુઓ ઉપરોક્ત કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા. સંસ્થા તરફથી પૂજ્ય આચાર્યશ્રીને સસંઘ કોબા પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પૂજ્ય આચાર્યશ્રીએ સમસ્ત કોના પરિવારને ધર્મયાદી અને શુભાશીર્વાદ
પાઠવ્યા હતા.
( હિંમતનગરમાં સત્સંગ હિંમતનગર (પુષ્પાંજલી પાર્ક, મોતીપુરા) માં ડિસેમ્બર ૧૭ ના દિવસે પંખીઘરના ઉદ્ઘાટન પ્રસંગે રાખેલ સત્સંગ સમારોહમાં પૂ.શ્રી. આત્માનંદજી (મુખ્યત્વે) અને અન્ય સંતોના સત્સંગ (સવારે ૯ થી ૧૨) રાખેલ. પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયતને લીધે તેમની ગેરહાજરીમાં કોબાથી યુવાસાધકોત્યાગીઓ (સુરેશજી, અલકાબેન, જનકબેન) અને અન્ય મુમુક્ષુઓ (પ્રફુલભાઈ લાખાણી, મહેન્દ્રભાઈ ખંધાર, જીવણભાઈ) અર્ધા દિવસે માટે ગયા હતા. ત્યાં પૂ. શુકદેવાનંદજી, પૂ. સાધ્વી હંસાબા, પૂ. તુલસીદાસજી, પૂ. લાલજીભાઈ વગેરે સંતોના જીવન ઉપયોગી લોકભોગ્ય સત્સંગ હતા. આદ. બા. બ્ર. શ્રી સુરેશજીએ “મીઠો મીઠો બોલ, તોલ તોલ બોલ” પદ અને તેના અર્થ ઉપરાંત પાંચ યમ (અહિંસા, સત્ય વગેરે) વિષે સરસ સમજાવેલ. આઇ.શ્રી મહેન્દ્રભાઈ ખંધારે સત્સંગ, તેનું સ્વરૂપ, લક્ષણો, માહાભ્ય, ફળવાના કારણો વગેરે વિષે (મોક્ષમાળા-૨૪ તથા પત્રાંક-૬૦૯ના આધારે) પ્રાસંગિક વાતો કરેલ. પંખીઘરમાં સંસ્થા તરફથી સારું યોગદાન આપેલ. આપણા મુમુક્ષુ શ્રી જયંતીભાઈ - કમળાબેનને ત્યાં આહાર આતિથ્ય હતું.
| દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૬