SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 8 સમાજ-સંસ્થા દર્શન B ВВВВВВВВВВВВВВВВВВВВВВВВВ સંસ્થા દ્વારા આયોજિત આધ્યાત્મિક શિબિર પુજ્યશ્રી આત્માનંદજીના સમ્યગદર્શનદિન (૧૪ ફેબ્રુઆરી) નિમિત્તે સંસ્થા દ્વારા તા. ૧૨-૨૧૧, શનિવાર થી તા. ૧૪-૨-૧૧, સોમવાર દરમ્યાન ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર દરમ્યાન બા.બ્ર.આઇ.શ્રી ગોકુળભાઈ શાહ તથા આત્માર્થી ભાઈશ્રી પ્રકાશભાઈ ડી. શાહના સ્વાધ્યાય, કોબા ભક્તિવૃંદની ભક્તિસંગીત, બા.બ્ર.આઇ.શ્રી સુરેશજી દ્વારા કથાનુયોગ જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩-૨-૧૧ના રાત્રે શ્રી જય અશોકભાઈ શાહ ભક્તિસંગીત પ્રસ્તુત કરશે. સ્વ-પર કલ્યાણ અર્થે શિબિરમાં પધારવા સૌને ભાવભીનું નિમંત્રણ છે. સંસ્થા દ્વારા ધાર્મિક લેખિત પરીક્ષાનું આયોજન આપણી સાધનામાં ઘનિષ્ઠતા આવે તે હેતુથી ધાર્મિક (પારમાર્થિક) લેખિત પરીક્ષાનું આયોજન સંસ્થા દ્વારા નિયમિત ધોરણે કરવામાં આવશે. મહત્તમ સંખ્યામાં મુમુક્ષુઓ ભાગ લઈ શકે તે હેતુથી અને દરેક મુમુક્ષની અંગત સાધનાને વેગ આપવાનું મુખ્ય પ્રયોજન હોવાથી આ કસોટીપત્રનું પ્રારૂપ નીચે પ્રમાણે રહેશે : (૧) મુમુક્ષુ જે સ્થળે રહેતાં હોય ત્યાંથી પરીક્ષા આપી શકશે. (૨) જેમને જરૂર લાગે તેઓ પુસ્તકમાં જોઇને (ઓપન બુક એક્ઝામ) આપી શકશે. (૩) પોતાના જવાબ-પત્રનું મૂલ્યાંકન મુમુક્ષુ પોતે જ કરશે. (જરૂર લાગે તો આ માટે કોઈની મદદ લેવી) આ માટે દરેકને એક મોડેલ જવાબ પત્ર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેના આધારે મુમુક્ષુ પોતે પોતાના માર્ક આપશે. (૪) મુમુક્ષુના માર્કસ ક્યાંય જાહેર કરવામાં નહીં આવે. (૫) વિષયનું સીલેકશન પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અનુસાર રહેશે. (૬) પહેલી પરીક્ષાનો વિષય આ પ્રમાણે નક્કી થયેલ છે : “સાધક-સાથી” પુસ્તકમાંથી ચાર ભાવનાઓ - મૈત્રી, ગુણપ્રમોદ, કરુણા અને માધ્યસ્થ (અનુક્રમે પ્રકરણ નંબર ૨૧, ૩૨, ૧૮, ૪૭) (૭) પરીક્ષાની તારીખ : ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧ સૌને રસપૂર્વક ભાગ લેવાની પૂ. ગુરુદેવની આજ્ઞા છે. વિશેષ માહિતી માટે સંપર્કસૂત્રો : • શ્રી અશોકભાઈ પી. શાહ (મુંબઈ) ૯૮૩૩૯૫૩૩૩૭ ashokchemokraft.com • શ્રી ઉષાબેન શેઠ (કોબા) 6320402649 kishorsheth@aol.com દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૫
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy