SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III-1997-2002 વાચક લબ્ધિરત્નકૃત... ૨૨૫ શૈલીને અનુસરી કાવ્યના વસ્તુનું સૂચન કરે છે. તિણિ ઉપરિ તુમ્હ સાંભલઉં, રુક્ષ્મણી ભાંમા કેરી રે, અતિ દિસયંત સુહામણઉ, ભાજઇ ભવભય ફેરઉ રે. ૧૦ સી. અલકાપુરી સમાન દ્વારિકા નગરીનું વર્ણન કવિ માત્ર બે જ પંક્તિમાં કરે છે. સોરઠ દેસ સુહામણઉ, સમુદ્ર તણઈ વીર તીરઇ રે, બાર-જોયણ લાંબી ભલી, નવ-જોયણ વરહીરો રે. ૧૧ સી. છપન-કોડિ જાદવ તિહાં, વસઈ સુખી સુપ્રધાનો રે દુવારિકા નગરી જાણીયાં, અલકાપુરીય સમાનોરે. ૧૨ સી. નગરીનું સંક્ષિપ્તમાં વર્ણન કરી કવિ તરત જ મુખ્ય કથા-વસ્તુ તરફ વેગથી આગળ વધે છે અને વાસુદેવ નવમઉ”—કિસન મુરારી”ના ત્યાં નારદ ઋષિ આવે છે તે પ્રસંગ નિરૂપે છે. આવેલ નારદને સિંહાસન પર બેસાડી “કૃષ્ણ-બલદેવ” “પાઈ લાગઈ’–પગે પડી એમની “કુશળ વાત પૂછે છે. તે પ્રસંગનું નિરૂપણ કવિ પોતાની વેગવતી કથનશૈલીમાં કરે છે તે એમની કથનકલાશક્તિનો દ્યોતક છે. નારદ ત્યાંથી ઝડપથી સત્યભામાના મંદિર તરફ વળે છે. તે સમયે શૃંગાર સજવામાં વ્યગ્ર સત્યભામાનું અને તે નારદ તરફ લક્ષ ન આપતાં નારદ ક્રોધ કરીને ચાલ્યા જાય છે તે પ્રસંગનું ચિત્ર ઉપસાવવામાં કવિની ચિત્રાત્મક શૈલીનો પરિચય મળે છે. “સોલ-શૃંગાર સજી કરી, બઠી ભામાં નારી રે, આરિસા માંહિ મુખ જોવતી, રૂપિ કરી સુસ્નારી રે. ૧૮ સી. વ્યગ્રપણઈ કરિ તિણિ સમઇ, નવિ દીઠઉ મુનિ રાયા રે. ઇંદ્રના અંતઃપુરમાં પણ મારી કોઈ અવગણના કરતું નથી પણ કૃષ્ણની આ માનીતી હોવાથી મારી ‘સનમુખ -સામે પણ જોતી નથી.' એમ વિચારી સત્યભામાએ કરેલી ઉપેક્ષાથી કોપાયમાન નારદઆકાશગામિની વિદ્યા વડે કંડિનપુર આવે છે તે પ્રસંગનું કવિ અત્યંત સંક્ષિપ્તતાથી નિરૂપણ કરે છે તે એમના લાઘવને સૂચવે છે. ઇદ્ર તણી અંતેઉરી ન કરો, માહરી હીલા રે, કિસણ તણાઈ માંનઈ કરી, કરતી બવીહલી લીલા રે ૨૦ સી. નવિ જોવઈ મુઝ સનમુખ, ન કરઈ વિનય વિશેષો રે, ક્રોધ કરી અતિ પૂરીયલું, જેહ કરેછે તે દેખઉ રે. ૨૧ સી. વિદ્યા આકાશગામિની, સમરી તિણિ મન મોહે રે, તિહાં થકી ઉડી ગયઉં, કુંડિનનયરિ અગાહા રે. ૨૨ સી. રુક્મિણીના રૂપવર્ણનનું કૃષ્ણ માત્ર એક જ પંક્તિમાં દોરેલ ચિત્ર કવિની ચિત્રાત્મક વર્ણનશક્તિનું ઉત્તમ નિર્દેશન છે. રૂપઇ કરિ જાણે રતિ-રંભા, તનુ સુકુમાલઈ કદલી-ધંભા.’ ૩૧. જો. રુક્મિણી પ્રત્યે આકર્ષિત થયેલ કૃષ્ણ નારદને તે પોતાને મેળવી આપવા કરેલી વિનંતિ-ઉક્તિમાં Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy